રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)

Varsha Dave
Varsha Dave @cook_29963943

#EB
#week11
#RC4
#green
#week4
આ મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું છે.જે ખુબ જ ટેસ્ટી અને ચટપટું બને છે.

રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)

#EB
#week11
#RC4
#green
#week4
આ મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું છે.જે ખુબ જ ટેસ્ટી અને ચટપટું બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
  1. 250 ગ્રામમરચા
  2. 50 ગ્રામરાઈ નાં કુરિયા
  3. 25 ગ્રામવરિયાળી
  4. 2 ટી સ્પૂનમીઠું
  5. 1 ટી સ્પૂનહળદર
  6. 1 ટી સ્પૂનહિંગ
  7. 1 નંગલીંબુ
  8. 1/૨ વાટકી તેલ

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    લીલા અથવા લાલ મરચા લો.મે બન્ને બનાવ્યા છે તેને ધોઈ બી કાઢી ચિરિયા કરી લો.તેમાં મીઠું હળદર અને 1/2 લીંબુ નાખી 1/2કલાક ઢાંકી મૂકી દો.જેથી તીખાશ નીકળી જાય અને મરચા અથાય જાય.

  2. 2

    ત્યારબાદ તેમાં થયેલું પાણી કાઢી એક કલાક એક કપડાં પર સૂકવી દો.રાઈ નાં કુરિયા તેમજ વરિયાળી ને અધકચરા વાટી લો.તેલ ગરમ કરી ઠંડુ કરી લો.

  3. 3

    એક કલાક બાદ એક વાસણ માં સૂકવેલા મરચા,સ્વાદ મુજબ મીઠું, હળદર, હિંગ, વરિયાળી, રાઈ ના કુરિયા,1/2 લીંબુ અને તેલ ઉમેરો અનેબરાબર મિક્સ કરી લો.

  4. 4

    હવે કાચની બોટલ અથવા બાઉલ માં ભરી લો.આ રીતે બનાવેલા રાયતા મરચા બહાર 4,5 દિવસ અને ફ્રીઝ માં 2,3 મહિના સારા રહે છે

  5. 5

    આ મરચા સાઈડ ડીશ તરીકે બનાવી શકાય છે.તેમાં પાચક વસ્તુ હોવાથી ખોરાક નું સહેલાય થી પાચન થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Dave
Varsha Dave @cook_29963943
પર
Hobby is to make different dishes innovative, delicious and to serve others.
વધુ વાંચો

Similar Recipes