ઇન્સ્ટન્ટ ચોકલેટ કાજુ કતરી (Instant Chocolate Kaaju Katli Recipe

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#ff3
#week3
#festivespecialrecipe
#cookpadgujarati

આ ઇન્સ્ટન્ટ ચોકલેટ કાજુ કતરી એ ગેસ ની આંચ સળગાવ્યા વિના જ ઝટપટ બની જતી આ રેસીપી છે. જો ઘટ માં અચાનક જ મહેમાન આવી જાય ને ઘર માં મીઠાઈ ના હોય તો આ મીઠાઈ તમે ઝટપટ બનાવી સકો છો. ના કોઈ ગેસ ની ઝંઝટ કે કોઈ ચાસણી બનાવવાની ઝંઝટ. બસ થોડી જ મિનિટો માં આ ચોકલેટ કાજુ કતરી બની જાય છે.

ઇન્સ્ટન્ટ ચોકલેટ કાજુ કતરી (Instant Chocolate Kaaju Katli Recipe

#ff3
#week3
#festivespecialrecipe
#cookpadgujarati

આ ઇન્સ્ટન્ટ ચોકલેટ કાજુ કતરી એ ગેસ ની આંચ સળગાવ્યા વિના જ ઝટપટ બની જતી આ રેસીપી છે. જો ઘટ માં અચાનક જ મહેમાન આવી જાય ને ઘર માં મીઠાઈ ના હોય તો આ મીઠાઈ તમે ઝટપટ બનાવી સકો છો. ના કોઈ ગેસ ની ઝંઝટ કે કોઈ ચાસણી બનાવવાની ઝંઝટ. બસ થોડી જ મિનિટો માં આ ચોકલેટ કાજુ કતરી બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
250 gram
  1. 1 કપમિલ્ક પાવડર
  2. 1/2 કપસુગર પાવડર (દળેલી ખાંડ)
  3. 1/2 કપકાજુનો પાઉડર
  4. 3 tbspદૂધ
  5. 1/4 tspઘી
  6. 2-3ટીપાં વેનીલા એસ્સેન્સ
  7. 2 tbspકોકો પાવડર
  8. 👉 ગાર્નિશ માટે :--
  9. ચાંદી નો વરખ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મિક્સર જારમાં કાજુ ઉમેરી તેને પલ્સ મોડ પર મિક્સર ચલાવી ને થોડી થોડી વાર થોભી થોભી ને પાવડર પીસી લો.

  2. 2

    સૌ પ્રથમ એક મોટા વાસણમાં મિલ્ક પાઉડર ઉમેરી તેમાં દળેલી ખાંડ અને કાજુ નો પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે આ મિશ્રણ માં 1- 1 tbsp દૂધ ઉમેરતા જઈ આ મિશ્રણ ને હાથ થી ગુંદી લો. ત્યાર બાદ આમાં વેનીલા ઍસેન્સ અને કોકો પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  4. 4

    હવે આ મિશ્રણ માં ઘી ઉમેરી બરાબર મિક્સ કરી અને ઘી થી ગ્રીસ કરેલી પ્લાસ્ટિક શીટ પર પાથરી આ મિશ્રણ ને ગુંદી લો ને એકદમ સ્મુથ કણક બનાવી લો.

  5. 5

    હવે વેલણ પર ઘી લગાવી ગ્રીસ કરી કણક ને વણી લો. ત્યાર બાદ ઉપર ચાંદી નું વરખ લગાવી 2 કલાક માટે ફ્રીઝ મા સેટ થવા માટે મૂકી દો. સેટ થયા પછી તેને મનગમતા પીસ માં કટ કરી લો.

  6. 6

    હવે આપણી આ ઇન્સ્ટન્ટ ચોકલેટ કાજુ કતરી તૈયાર છે સર્વ કરવા માટે.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes