વાલ ની ખીચડી (Val Khichdi Recipe In Gujarati)

Durga Acharya @Durga589
વિસરાતી જતી વાનગી એક વાર જરૂર બનાવો
વાલ ની ખીચડી (Val Khichdi Recipe In Gujarati)
વિસરાતી જતી વાનગી એક વાર જરૂર બનાવો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વાલને જે દિવસે ખીચડી બનાવાની હોય એના આગલા દિવસે આખો દિવસ પલળવા દેવા.
- 2
બીજા દિવસે વાલનું પાણી નિતારી વાલ ના ફોલીને તેના ફોતરા અલગ કરી દેવા તેમજ ચોખાને ધોઈને પલાળી રાખવા.
- 3
હવે ખીચડી બનાવવા માટે તેલ ને ગરમ કરો..તેલ ગરમ થાય પછી તેમાં બધા ખડા મસાલા જેમ કે તજ, લવિંગ,તમાલપત્ર, સૂકા લાલ મરચા ઉમેરો.
હવે તેમાં લીમડાનાં પાન, જીરું, હિંગ અને લાલ મરચુ ઉમેરી તરત જ ફોલેલા વાલ ઉમેરો.
- 4
સ્વાદ અનુસાર મીઠું અને પાણી ઉમેરી વાળ ને ઢાંકીને 10 મિનિટ ચડાવી લો..ત્યારબાદ તેમાં પલાળેલા ચોખા ઉમેરી મિક્સ કરો.અને વધુ 5 મિનીટ ચડવી લો..હવે ખીચડી બરાબર ચડી જાય એટલે છેલ્લે તેમાં કિચનકિંગ મસાલો અને કોથમીર
ઉમેરી મિક્સ કરી ગરમા ગરમ સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15577296



ટિપ્પણીઓ