બટાકા વડા

#MRC
#cookpadindia
#cookpadgujarati
તળેલી વાનગી તો હંમેશા ટેસ્ટી જ લાગે..તેમાય વરસાદ વરસતો હોય ને ઘર માં બટાકા વડા કે ભજીયા બનતા હોય તો કોણ જમ્યા વગર રહી શકે?? આજે વરસાદી માહોલ માં ઘરના બધા જ મેમ્બર્સ સાથે બેસીને બટાકા વડા સાથે ચટણી ની લિજ્જત માણી...
બટાકા વડા
#MRC
#cookpadindia
#cookpadgujarati
તળેલી વાનગી તો હંમેશા ટેસ્ટી જ લાગે..તેમાય વરસાદ વરસતો હોય ને ઘર માં બટાકા વડા કે ભજીયા બનતા હોય તો કોણ જમ્યા વગર રહી શકે?? આજે વરસાદી માહોલ માં ઘરના બધા જ મેમ્બર્સ સાથે બેસીને બટાકા વડા સાથે ચટણી ની લિજ્જત માણી...
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને મીંઠુ અને પાણી નાખીને કુકરમાં ર સીટી વગાડી લો. બટાકા ઠરે પછી બાઉલમાં કાઢી મેશ કરો.
- 2
ગેસ ઉપર નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું નાખો પછી આદુ મરચા પેસ્ટ નાખી સાંતળો પછી તેમાં મેશ કરેલા બટાકા નાંખો ત્યારબાદ તેમાં હળદર મીઠું લાલ મરચું ધાણાજીરું ગરમ મસાલો કોથમીર લીંબુનો રસ નાખી બધું સારી રીતે મિક્સ કરી લો પછી ગેસ બંધ કરી દો. બટાકા નું આ સ્ટફિંગ ઠરે પછી એક સરખા માપના ગોળા વાળો લો.
- 3
એક બાઉલમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, મીઠું, હળદર, અજમો નાખી બધું સારી રીતે મિક્સ કરી પાણી નાખીને બેટર તૈયાર કરી લો પછી ૧૫ મીનીટ ઢાંકી ને સાઇડ માં રાખી દો. ત્યારબાદ તેમાં લીંબુનો રસ, બેકિંગ સોડા ઉપર હુંફાળું તેલ નાખીને ચમચાથી એક સાઇડ ફેટી લો.
- 4
હવે ગેસ ઉપર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેમાં ૧ ચમચી ઘી અને ચપટી મીઠું નાખો. તેલ બરાબર ગરમ થઈ જાય પછી ગેસની આંચ ધીમી કરી ચણા ના લોટ ના ખીરામાં બટાકા વડાના બોલને ડીપ કરી ને ભજીયાની જેમ તેલમાં મુકતા જાવ. સપ્રમાણ વડા તેલમાં નખાય જાય તરત ગેસની આંચ મીડીયમ કરી દો. બધા વડા ઉપર આવી જાય પછી ઝારાથી ઉંધા કરો. વડા ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લો. વડા તળાય જાય પછી ઝારા વડે તેલ માંથી કાઢી પેપર નેપકિન પર નીતારી લો જેથી વધારાનું તેલ ના રહે.
- 5
તૈયાર છે બહાર થી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા બટાકા વડા ચટણી સાથે સર્વ કરવા માટે....
Similar Recipes
More Recipes







ટિપ્પણીઓ (6)