શેર કરો

ઘટકો

1 કલાક
3 લોકો માટે
  1. 1 વાટકીતુવેર દાળ
  2. 1 વાટકીખાંડ
  3. 1 નાની વાટકીઘી
  4. 2 વાટકીઘઉં નો લોટ
  5. 1 સ્પૂનઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ તુવેર દાળ ગરમ પાણી થી ધોઈ ને 1 કલાક ગરમ પાણી માં પલાળી રાખો, પછી પાણી નિતારી ડબા માં ભરી કૂકર માં 3 સીટી કરી લો. કૂકર ઠંડું થાય એટલે તુવેર દાળ લચકા જેવી બફાઈ ગઈ હશે.

  2. 2

    હવે તપેલી માં 1 ટેબલ સ્પૂન ઘી નાંખી બાફેલી તુવેર દાળ અને ખાંડ ઉમેરી હલાવો. એકદમ ઘટ્ટ થઇ જાય એટલે પૂરણ ને ઠંડું થવા મૂકો. હવે ઘ ઘઉં નો લોટ માં તેલ નાખી રોટલી નો લોટ બાંધી લો અને દસ મિનિટ રેસ્ટ આપો, પછી લોટ મસળીને રોટલી વણી વચ્ચે 2 સ્પૂન પૂરણ મૂકી ફરી રોટલી હળવે હાથે વણો. તવી માં બધી પૂરણ પોળી શેકી લો. સરસ રીતે ઘી લગાવી પીરસો.

  3. 3

    આ સ્વાદિષ્ટ અને ટેસ્ટી પૂરણ પોળી ને પીરસો અને જમો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
પર
Junagadh ,Gujrat, Bharat
I like cook new recipe every day.
વધુ વાંચો

Similar Recipes