રાઇતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery

#EB
#Week11
આ મરચાં નું અથાણું ફટાફટ બની જાય છે અને ટેસ્ટી છે અને આ મરચાં માં તીખાસ પણ ઓછી હોય છે.

રાઇતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#EB
#Week11
આ મરચાં નું અથાણું ફટાફટ બની જાય છે અને ટેસ્ટી છે અને આ મરચાં માં તીખાસ પણ ઓછી હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામ - મરચાં
  2. 50 ગ્રામ- રાઈ ના કુરિયાં
  3. 25 ગ્રામ- વરિયાળી
  4. 1 ચમચી- હળદર
  5. 1/4 ચમચી - હિંગ
  6. 1/2 વાટકી- તેલ
  7. 1લીંબુ
  8. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા મરચાં ને ધોઈ કોરા કરી બી કાઢી સમારી દો. પછી તેમાં મીઠું, હળદર અને લીંબુ નો રસ નાંખી 1/2 કલાક ઢાંકી રહેવા દોજેથી તીખાસ ઓછી થઇ જશે અને મરચાં અથાઈ જશે.બીજી બધી સામગ્રી લો.

  2. 2

    ત્યાર બાદ મરચાં ને કાણાવાલા ટોપા માં મૂકી પાણી નિતારી કટકા માં 1 કલાક કોરા કરી દો. રાઈ ના કુરિયાં અને વરિયાળી ને મિક્સર માં અધકચરી કરી દો.તેલ પણ ગરમ કરી દો.

  3. 3

    1 કલાક બાદ મરચાં ને એક વાસણ માં લો અને તેમાં મીઠું, હળદર, હિંગ, રાઈ ના કુરિયાં, વરિયાળી, લીંબુ નો રસ નાંખી ગરમ કરી ઠંડુ તેલ નાંખી હલાવી દો.

  4. 4

    તો સર્વ કરવા તૈયાર છે રાઇતા મરચાં...

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery
પર
Cooking is my Passion
વધુ વાંચો

Similar Recipes