ઓટ્સ પીનટ ચોકલેટ લાડુ (Oats Peanut Chocolate Ladoo Recipe In Gujarati)

Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
Ahmedabad

#GCR
#Cookpadindia
#Cookpadgujrati (નો ખાંડ,નો ઘી,નો ઓઇલ)
ગણપતિ બાપા ને આપને બહુ અલગ અલગ પ્રકાર ના લાડુ ધરાવતા હોય એ છીએ. એ લાડુ માં ખાંડ ,ગોળ,ઘી નું પ્રમાણ સારું એવું હોય છે.એટલે ડાયટીંગ કરનાર અથવા તો હાઇ કોલેસ્ટ્રોલ હોય અથવા ડાયાબિટસવાળા લોકો આ પ્રસાદ પેટ ભરી ને ના ખાઈ સકે.માટે મે અહી ઓટ્સ ના ખાંડ ફ્રી લાડુ બનાવ્યા છે અને ઘી ના ઉપયોગ વગર .નાના મોટા સૌ ને ભાવતી ચોકલેટ ના ઉપયોગ થી બનાવેલા સાથે પોષ્ટીક ખજૂર પણ આમાં એવા આ લાડુ દરેક ને ભાવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઓટ્સ
  2. 3/4 કપશેકેલા શીંગદાણા
  3. 3/4 કપખજૂર
  4. 150 ગ્રામડાર્ક ચોકલેટ
  5. 7 થી 8 પિસ્તા ની કતરણ
  6. 1 ચમચીપીનટ બટર
  7. 1 ટી સ્પૂનકોફી
  8. 1 ટી સ્પૂનચોકલેટ પાઉડર
  9. 1/4 ટી સ્પૂનવેનિલા એસેંસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પેલા એક કડાઈ માં ઓટ્સ ને બે થી ત્રણ મિનિટ સેકી લેવા.હવે ઓટ્સ ને દરદરા પીસી લેવા.શીંગદાણા ને પણ દનેદાર પીસી લેવા.ખજૂર ને પીસી ને પલ્પ બનાવો.

  2. 2

    એક બાઉલ માં દરદરાં પીસેલા ઓટ્સ અને શીંગદાણા લેવા સાથે ખજૂર નો પલ્પ અને પીનટ બટર લેવું.બધું જ સરખું મિક્ષ કરી લેવું.હવે તૈયાર મિશ્રણ ના બે ભાગ કરો એક ભાગ માં કોફી અને ચોકલેટ પાઉડર ઉમેરી મિક્સ કરી નાના નાના ગોળા વાળી લેવા. બીજા ભાગ માં વેનીલા એસેન્સ ઉમેરી મિક્સ કરો અને ગોળા વાળી લો.

  3. 3

    હવે ડાર્ક ચોકલેટ ના ઝીણાં ટુકડા કરી ડબલ બોઈલર ની મદદ થી પિ ગાળી લો. પિગળેલી ચોકલેટ માં તૈયાર કરેલ લાડુ એક એક કરી ડૂબાળી ને પરચમન પેપર પર કાઢી ને મૂકો.દરેક લાડુ પર પિસ્તા ની કતરણ મૂકી દો.અને તેને ઠંડા થવા દો.

  4. 4

    તૈયાર છે આપણા નો ખાંડ,નો ઘી,નો ઓઇલ એવા ઓટ્સ પિનટ ચોકલેટ લાડુ.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
પર
Ahmedabad

Similar Recipes