પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082

આજે રવિવાર ની રજા ના માન માં પાલક પનીર બનાવ્યું.. જેમાં પનીર છે એ ટોફુ વાળું નો ઉપયોગ કર્યો. હેલ્થી હોય છે કારણ કે સોયામિલ્ક માં થી બનવેલું હોય છે... બાકી રેસીપી મેં નસીમ જી એ બનાવેલ પાલક પનીર માં થી પ્રેરણા લઇ ને ટ્રાય કરી છે. 😊🙏🏻

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 લોકો
  1. 1જુડી પાલક
  2. 200 ગ્રામટોફુ અથવા પનીર
  3. 2ડુંગળી
  4. 1ટામેટું
  5. 2લીલા મરચા
  6. 1 ટુકડોઆદુ
  7. 5કળી લસણ
  8. 4 tbspતેલ અને બટર મિક્સ
  9. 1 tspજીરું
  10. 1તમાલપત્ર
  11. સ્વાદ મુજબ મીઠું
  12. 1 tspધાણાજીરું
  13. 1 tspગરમ મસાલા
  14. 1 tspકિચન કિંગ મસાલા
  15. ચપટીહળદર
  16. ચપટીખાંડ
  17. 4 tspક્રિમ અથવા ઘર ની મલાઈ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    પાલક ને ધોઈ ગરમ પાણી માં ચપટી ખાંડ નાખી 5 મિનિટ માટે blanch કરી લૉ.વાસણ ને ઢાંકવું નહીં. જેથી તેનો ગ્રીન કલર જળવાઈ રહે. પછી ગેસ બન્ધ કરી તરત જ નળ નીચે ઠંડું પાણી રેડવું.

  2. 2

    પાલક ઠંડી થાય ત્યારે મિક્સર માં પાલક, ડુંગળી, આદુ, મરચા, લસણ, ટમેટું, બધું નાખી વાટી લેવું.

  3. 3

    હવે એક કડાઈ માં તેલ અને બટર લઇ તેમાં જીરું, તમાલપત્ર નાખી વાટેલી પાલક ની પેસ્ટ ઉમેરી સાંતળી લૉ. તેમાં સહેજ જ હળદર, મીઠું,ધાણાજીરું, ગરમ મસાલો, કિચન કિંગ મસાલો નાખી મિક્સ કરો. થોડી વાર પછી ટોફુ કે પનીર ઉમેરો.5 થી 7 મિનિટ થવા દો. છેલ્લે મલાઈ કે ક્રિમ અને બટર ઉમેરો અને સર્વ કરો. 😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
પર
cooking is my hobby 🥰
વધુ વાંચો

Similar Recipes