જલેબી ફાફડા (Jalebi Fafda Recipe In Gujarati)

જલેબી ફાફડા (Jalebi Fafda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
✨જલેબી બનાવવા માટે:✨
મેંદા ને એક બાઉલ માં ઉમેરી તેમાં દહીં ઉમેરી ને મિક્સ કરી ને આ લોટ મા આથો આવે એટલે તેને 10 મિનિટ માટે રાખી દો. - 2
આથો આવી જાય પછી તેમાં મીઠું,અને બેકિંગ પાઉડર ઉમેરી મિક્સ કરી દો હવે એક પેન મા ઘી ઉમેરી તેને ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો બીજા એક પેન માં ખાંડ અને પાણી તેમજ યેલો કલર ઉમેરી ને 1 તાર ની ચાસણી તૈયાર કરી લો. મેંદા ના બેટર ને એક સોસ ની પ્લાસ્ટિક ની બોટલ માં ભરી ને ગરમ ઘી મા જલેબી પાડી ને તળી લો તળેલી જલેબી ને ચાસણી માં ઉમેરી ને 3 મિનિટ પછી બહાર કાઢી ગુલાબ ની પાંખડી નાં કટકા ઉપર રાખી દો.
- 3
✨ગાઠીયા બનાવવા માટે :✨
બેસન ને એક બાઉલ માં ઉમેરી દો હવે એક પવાલી માં પાણી મીઠી સોડા, મીઠું,તેલ ગાઠીયા નાં સોડા ઉમેરી તેમાં મિક્સિ ફેરવી ને આ પાણી વડે લોટ બાંધી ને પછી આ લોટ માંથી ફાફડા પાટલા ઉપર વણી ને પેન મા ગરમ મૂકેલા તેલ મા તળી લો.તળેલા ફાફડા ઉપર હિંગ અને મરી પાઉડર છાંટી દો. - 4
તૈયાર કરેલા જલેબી ફાફડા ને ચા,પપૈયા નો સંભારો તેમજ તળેલા લીલા મરચા,અને ચટણી સાથે સર્વ કરો.આ જોઈને જ મોઢા માં પાણી આવી ગયું ને!? 😄
Similar Recipes
-
-
-
-
જલેબી ફાફડા (Jalebi Fafda Recipe In Gujarati)
જલેબી ફાફડા#ChooseToCook#દશેરા #વિજયાદશમી#ગુજરાતી_ફેવરેટ_ચા_નાસ્તો#જલેબી_ફાફડા#Happy_Dussera#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeમારી મા ના હાથમાં અન્નપૂર્ણા માતા નો વાસ હતો. એમની જ પાસેથી હું રસોઈ બનાવતાં શીખી છું. ને મારા સાસુ મા ને મારી રસોઈ ખૂબ જ પસંદ હતી. મારી બંન્ને મા ને યાદ કરીને સમર્પિત કરુ છું.ગુજરાતીઓ ની દશેરા, જલેબી ફાફડા વગર થાય જ નહીં.આમેય બારેમાસ ગુજરાતી ઓ જલેબી ફાફડા ખાવાનાં શોખીન છે . પરંતુ ખાસ રવિવાર નો નાસ્તો એટલે જલેબી ફાફડા. ને દશેરા એટલે જલેબી ફાફડા .. ખરૂં ને ????મારી જલેબી તો ઠીક - ઠીક બને છે. પણ પ્લાસ્ટિક ની બોટલ ની મદદ થી હોં ..... પણ ફાફડા ની સરસ ફાવટ નથી. તૂટી જાય ને લાંબા ન બને. તો આવો તૂટયાં - ફૂટ્યાં , આડા - અવળાં ફાફડા ખાવા .. મસાલા ચા સાથે કાચા પપૈયા નો સંભારો, તળેલાં મરચાં ને કઢી સાથે ખાવાનો આનંદ માણો.. આહાહા... જલસો પડી ગયો . ખરૂં ને ?? સ્વાદ સરસ છે. ઘરમાં બધાં ને ભાવ્યાં .😊😊 મારી મહેનત સફળ થઈ.. હાશ.... 👍👍 Manisha Sampat -
ફાફડા જલેબી (Fafda Jalebi Recipe In Gujarati)
બધાને ભાવતો ફેવરેટ નાસ્તો રવિવાર સ્પેશિયલરવિવાર સ્પેશ્યલ બ્રેકફાસ્ટ❣️ Falguni Shah -
જલેબી ફાફડા (Jalebi Fafda Recipe In Gujarati)
#TT1જલેબી અને ફાફડા ગાંઠીયા ગુજરાતી લોકો માં ખૂબજ પ્રિય નાસ્તો છે સવાર માં જલેબી ફાફડા મળી જાય તો એનાથી સારો નાસ્તો જ ન હોય.ઘરે સરસ અને આશાની થી બનાવી સકાય છે બહાર જેવા જ . એ પણ ફટાફટ જાજી આગોતરી તૈયારી વિના.જલેબી ગાંઠીયા સાથે મજા આવે એક બીજા વિના બને અધૂરા છે. Varsha Karia I M Crazy About Cooking -
ફાફડા જલેબી(fafda jalebi recipe in gujarati)
#દશેરાઆજે દશેરા ના દિવસે ફાફડા અને જલેબી બધા ગુજરાતીઓ ખાય છે..આ બે વર્ષ થી હું ફાફડા ઘરે જ બનાવું છું..આ વખતે જલેબી પણ ઘરે જ બનાવી.. બહું જ સરસ બની છે.. બજારમાં મળે એવાં જ.. ફાફડા અને કઢી સાથે જલેબી .કડક અને અંદર થી જયુસી.. Sunita Vaghela -
જલેબી (Jalebi Recipe In Gujarati)
#Trend#week-૧ જલેબી નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય છે.નાના મોટા સૌને ભાવે છે. અને તે તરત જ બની જાય છે, આથો દેવાની જરૂર પણ નથીરહેતી તો તૈયાર કરીએ ઇન્સ્ટન્ટ જલેબી. Anupama Mahesh -
જલેબી (Jalebi recipe in gujarati)
જલેબી એ કોઈ પણ તહેવાર માં બનાવાતી અને ખવાતી મિસ્ટાન છે.. Hetal Gandhi -
જલેબી(Jalebi Recipe in Gujarati)
રસદાર અને પારંપારિક જલેબી બનાવવા માટે સુજી જલેબી સરળ ઉપાય છે. સામાન્ય રીતે સુજી જલેબી બનાવવા માટે તેના બેટર એક દિવસ પહેલાં તૈયાર કરવું પડે છે.જ્યારે સુજી જલેબી માટે અગાઉ થી કોઈ તૈયારી કરવાની હોતી નથી instant jalebi સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે#GA4#Week9#fried Nidhi Sanghvi -
જલેબી(Jalebi Recipe in Gujarati)
#trendજલેબી એ ગુજરાતીઓ નું મનપસંદ ડીશ છે. ફાફડા જોડે જલેબી દરેક ગુજરાતી નાશ્તા માં હોય જ છે. Kinjalkeyurshah -
-
જલેબી અને ગાંઠિયા (Jalebi And Ganthiya Recipe In Gujarati)
ગુજરાતી લોકો ની ખૂબ જ પસંદગી અને ખૂબ જ ખવાતી અમારા ગામની પ્રખ્યાત વાનગી.સાથે ચટણી, મરચાં, ચિપ્સ, ગાજર નો સંભારો,અને ભેગી કઢી.#સાઈડ Rajni Sanghavi -
જલેબી (Jalebi Recipe In Gujarati)
#MS#post 6#cookpadindia#cookpadgujratiHappy મકરસંક્રાંતિ to all 💐 Keshma Raichura -
-
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe in Gujarati)
#trend#week_1#post_1#cookpadindia#cookpad_gujજલેબી બનાવવા નો મોકો આજ સુધી નથી મળ્યો કે ક્યારે બનાવવા નું વિચાર્યું પણ નહીં. પણ કૂકપેડ નાં આ trend ના કોન્ટેસ્ટ માં વાનગી ઘણી હતી પરંતુ મેં જલેબી બનાવવા નું પસંદ કર્યું. વિચારી ને એમ થાય કે ખૂબ મેહનત નું કામ છે પણ ખરેખર એવું નથી. બસ મન અને મેહનત થી કરીએ એટલે સારું જ બને. આ મારી પહેલી જ ટ્રાયલ હતી જલેબી ની અને ઘરે થી ખૂબ જ સારા રિવ્યુ મળ્યા કે પહેલી ટ્રાયલ માં ખૂબ જ સરસ અને મસ્ત ક્રિસ્પી પણ થઈ છે. હા શેપ માં હજુ આપણે માસ્ટર નથી બન્યા પણ પ્રેક્ટિસ કરતા કરતા આવી જશે. જરૂર થી બધા ટ્રાય કરજો. બનાવી ને ખૂબ જ ખુશી મળશે. Chandni Modi -
-
-
કેસર જલેબી (Kesar Jalebi Recipe in Gujarati)
#trend#week1#post3#કેસર_જલેબી ( Kesar Jalebi Recipe in Gujarati ) આ કેસર જલેબી મે પહેલી વાર જ પહેલા એટેમ્પ માં જ આવી બનાવી છે. પણ જલેબી એકદમ જ્યૂસી ને સોફ્ટ બની હતી. મારી મોટી દીકરી ની ખૂબ જ ફેવરિટ આ જલેબી છે. ફરી બનાવીશ તો આનાથી પણ સરસ બનશે. એ મને ખાતરી છે. Daxa Parmar -
-
-
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
શું તમે જાણો છો કે જલેબી આપણી રાષ્ટ્રીય મીઠાઈ છે?#trend#trend1#trending#week1#trending#cookpadindia#cookpadgujarati#ભારતીયમીઠાઈ Pranami Davda -
-
જલેબી (Jalebi Recipe In Gujarati)
#MS#MAKAR SANKRANTI CHALLENGE#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
-
-
ઇન્સ્ટન્ટ ક્રિસ્પ જલેબી / દહીં જલેબી(Dahi Jalebi Recipe In Gujarati)
ક્રિસ્પ જલેબી મીઠી અને સ્વાદિષ્ટ,ભારતીય આકર્ષક ઉત્સવની મીઠી વાનગી છે. આ કડક - કડક જલેબી રેસીપીનો સ્વાદ જ્યારે ઠંડા દહીંમાં બોળવામાં આવે ત્યારે શ્રેષ્ઠ હોય છે... ટેસ્ટસ અમેઝિંગ... Foram Vyas -
More Recipes
ટિપ્પણીઓ (6)