ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)

Asha Galiyal
Asha Galiyal @cook_28299630

ફ્રૂટ - સલાડ એ ફ્રૂટ્સ અને દૂધ ના સંયોજન થી બનતી રેસિપિ છે. જેમાં દૂધ ને ગરમ કરીને ઘાટ્ટુ બનાવવામાં આવે છે. અને પછી તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરાય છે. અને જે પણ ફ્રૂટ્સ /ફળો અવેલેબલે હોય, તેને નાનાં ટુકડાં માં સમારી તેમાં ઉમેરાય છે. પણ એને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ફ્લેવર્ડ ઉમેરાય છે. મેં અહીંયા વેનીલા ફ્લેવર્ડ કસ્ટર્ડ ઉમેર્યો છે. સાથે મનગમતા ડ્રાયફ્રૂટ્સ કટ કરીને ઉમેર્યા છે. ઈલાયચી પાઉડર પણ એડ કર્યો છે. તેથી તેનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.. તો આપ પણ બનાવજો. 😍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
બધા માટે
  1. 500 ગ્રામફૂલ ફેટ દૂધ
  2. 3 ટે. સ્પૂન ખાંડ
  3. 3 ટે.સ્પૂન વેનીલા કૅસ્ટર્ડ પાઉડર
  4. 2કેળાં
  5. 1સફરજન
  6. 4ચીકુ
  7. 1દાડમ
  8. 10-12કાજુ
  9. 10-12બદામ
  10. 10પિસ્તાં
  11. થોડી કિશમિશ
  12. 1 ટી સ્પૂનઈલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ફૂલ ક્રિમ દૂધ ને ગરમ કરવા મૂકવું. તેમાંથી 1 નાની વાટકી દૂધ કાઢી લેવું. તેમાં કસ્ટર્ડ પાઉડર નાંખી સરસ રીતે મિક્સ કરવું. કસ્ટર્ડ નીચે ના બેસી જાય. દૂધ ને ગરમ કરવું. 1 ઉકાળો આવે એટલે તેમાં ખાંડ નાખવી. 2 મિનિટ પછી કસ્ટર્ડ વાળું દૂધ સારી રીતે હલાવીને નાખવું, અને દૂધ માં હલાવી ને મિક્સ કરવું. 2 મિનિટ હલાવતા રહેવું. જેથી કસ્ટર્ડ નીચે નાળીયે ના બેસી જાય. દૂધ ગાઢું થવા લાગશે. બોઈલ આવે એટલે ગેસ બંધ કરવો, અને દૂધ ને નીચે ઉતારી ઠંડુ થવા રાખવું. ઠંડુ થતા વધારે ગાઢું થશે.

  2. 2

    હવે ચીકુ, સફરજન ને થોડી તેની છાલ અને બી કાઢીને, જીણા સમારી લેવાં. દાડમ ના દાણાં કાઢી લેવાં. કેળાં ને પણ સમારી લેવું. બધા સમારેલાં ફળોને ઠંડા થયેલાં કસ્ટર્ડ માં ઉમેરી મિક્સ કરવું. તેમાં ઈલાયચી પાઉડર, થોડું કીસેલું જાયફળ ઉમેરવું. બધું બરાબર હલાવી મિક્સ કરવું.

  3. 3

    એક સેર્વિંગ બૉઉલ માં કાઢી ઉપરથી જીણા સમારેલાં ડ્રાયફ્રૂટ્સ અને કિશમિશ થી ગાર્નિશ કરવું. ભગવાન ને ભીગ ધરવું. અને બધાંને ઠંડો ઠંડો ફ્રૂટ - સલાડ આપવો. 😍

  4. 4

    તો તૈયાર છે આપનો ઠંડો, ટેસ્ટી, અને લજજીઝ "ફ્રૂટ - સલાડ"
    ***************😍

  5. 5

    કેવો બન્યો છે જરૂર જણાવજો. 🥰🥰

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asha Galiyal
Asha Galiyal @cook_28299630
પર
Cooking is my passion ❤️ I love Cooking 💕💕💕
વધુ વાંચો

Similar Recipes