સીતાફળ રબડી (Sitafal Rabdi Recipe In Gujarati)

Varsha Dave
Varsha Dave @cook_29963943

#શિયાળા સ્પેશિયલ
શિયાળા માં સીતાફળ ની સીઝન હોય અને સીતાફળ રબડી નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય.આ રબડીઆપણે ઘરે પણ બનાવી શકાય છે જે અસલ બહાર જેવી જ બને છે.ઘરે બનાવીએ એટલે હેલ્ધી અને હાય જેનિક પણ બને છે.

સીતાફળ રબડી (Sitafal Rabdi Recipe In Gujarati)

#શિયાળા સ્પેશિયલ
શિયાળા માં સીતાફળ ની સીઝન હોય અને સીતાફળ રબડી નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય.આ રબડીઆપણે ઘરે પણ બનાવી શકાય છે જે અસલ બહાર જેવી જ બને છે.ઘરે બનાવીએ એટલે હેલ્ધી અને હાય જેનિક પણ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 2લીટર ફૂલ ફેટ દૂધ
  2. 1+1/2 વાટકી સાકર
  3. 4 નંગપાકા સીતાફળ
  4. 1 ટી સ્પૂનઇલાયચી પાઉડર
  5. બદામ જરૂર મુજબ
  6. કેસર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    ગેસ પર એક વાસણ ને પાણી થી ધોઈ તેમાં દૂધ ગરમ કરવા મૂકો.અને તવેથા થી હલાવતા રહો.કેસર દૂધ માં પલાળી ને રાખો.સાકર અલગ રાખો.સીતાફળ ને ધોઈ બિયા કાઢી બધો પલ્પ અલગ કરી લો.અને ગરણી થી ચાળી અલગ રાખો.

  2. 2

    ઊકળવા લાગે એટલે એક લીટર માં 6 ટી સ્પૂન એટલે પોણી વાટકી જેવું માપ થાય.એ રીતે દોઢ વાટકી એટલે કે 12 ચમચી સાકર ઉમેરો..તમે ખાંડ પણ નાખી શકો છો.પણ સાકર ખાંડ કરતાં વધારે સારી એટલે હું સાકર વાપરું છું.હવે હલાવતા રહો.

  3. 3

    ખુબ ઉકળી અને ધટ્ટ થવા લાગે એટલે વાસણ માં આજુ બાજુ ચોંટેલી મલાઈ ઉખેળી ને દૂધ માં ઉમેરો.આને પલાળી ને રાખેલું કેસર ઉમેરી દો.ઇલાયચી પાઉડર અને બદામ સમારેલી ઉમેરી દો.ત્યાર બાદ સીતાફળ નો પલ્પ ઉમેરી દો.અને પાંચ મિનિટ ઉકાળી.

  4. 4

    હવે બધું ઉકળી ને ધટ્ટ થાય એટલે ઉપર મલાઈ જમવા લાગશે એટલે ગેસ પરથી ઉતારી લો. રબડી ને ઠંડા પાણી નાં વાસણ માં ઠારી ને ફ્રીઝ માં ઠંડી કરવા મૂકી દો.

  5. 5

    આ રબડી ફરાળ માં પણ બનાવી શકાય છે.અને મિષ્ટાન તરીકે પણ બનાવી શકાય છે તેનેસર્વ કરવામાં આવે છે અને સ્વાદમાં પણ એકદમ બહાર જેવી જ લાજવાબ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Dave
Varsha Dave @cook_29963943
પર
Hobby is to make different dishes innovative, delicious and to serve others.
વધુ વાંચો

Similar Recipes