દૂધીનો હલવો (Bottle Gourd Halwa Recipe In Gujarati)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#mr
#મિલ્ક રેશીપી ચેલેન્જ.

દુધ અને દૂધી બંને પૌષ્ટિક.મેં અહીં
બંનેનું કોમ્બિનેશન કરી હલવાની રેશીપી બનાવી છે.જે સ્વાદિષ્ટ તો હોય જ સાથે હેલ્ધી પણ ખરી. વડી નાનાં-મોટાં સૌને ભાવે.ફરાળી પણ ખરી.જેથી ઉપવાસીઓની પણ પ્રિય-મઝેદાર વાનગી એટલે
"દૂધીનો હલવો".

દૂધીનો હલવો (Bottle Gourd Halwa Recipe In Gujarati)

#mr
#મિલ્ક રેશીપી ચેલેન્જ.

દુધ અને દૂધી બંને પૌષ્ટિક.મેં અહીં
બંનેનું કોમ્બિનેશન કરી હલવાની રેશીપી બનાવી છે.જે સ્વાદિષ્ટ તો હોય જ સાથે હેલ્ધી પણ ખરી. વડી નાનાં-મોટાં સૌને ભાવે.ફરાળી પણ ખરી.જેથી ઉપવાસીઓની પણ પ્રિય-મઝેદાર વાનગી એટલે
"દૂધીનો હલવો".

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1કીલો દૂધી
  2. 400 ગ્રામખાંડ
  3. 0ll લીટર દૂધ
  4. 3 ચમચીકાજુ -બદામની કતરણ
  5. 150 ગ્રામઘી
  6. 2 ચમચા મલાઈ
  7. 2 ચમચીમિલ્ક પાઉડર
  8. 0lll ચમચી ઇલાયચી પાઉડર
  9. ગાર્નિશીંગ માટે:-
  10. કાજુ -બદામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દૂધીને ધોઈને તેની છાલ કાઢી છીણી લો અને દૂધને ગરમ કરી લો.

  2. 2

    ત્યારબાદ ગેસ પર કડાઈમાં ઘી મૂકી તેમાં દૂધી ઉમેરો.ધીમી આંચે દુધીને સોફ્ટ થાય ત્યાં સુધી શેકી લો.

  3. 3

    હવે તેમાં દૂધ ઉમેરી દો.અને સતત હલાવતા રહો.દૂધ ઘટ્ટ થવા આવે ત્યારે તેમાં 0ll વાટકી દૂધમાં મિલ્ક પાઉડર ઓગાળી ઉમેરો અને હલાવતા રહો.

  4. 4

    હવે તેમાં ખાંડ ઉમેરો અને ખાંડ નું પાણી બળે ત્યાં સુધી હલાવતા રહો હલવો કડાઈની સાઈડ છોડવા લાગે એટલે તેમાં મલાઈ, કાજુ-બદામની કતરણ અને ઇલાયચી પાઉડર ઉમેરી થોડીવાર હલાવો. હલવો એકદમ થીક થાય એટલે ઉતારી લો.

  5. 5

    રૂમ ટેમ્પરેચર પર આવે એટલે ફ્રીઝમાં ઠંડો થવા મૂકો.ઠંડો થયા પછી સર્વિંગ બાઉલમાં લઈ વેફર સાથે સર્વ કરો.મેં અહીં એકલો જ સર્વ કરેલ છે.

  6. 6

    હલવામાં તમે ગ્રીન કલર પણ ઉમેરી શકો છો. મેં નેચરલ જ રાખેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

Similar Recipes