સીતાફળ રબડી (Sitafal Rabdi Recipe In Gujarati)

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda

#DIWALI2021 #custard apple
#mr
# cookpad Gujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
ચાર વ્યક્તિ
  1. લીટર દૂધ
  2. 1 ચમચીઈલાયચી પાઉડર
  3. 100 ગ્રામખાંડ
  4. 500 ગ્રામસીતાફળ નો પલ્પ
  5. 2 ચમચીબદામ પિસ્તાની કતરણ
  6. ચપટીજાયફળ

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    થોડા દૂધમાં સીતાફળની પેશીઓ નાખી તેને હાથથી મસળવું.જેથી બીયા અને માવો છૂટો પડે. આવી રીતે સીતાફળ નો પલ્પ તૈયાર કરો.

  2. 2

    કડાઈમાં દૂધ ઊકળવા મૂકવું. તેને સતત હલાવતા રહો. જેથી નીચે ચોંટે નહીં. દૂધ એકદમ જાડુ થાય અને મલાઈ થાય એટલે તેમાં મલાઈ ઉખાડી દૂધમાં ઉમેરો. દૂધ 1/2 થાય એટલે તેમાં ખાંડ નાખી ઉકાળો. દૂધ બરાબર ઉકળી જાય એટલે ગેસ પરથી ઉતારી દો.

  3. 3

    દૂધ ઠંડું થાય એટલે ઈલાયચી અને જાયફળ પાઉડર ઉમેરી હલાવો. પછી સીતાફળ નો પલ્પ નાખો. હવે તેને હલાવી ફ્રીઝમાં ઠંડું થવા મૂકો. ચિલ્ડ સીતાફળ રબડી તૈયાર છે.

  4. 4

    સીતાફળ રબડી મટકી માં ભરી તેમાં બદામ પિસ્તાની કતરણ નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
પર
Baroda
મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે મારી મમ્મી અને મારી સાસુ જે વાનગીઓ બનાવતા હતા તેમની પાસેથી શીખી ને હું પણ બનાવું છું મારા ફેમિલીને એ વાનગીઓ ખૂબ જ ભાવે છે મને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવવું ખૂબ જ ગમે છે હવે તો કુક પેડ માં થી ઘણું બધું શીખવાનું મળે છે ને મારા ફેમિલી નો ખુબ જ સપોર્ટ મળે છે થેન્ક્યુ કુક પેડ એડમીન
વધુ વાંચો

Similar Recipes