સીતાફળ રબડી(Sitafal Rabdi Recipe in Gujarati)

Divya Dobariya
Divya Dobariya @cook_24549539

#GA4
#Week8
#Milk
#Post41
રબડી નું નામ સાંભળતા જ દરેકના મોઢામાં પાણી આવી જાય છે મોટેભાગે આપણે રબડી બજારમાંથી લાવીએ છીએ. પરંતુ ઘરે બનાવીએ તો એની મજા જ કંઈક અલગ હોય અને કોઈ પણ ભેળસેળ વગર એકદમ ટેસ્ટી અને તાજી સીતાફળ રબડી ખાવા મળે. હમણાં સીતાફળ ખુબ સારા મળે છે. તો મેં સીતાફળ રબડી બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 2સીતાફળ નો પલ્પ
  2. 1લીટર ફૂલ ફેટ દૂધ
  3. 4 ચમચીખાંડ(સ્વાદઅનુસાર સીતાફળની ગળાશ હોવાથી)
  4. 1/2 વાટકીમલાઈ
  5. 1/2 વાટકીમિલ્ક પાઉડર
  6. (ઓપ્શનલ)
  7. 2 ચમચીકેસરવાળું દૂધ
  8. 1/2 ચમચીએલચીનો પાઉડર
  9. 1 ચમચીચારોળી
  10. 10-12 નંગકાજુ
  11. 10-12 નંગબદામ
  12. 10-12 નંગપિસ્તા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ સીતાફળ નો પલ્પ કાઢી લેવો તેને ફ્રિજ માં રાખી દેવો. હવે દૂધ ગરમ કરવા મૂકવું તેમાં મલાઈ અને મિલ્ક પાઉડર ઉમેરી મિક્સ કરવું. મિલ્ક પાઉડર ના ગઠ્ઠા ના પડે એનું ધ્યાન રાખવું. ગેસ ની ફ્લેમ મઘ્યમ રાખવી ધીમે ધીમે હલાવતા જવું દૂધ નીચે બેસે નઈ એનું ધ્યાન રાખવું.

  2. 2

    સાઈડ માં જે મલાઈ ચોંટે એને દૂધ માં મિક્સ કરતી જવી. 1/2 દૂધ થઈ જાય એટલે તેમાં ખાંડ અને ઈલાયચી પાઉડર, કેસરવાળુ દૂધ, ચારોળી ઉમેરી સારી રીતે હલાવી તેમાં ડ્રાયફ્રુટ કતરણ ઉમેરો. દૂધ 5 મિનિટ ઉકાળી તેને હલાવતા રહો હવે તેમાં સીતાફળ નો પલ્પ ઉમેરો.

  3. 3

    હવે ગેસ ની ફ્લેમ બંધ કરી તેને ઠંડુ થવા દો. ઠંડું થઈ જાય એટલે તેને ફ્રીજ માં મુકો. સમય વધુ હોય તો પૂરી રાત રહેવા દો સારી રીતે સેટ થઈ જશે. ત્યારબાદ તેને ચમચા વળે ખૂબ હલાવી ઠંડી ઠંડી સર્વે કરો.(રબડી વધુ જાડી ભાવતી હોઈ તો મિલ્ક પાઉડર વઘુ ઉમેરવો અથવા વધુ વાર દૂધ ઉકાળવું)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Divya Dobariya
Divya Dobariya @cook_24549539
પર

Similar Recipes