મેંદા રવાની ફરસી પુરી (Maida Rava Farsi Puri Recipe in Gujarati)

#childhood
#ff3
#શ્રાવણ
#cookpadgujarati
આ મેંદા રવાની ફરસી પૂરી એ ખૂબ જ સ્વાદિષ્ટ તળેલા નાસ્તાનો પ્રકાર છે. જે મેંદા અને રવાનો ઉપયોગ કરીને બનાવવા મા આવે છે. આ તળેલી પૂરી ફરસાણની વાનગીઓમાં બધાની મનપસંદ ગણાય છે. તેનું કારણ તો તમે જ્યારે તેનો સ્વાદ માણશો ત્યારે જ સમજાશે. આ પૂરી બહું સામાન્ય વસ્તુઓ વડે સહેલાઇથી બનાવી શકાય છે, પણ તેની મોઢામાં મૂક્તા જ પીગળી જાય એવી બનાવટનું કારણરૂપ છે કણિકમાં મેંદા સાથે મેળવેલો રવો અને ઘી તથા કાળા મરીનું પાવડર. ઘી ના મોણ ના લીધે આ પૂરી ક્રિસ્પી અને ફરસી બને છે. હું જ્યારે નાની હતી ત્યારે મારી મમ્મી ખૂબ જ ટેસ્ટી બનાવતી અને તેના હાથ ની ફરસી પૂરી ખાવાની મને ખૂબ જ મજા આવતી. આ પૂરી એમ જ અથવા કોફી કે ચહા સાથે ખાઇને તેનો આનંદ માણો.
રવા અને મેંદામાંથી બનતી આ પૂરી દરેક પ્રસંગમાં સારી લાગે છે ખાસ કરીને તહેવારો ના સમયે, બાળકોને લંચબોક્સમાં આપવામાં, લગ્ન પ્રસંગમાં મહેમાનોને જમાડવામાં તેમ ઘણી બધી રીતે આ પૂરી નો ઉપયોગ કરવામાં આવે છે. ફરસી પૂરી ને બનાવ્યા પછી તે લાંબા સમય સુધી બગડતી પણ નથી તેથી તેને ડ્રાય સ્નેક્સ તરીકે બનાવી ને પણ સાચવી શકાય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટા વાસણમાં મેંદો ઉમેરી તેમાં રવો અને ઘી ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 2
હવે આમાં હળદર પાઉડર, બેકિંગ પાઉડર, અધકચરું વાટેલું જીરું, અધકચરાં વાટેલા કાળા મરી, અજમો અને નમક ઉમેરી બરાબર મિક્સ કરી લો. લોટ ના મિશ્રણ ને હાથ માં લેતા મુઠ્ઠી પડે એવું ઘી નું મોણ લેવાનું છે.
- 3
હવે આમાં ઠંડું પાણી થોડું થોડું ઉમેરતા જવું અને કઠણ લોટ બાંધી લેવો. લોટને બે થી ત્રણ મિનિટ માટે મસળવો. ઢાંકીને 15 મિનિટ માટે રહેવા દેવો.
- 4
હવે લોટમાંથી એકસરખા 25 ભાગ કરી લેવા. હવે એક ભાગ લઈને તેમાંથી જાડી પુરી વણી ચપ્પુ ની મદદ થી એમાં કાપા કરી લેવા. આ રીતે પાંચ છ પુરી એક સાથે તૈયાર કરી લેવી.
- 5
ત્યાર બાદ તેલ ને મીડીયમ તાપે ગરમ કરવું. હવે તેમાં તૈયાર કરેલી પુરી ઉમેરીને મીડીયમ તાપ પર એક મિનિટ માટે તળવી. ત્યારબાદ ગેસ ધીમો કરીને પુરી હલકા ગોલ્ડન રંગની થાય ત્યાં સુધી તળવી. આ પુરી તળાતી હોય ત્યારે બીજી પુરી વણી લેવી કેમ કે પુરી તળાતા ઘણી વાર લાગે છે. પુરી ને ધીમા થી મીડીયમ તાપના ગેસ ની આંચ પર તળવી નહિતર ક્રિસ્પી બનશે નહીં.
- 6
આ રીતે બધી પુરી તળી લેવી. ઠંડી થાય એટલે એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરવી.
- 7
હવે આપણી એકદમ ખસ્તા અને ક્રિસ્પી એવી મેંદા રવાની ફરસી પૂરી તૈયાર છે સર્વ કરવા માટે. ફરસી પુરી ને ચા કે કોફી સાથે સર્વ કરવી.
- 8
- 9
Similar Recipes
More Recipes
- ચોકલેટ કોકોનટ કૂકીસ (Chocolate Coconut Cookies recipe in Gujarat
- કોકોનટ બાઉનટી ચોકલેટ (Coconut Bounty Chocolate Recipe In Gujarati)
- બોન્ટી બાર ચોકલેટ (Bounty Bar Chocolate Recipe In Gujarati)
- ચણાની મસાલા દાળ (Chana Masala Dal Recipe In Gujarati)
- ઘઉં ની કડક પૂરી (Wheat Flour Kadak Poori Recipe In Gujarati)

ટિપ્પણીઓ (25)