કોકોનટ એન્ડ વ્હાઇટ ચોકલેટ ટ્રફલ (Coconut White Chocolate Truffle Recipe In Gujarati)

sonal hitesh panchal
sonal hitesh panchal @sonal07

#CR
કોકોનટ અને વ્હાઈટ ચોકલેટ ટફલ એ કોકોનટ અને ચોકલેટ ના મિશ્રણ થી બનતી સ્વીટ છે જે ખૂબજ અમેઝિંગ લાગે છે તેની મે અહીં પરફેક્ટ માપ સાથે સરળ રેસિપી શેર કરી છે

કોકોનટ એન્ડ વ્હાઇટ ચોકલેટ ટ્રફલ (Coconut White Chocolate Truffle Recipe In Gujarati)

#CR
કોકોનટ અને વ્હાઈટ ચોકલેટ ટફલ એ કોકોનટ અને ચોકલેટ ના મિશ્રણ થી બનતી સ્વીટ છે જે ખૂબજ અમેઝિંગ લાગે છે તેની મે અહીં પરફેક્ટ માપ સાથે સરળ રેસિપી શેર કરી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ માટે
10 truffle mate
  1. 100 ગ્રામવ્હાઇટ ચોકલેટ કંપાઉન્ડ
  2. 30મીલી વ્હિપીંગ ક્રીમ
  3. 15 ગ્રામડેસીકેટેડ કોકોનટ (ચોકલેટ માં ઉમેરવા)
  4. 1+1/2 ટી સ્પુન બટર
  5. 1/2ટી સ્પુન વેનીલા એસેન્સ
  6. ડેસીકેટેડ કોકોનટ (રગદોળવા માટે)

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ માટે
  1. 1

    એક બાઉલમાં વ્હાઈટ ચોકલેટ કમ્પાઉન્ડ છીણી ને લઈ લો તેમાં વ્હીપીંગ ક્રીમ ઉમેરો હવે તેને ડબલ બોઈલર પધ્ધતિ થી વ્હાઈટ ચોકલેટને પીગાળી લો

  2. 2

    વ્હાઈટ ચોકલેટ પીગળી જાય એટલે તેમાં બટર ઉમેરો હવે તેને ડબલ બોઇલર પર થી લઈ લો તેને બરાબર મિક્સ કરો હલાવતા રહો,થોડુ ઠંડુ પડે એટલે તેમાં વેનીલા એસેન્સ અને ડેસીકેટેડ કોકોનટ ઉમેરો અને બરાબર મિક્સ કરી તેને એર ટાઈટ ડબ્બામાં પેક કરી દોઢ થી બે કલાક માટે ફ્રિજમાં મુકી દો

  3. 3

    બે કલાક પછી ફ્રીઝમાંથી બહાર કાઢો તેને મનપસંદ શેપ આપો મે અહી ગોળ શેપ આપ્યો છે પછી તેને ડેસીકેટેડ કોકોનટ માં રગદોળી લો અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
sonal hitesh panchal
પર

Similar Recipes