ખસ્તા પૂરી (Khasta Poori Recipe In Gujarati)

Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
Ahmedabad

#ff3
#Cookpadindia
#Cookpadgujrati
તહેવારો આવે એટલે રસોડા માં નવી નવી વાનગી ઓ બનવા માંડે.સાતમ આઠમ ના તહેવાર માં પૂરી નું ખાસ મહત્વ હોય છે ખાસ કરી ને સાતમ ના દિવસે ઠંડુ જમવું હોય તેના માટે જેમ કે, ફરસી પૂરી,કડક પૂરી,ગળી પૂરી,તીખી પૂરી...બનાવવા માં આવે છે.આજે મે થોડી અલગ પણ ટેસ્ટી એવી ખસ્તા પૂરી બનાવી છે.ખસ્તા પૂરી ચા સાથે તો સારી લાગે જ આપને તેને ચત ના સ્વરૂપ માં પણ ખાઈ સકિયે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામમેંદો
  2. 50 ગ્રામચણા નો લોટ
  3. 1/2 વાડકીતેલ અથવા ઘી
  4. 3 નંગલવિંગ
  5. 1 ટુકડોતજ
  6. 1/2 ટી સ્પૂનવરિયાળી
  7. 1/2 ટી સ્પૂનસફેદ તલ
  8. 1 ટી સ્પૂનખાંડ
  9. 1/4 ટી સ્પૂનમરી
  10. 1/4 ટી સ્પૂનલાલ મરચાનો પાઉડર
  11. 1/4 ટી સ્પૂનગરમ મસાલો
  12. ચપટીહળદર
  13. ચપટીઅજમો
  14. મીઠું જરૂર મુજબ
  15. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પેલા મેંદા ને ચાળી લો હવે તેમાં સ્વાદ મુજબ મીઠું,અજમો અને મુઠ્ઠી પડતું મોણ તેલ અથવા ઘી નું ઉમેરી મિક્સ કરી લો હવે પાણી ની મદદ થી લોટ બાંધી લો. મિ ડિયમ રોટલી ના લોટ જેવો લોટ રાખવો.લોટ ને 30 મિનિટ rest આપવો.

  2. 2

    હવે મિક્સર ના બાઉલ માં તજ,લવિંગ,મરી,મીઠું,ખાંડ,વરિયાળી,લાલ મરચાનો પાઉડર, હળદર, ગરમ મસાલો ઉમેરી પીસી ને પાઉડર બનાવી લો.હવે તૈયાર મસાલા ને એક બાઉલ માં કાઢી લો તેમાં તલ અને બે ચમચી તેલ ઉમેરી મિક્સ કરી લો.તૈયાર છે આપણો મસાલો.જરૂર મુજબ તીખાશ ની વધ ઘટ રાખી સકાય.

  3. 3

    હવે તૈયાર લોટ માંથી એક પૂરી બનાવવા લુવો કરો તેને હાથેથી થોડો દબાવી લો અને તેમાં તૈયાર કરેલ મસાલો એક ચપટી જેટલો ભરી ને વાળી લો pchhi પૂરી વણી લો.આવી જ રીતે બધી પૂરી તૈયાર કરી લો. એક કડાઈ માં તેલ ગરમ મૂકો તેમાં ધીમા ગેસ પર પૂરી ને ગોલ્ડન બ્રાઉન રંગ ની અને કડક થાય ત્યાં સુધી તળી લો.તૈયાર પૂરી ને ઠંડી પડવા દો અને એર ટાઇટ કન્ટેનર માં ભરી લો.

  4. 4

    તૈયાર છે આપણી ખસ્તા પૂરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
પર
Ahmedabad

Similar Recipes