વઘારેલી વેજીટેબલ ખીચડી (Vaghareli Vegetable Khichdi Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

#CB1
#week1
છપ્પન ભોગ ચેલેન્જ
વઘારેલી વેજીટેબલ ખીચડી

વઘારેલી વેજીટેબલ ખીચડી (Vaghareli Vegetable Khichdi Recipe In Gujarati)

#CB1
#week1
છપ્પન ભોગ ચેલેન્જ
વઘારેલી વેજીટેબલ ખીચડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૨ વ્યક્તિ માટે
  1. 1 નાની વાટકીચોખા
  2. 2 ચમચીમગની દાળ
  3. 2 ચમચીતુવેર દાળ
  4. 2 ચમચીચણાની દાળ
  5. 2 ચમચીમસૂર ની દાળ
  6. 1 ચમચીશીંગ દાણા
  7. ૩-૪ ચમચી ઘી
  8. 1/2 ટી સ્પૂનરાઈ
  9. 1/2 ટી સ્પૂનજીરું
  10. 1સૂકૂ લાલ મરચું
  11. 1/2 ચમચીહિંગ
  12. 1 ટી સ્પૂનહળદર
  13. 1 ટી સ્પૂનમરચું પાઉડર
  14. 1/2 ચમચીગરમ મસાલો
  15. 1 ચમચીમીઠું
  16. 1વાટકો મિક્સ વેજીટેબલ
  17. ગાજર 🥕
  18. બટાકુ
  19. કેપ્સિકમ
  20. ટામેટું
  21. 1ડુંગળી
  22. ૪/૫ લીમડા ના પાન
  23. ફણસી / મટર બધા જ વેજીટેબલ નાખી શકાય
  24. આદુ મરચાં અને લસણ ની પેસ્ટ
  25. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ચોખા અને બધી જ દાળ મિક્સ કરી ને સરખી રીતે ધોઈ અને ૧૦ મીનીટ પલાળી દેવી અને શીંગ દાણા ને પણ પલાળી દેવા

  2. 2

    ત્યારબાદ એક કુકર માં ૩/૪ ચમચી ઘી ગરમ કરવા મૂકવું પછી તેમાં રાઈ જીરું હિંગ સૂકા લાલ મરચાં નાખી ને સરખું મિક્સ કરી લેવું

  3. 3

    ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી સાંતળો અને થોડી વાર પછી તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરવી અને લીમડાના પાન નાખી દેવા

  4. 4

    ત્યારબાદ તેમાં જીણા સમારેલા ટામેટા નાખી દેવા અને સાંતળવું

  5. 5

    બધા વેજીટેબલ ને જીણા કયુબ મા કાપી ને તૈયાર કરી લો

  6. 6

    ટામેટાં સંતળાઈ જાય પછી તેમાં બધા વેજીટેબલ નાખી ને સરખું મિક્સ કરી લેવું

  7. 7

    પછી તેમા હળદર મરચું પાઉડર ગરમ મસાલો મીઠું નાખી ને હલાવવું

  8. 8

    ૪/૫ મીનીટ સુધી ધીમા તાપે ચડવા દેવું અને પલાળેલા શીંગ દાણા નાખી દેવા. પછી ૨ ગ્લાસ પાણી નાખી ને ઊકળવા દેવું. પાણી સરખું ઉકળી જાય પછી તૈયાર કરેલી ખીચડી કુકરમાં નાખી દેવી અને ૩/૪ સીટી બોલાવી દેવી.

  9. 9

    તો તૈયાર છે સ્વાદિષ્ટ ગરમા ગરમ
    #CB1 વઘારેલી વેજીટેબલ ખીચડી
    અમારા ઘરમાં બધાને વેજીટેબલ ખીચડી બહું જ ભાવે છે તો મેં આજે ખીચડી ડુંગળી ટામેટાં ની સલાડ છાશ અને પાપડ સાથે સર્વ કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

Similar Recipes