એગલેસ ચોકલેટ વૉલનટ બ્રાઉની (Eggless Chocolate Walnut Brownie Rec

ચોકલેટ બ્રાઉની એક અમેરિકન ડિઝર્ટ કે નાસ્તા નો પ્રકાર છે. બ્રાઉની ફજી, ગુઈ કે ચૂવિ એમ અલગ અલગ રીતે બનાવી શકાય અને એનો પ્રકાર એના ટેક્ષચર પરથી ખબર પડે છે. બ્રાઉની ને પ્લેઇન પણ બનાવી શકાય અથવા તો તેમાં નટ અને ચોકલેટ ચિપ્સ ઉમેરીને બનાવી શકાય. બ્રાઉની નાસ્તા તરીકે, ચા - કોફી સાથે અથવા તો વેનીલા આઈસ્ક્રીમ કે વ્હઈપ્ડ ક્રીમ સાથે ડિઝર્ટમાં સર્વ કરી શકાય.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ ઉપર ચારણી મૂકીને એમાં મેંદો, કોકો પાઉડર, બેકિંગ પાઉડર, મીઠું અને કોફી ઉમેરવા અને બધું ચાળી લેવું.
- 2
હવે બટર ને પીગાળી લેવું અને તેમાં પીગળેલી ચોકલેટ ઉમેરવી. હવે તેમાં તેલ, દહીં, દળેલી ખાંડ અને વેનિલા એસેન્સ ઉમેરી ને બધું બરાબર મિક્સ કરી લેવું.
- 3
હવે લોટના મિશ્રણને ચોકલેટના મિશ્રણમાં ઉમેરીને વ્હિસ્ક ની મદદથી બરાબર હલાવી લેવું. હવે તેમાં અખરોટ ઉમેરવા અને હલાવી લેવું. 8 * 8 ઈંચના એક બેકિંગ ટીનમાં બેકિંગ પેપર પાથરી એમાં તૈયાર કરેલું બ્રાઉની નું મિક્સ ઉમેરી દેવું.
- 4
એક ચમચા ની મદદથી આ મિશ્રણને ટીનમાં ફેલાવીને લેવલ કરી દેવું અને તેના પર થોડા અખરોટ ના ટુકડા પાથરવા. હવે બ્રાઉની ને પ્રિહીટેડ ઓવન માં 180 ડિગ્રી પર 20 થી 25 મિનિટ માટે બેક કરવી. ટૂથપીક અથવા તો ચપ્પુ સાફ નીકળે તો બ્રાઉની તૈયાર છે. તૈયાર ના હોય તો પાછી 5 મિનિટ માટે વધારે બેક કરવી. હવે બ્રાઉની ઓવનમાંથી બહાર કાઢીને એકદમ ઠંડી થવા દેવી ત્યારબાદ જ તેના ટુકડા કરવા. ટુકડા કરતાં પહેલાં બેકિંગ પેપર કાઢી લેવું અને ચોરસ અથવા લંબચોરસ ટુકડા માં કાપી લેવી.
- 5
ચોકલેટ વૉલનટ બ્રાઉની નાસ્તામાં ચા કોફી સાથે અથવા તો વેનીલા આઈસ્ક્રીમ કે વ્હઈપ્ડ ક્રીમ સાથે ડિઝર્ટ તરીકે પીરસી શકાય.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (8)