પનીર જલેબી

Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470

પનીર જલેબી

4 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 1 કપપનીર
  2. 4 ચમચીમેંદો
  3. 1 ચમચીદહીં
  4. 2 ચમચીબેસન
  5. 1/2 ચમચીબેકિંગ સોડા
  6. 1/4કેસર ફૂડ કલર
  7. તળવા માટે તેલ
  8. 2 ચમચીપિસ્તાની ની કતરન
  9. ચાંદીનુ વરખ
  10. ગુલાબની પાંખડી
  11. ચાસણી માટે
  12. 2 કપ– ખાંડ
  13. 1 કપ– પાણી
  14. 1/2 ચમચી– ઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મિકસરમાં પનીરને દહીં નાખીને બરાબર પેસ્ટ બનાવી લો. ત્યારબાદ તેને એક બોલ માં કાઢી લઈ તેમાં મેંદો બેસન કલર ને ઘી નાખીને બરાબર ફેંટીને લિસ્સું કરી લો.

  2. 2

    ઢાંકીને 10 મિનિટ રાખો બેકિંગ સોડા નાખીને મિક્સ કરી લો પાઇપિંગ બેગ માં સ્ટાર નોઝલ નાખીને પનીરની પેસ્ટ ભરીને અલગ રાખી દો.

  3. 3

    હવે એક વાસણમાં ખાંડ અને પાણી ઉકાળીને એક તારની ચાસણી બનાવી લો. તેમા ઇલાયચી પાઉડર મિક્સ કરી લો.

  4. 4

    હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી લો અને ગરમ તેલમાં પાઇપિંગ મશીનથી જલેબી બનાવી લો અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.

  5. 5

    જલેબી તળાઈ જાય એટલે તેને બહાર નીકાળીને ચાસણીમાં રાખો. 1 મિનિટ પછી ચાસણી માંથી કાઢી પ્લેટમાં નીકાળી લો અને તેના પાર પિસ્તા ચાંદીનું વરખ તેમજ ગુલાબની પાંખડીથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470
પર

ટિપ્પણીઓ

Similar Recipes