કેસર કાજુ કતરી (Kesar kaju katli recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#DFT
#cookpadgujarati
#cookpadindia
કાજુ કતરી લગભગ બધા જ લોકોને ભાવતી હોય તેવી મિઠાઈ છે. નાના બાળકોને પણ કાજુ કતરી ભાવતી હોય છે. આ મીઠાઈ બનાવવામાં પણ સરળ છે. દિવાળી જેવો તહેવાર આવે એટલે ઘરમાં અવનવી મિઠાઇ અને ફરસાણ બને. પણ અમારા ઘરમાં દર વર્ષે દિવાળીના તહેવારમાં મીઠાઈમાં કાજુકતરી તો બને જ. આ વર્ષે મેં કાજુ કતરી માં થોડું કેસર ઉમેરીને કેસર કાજુ કતરી બનાવી છે જે ખુબ જ સરસ બની છે. તો ચાલો જોઈએ આ કેસર કાજુ કતરી કઈ રીતે બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
2 લોકો માટે
  1. 1 કપકાજુ
  2. 1/2 કપખાંડ
  3. 1 Tspએલચી પાવડર
  4. 2 Tbspગરમ દૂધ
  5. 8-10તાંતણા કેસર
  6. ચાસણી બનાવવા માટે જરૂરિયાત મુજબ પાણી
  7. 1 Tspધી

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌપ્રથમ કાજુને મિક્સરની જાર માં લઇ તેનો બારીક ભૂકો કરવાનો છે.

  2. 2

    ગરમ દૂધમાં કેસરના તાંતણા નાખી કેસરને દૂધમાં પલાળી રાખવાનું છે.

  3. 3

    એક પેનમાં ખાંડને ગરમ મૂકી, ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરી એક તારની ચાસણી બનાવવાની છે.

  4. 4

    હવે તેમાં કાજુનો ભૂકો અને દૂધમાં પલાળેલું કેસર ઉમેરવાનું છે અને સતત હલાવતા રહેવાનું છે.

  5. 5

    હવે તેમાં એલચી પાવડર અને ધી ઉમેરવાના છે અને એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી તેને મિક્સ કરતા રહેવાનું છે.

  6. 6

    હવે ગેસ ઓફ કરી તેને થોડું ઠરવા દેવાનું છે. ત્યારબાદ તેને હાથથી મસળી લઈ જોઈતી થીકનેસ પ્રમાણે વણી લેવાનું છે.

  7. 7

    થોડી વાર સેટ થયા પછી મનગમતી સાઈઝમાં કાજુ કતરી ના શેઇપમાં કટ કરી લેવાનું છે.

  8. 8

    જેથી કેસર કાજુકતરી સર્વ કરવા માટે તૈયાર થઇ જશે.

  9. 9
  10. 10
  11. 11
  12. 12
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes