પાઉં રગડો

Mauli Mankad
Mauli Mankad @cook_27161877
JAMNAGAR

#FD
- મિત્ર એક એવી વ્યક્તિ છે જે દરેક ના જીવન માં ખાસ મહત્વ ધરાવતી હોય છે.. મિત્ર માટે કોઈ 1 દિવસ ખાસ હોય એના કરતાં જ્યારે મિત્ર સાથે હોય એ પળ જ ખાસ બની જાય છે.. મારા જીવન માં પણ એવા થોડા મિત્રો છે જેની સાથે થોડો સમય મળે તો પણ દિવસ ખાસ બની જાય છે.. આજે અહીં મારી ખાસ ફ્રેન્ડ જીજ્ઞા ની મનપસંદ ડીશ બનાવી છે.. જે અમને બંને ને પસંદ છે..

પાઉં રગડો

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#FD
- મિત્ર એક એવી વ્યક્તિ છે જે દરેક ના જીવન માં ખાસ મહત્વ ધરાવતી હોય છે.. મિત્ર માટે કોઈ 1 દિવસ ખાસ હોય એના કરતાં જ્યારે મિત્ર સાથે હોય એ પળ જ ખાસ બની જાય છે.. મારા જીવન માં પણ એવા થોડા મિત્રો છે જેની સાથે થોડો સમય મળે તો પણ દિવસ ખાસ બની જાય છે.. આજે અહીં મારી ખાસ ફ્રેન્ડ જીજ્ઞા ની મનપસંદ ડીશ બનાવી છે.. જે અમને બંને ને પસંદ છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 2 વાટકીસફેદ વટાણા
  2. 2-3 ચમચીવઘાર માટે તેલ
  3. 1 ચમચીજીરૂ
  4. 1 ચમચીહિંગ
  5. 2 ચમચીહળદર
  6. 2 ચમચીધાણાજીરૂ
  7. 2તમાલપત્ર ના પાન
  8. 2-3કોકમ
  9. 2 ચમચીખાંડ
  10. સ્વાદ મુજબ મીઠું
  11. 2 ચમચીલાલ મરચાનો ભૂકો
  12. 3-4લવિંગ
  13. 1કટકો તજ
  14. 5-6મીઠા લીમડાના પાન
  15. થોડાકોથમીર
  16. સાથે સર્વ કરવા માટે પાઉં
  17. 2 નંગડુંગળી ઝીણી સમારેલી
  18. સેવ
  19. લાલ, લીલી અને મીઠી ચટણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સામગ્રી ભેગી કરી લેવી. વટાણા ને 6-7 કલાક પલાળી, ધોઈ પછી મીઠું નાખી બાફી લેવા.

  2. 2

    હવે એક લોયા માં તેલ ગરમ કરી, તેમાં વઘાર માટેના બધા મસાલા ઉમેરી પછી વટાણા ઉમેરી મિક્સ કરી રગડો તૈયાર કરી લેવો. ઉપર થી કોથમીર વડે ગાર્નિશ કરવું.

  3. 3

    ગરમાગરમ રગડો સર્વ કરવા માટે, બાઉલ માં પહેલા પાઉં ના કટકા કરી, તેના પર રગડો ઉમેરી, ઉપર થી સેવ, ડુંગળી, બધી ચટણીઓ ઉમેરી પાઉં રગડા નો આનંદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mauli Mankad
Mauli Mankad @cook_27161877
પર
JAMNAGAR

ટિપ્પણીઓ

Similar Recipes