ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#mr
#cookpadgujarati
#cookpadindia
ફ્રુટ કસ્ટર્ડ એક ઇન્ડિયન ડેઝર્ટ છે. આ વાનગી ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રીમાંથી સરળતાથી બનાવી શકાય છે. આ ડેઝર્ટ બનાવવા માટે સૌથી વધારે દૂધ અને મિક્સ ફ્રૂટ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ડેઝર્ટમાં ઉમેરવામાં આવતું કસ્ટર્ડ ઘરે પણ બનાવી શકાય છે અને માર્કેટમાં કસ્ટર્ડ પાવડર રેડીમેડ પણ મળે છે. આ ડેઝર્ટમાં આપણે આપણી પસંદગી પ્રમાણે ના fruits ઉમેરી શકીએ છીએ.
આ ડેઝર્ટ ને તહેવારોમાં અને કોઈ પણ સારા પ્રસંગમાં વધુ પસંદ કરવામાં આવે છે. પુરી કે રોટલી સાથે આ ડેઝર્ટ વધુ સારું લાગે છે. લંચ કે ડિનર પછી પણ આ ડેઝર્ટને સર્વ કરી શકાય છે. નાના બાળકોથી માંડીને મોટા બધાને આ ડેઝર્ટ પસંદ આવે તેવું બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મીનીટ
5-6 કપ માટે
  1. 750ml ફુલ ફેટ દૂધ
  2. 1/2 કપખાંડ
  3. 2 Tbspકસ્ટર્ડ પાવડર
  4. 1/4 કપસમારેલા સફરજન
  5. 1/4 કપસમારેલા ચીકુ
  6. 1/4 કપસમારેલા કેળા
  7. 1/4 કપદાડમના દાણા
  8. 1/4 કપઓરેન્જ ના ટુકડા
  9. 1/4 કપકીવીના ટુકડા
  10. પસંદગી પ્રમાણે ડ્રાયફ્રુટ

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    એક હેવી બોટમ પેનમાં દૂધ લઈ તેને ઉકાળવા માટે મુકવાનું છે. તેમાંથી ત્રણ ચાર ચમચી જેટલું દૂધ અલગ કાઢી લેવાનું છે.

  2. 2

    આ અલગ કાઢેલા દૂધમાં કસ્ટર્ડ પાઉડર ઉમેરી તેની સ્લરી તૈયાર કરી સાઈડ પર રાખી દેવાની છે.

  3. 3

    હવે ઉકાડવા મુકેલુ દૂધ થોડું ઘટ્ટ થાય એટલે તેમાં ખાંડ ઉમેરવાની છે અને તે બરાબર રીતે ઓગળી જાય એટલે તેમાં તૈયાર કરેલી કસ્ટર્ડ પાવડર ની સ્લરી ઉમેરવાની છે.

  4. 4

    બધુ બરાબર રીતે મિક્સ કરી ફરી બે મિનિટ માટે ઉકાળવાનું છે. પછી ગેસની ફ્લેમ ઓફ કરી રૂમ ટેમ્પરેચર પર આવે પછી તેને ફ્રીઝમાં ઠંડું કરવા માટે મુકવાનું છે.

  5. 5

    પસંદગી પ્રમાણે નું બધું જ ફ્રુટ સમારી, તેને આ ઠંડા કરેલા કસ્ટડ મિલ્કમાં ઉમેરવાનું છે અને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

  6. 6

    હવે સર્વિંગ માટેના બાઉલમાં પહેલા થોડા ફ્રૂટ્સ ના પીસીસ ઉમેરવાના છે. પછી તેના પર તૈયાર કરેલું fruit custard ઉમેરવાનું છે. તેના પર ફરી થોડા ફ્રુટના અને ડ્રાયફ્રૂટ ના પીસ ઉમેરી ઠંડું સર્વ કરી શકાય.

  7. 7
  8. 8
  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes