દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

Dimple prajapati
Dimple prajapati @Dimple_Dishes
Vadodara, Gujarat

#CB1
દાળ ઢોકળી એ ગુજરાતીઓની ફેવરિટ ડીશ છે. તે તુવેર ની દાળ માંથી બને છે અને દાળ ઢોકળી ને જમતી વખતે સાથે કોઈ પણ શાક કે રોટલી વગર એકલી દાળ ઢોકળી પણ જમી શકાય.

દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

#CB1
દાળ ઢોકળી એ ગુજરાતીઓની ફેવરિટ ડીશ છે. તે તુવેર ની દાળ માંથી બને છે અને દાળ ઢોકળી ને જમતી વખતે સાથે કોઈ પણ શાક કે રોટલી વગર એકલી દાળ ઢોકળી પણ જમી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ - મિનિટ
3 - વ્યકિત
  1. સામગ્રી:- ઢોકળી માટે
  2. ૧ કપઘઉંનો લોટ
  3. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  4. ૧ ચમચીહળદર પાઉડર
  5. ૧/૨ ચમચી - અજમો
  6. ૧ ચમચો - તેલ
  7. સ્વાદ અનુસારમીઠું
  8. જરૂર મુજબ પાણી
  9. સામગ્રી દાળ માટે
  10. ૧/૨ કપ દાળ
  11. ૧ ચમચી- હળદર પાઉડર
  12. ૧ ચમચી- લાલ મરચું પાઉડર
  13. ૨ નંગ- લીલા મરચાં ઝીણાં સમારેલાં
  14. ૧ ચમચી- રાઈ
  15. ૧ ચમચીજીરૂ
  16. ૩-૪ ચમચી - તેલ
  17. ૨ નંગસૂકા લાલ મરચાં
  18. ૧ નંગટામેટું ઝીણું સમારેલુ
  19. લીંબુનો રસ
  20. ૨ ચમચીખાંડ
  21. ૧ ચમચીગરમ મસાલો
  22. તમાલપત્ર
  23. ચપટીહિંગ
  24. થોડામીઠી લીમડી ના પાન
  25. થોડાં લીલા ધાણા સમારેલાં
  26. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૪૦ - મિનિટ
  1. 1

    તુવેરની દાળને સરસ પાણીથી ધોઈ કુકરમાં લઈ ચાર સીટી વગાડી બાફી લેવી.

  2. 2

    ઘઉંના લોટને એક વાસણમાં લઈ ઢોકળી માટેની સામગ્રી મિક્સ કરી કઠણ પરોઠા જેવો લોટ બાંધી લેવો પછી લોટને દસ મિનિટ ઢાંકીને મૂકી રાખો. હવે ઢોકળી માટે બાંધેલો લોટ લઇ તેના લુઆ કરી પાતળી રોટલી વણી મનગમતા આકારમાં કટિંગ કરી લેવી.

  3. 3

    હવે એક કડાઈમાં તેલ લઇ ગેસ પર મધ્યમ તાપે મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરુ,હીંગ તમાલપત્ર, આખા લાલ મરચાં, સમારેલાં લીલા મરચાં,લીમડી ના પાન અને સમારેલું ટામેટું નાખી વઘાર કરવો ૧ મિનિટ ટામેટાં ચડવા દેવા.

  4. 4

    ત્યાર પછી તેમાં બાફેલી દાળ ઉમેરી હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, સ્વાદ અનુસાર મીઠું, ગરમ મસાલો, લીંબુનો રસ અને ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં ઢોકળીના ટુકડા નાખી બરાબર મિક્સ કરી ઢાંકી ૧૫ થી ૨૦ મિનિટ ધીમા તાપે ચડવાં દેવું

  5. 5

    ૨૦ મિનિટ પછી ગેસ બંધ કરી તેમાં લીલા ધાણાથી ગાર્નિશ કરી દાળ ઢોકળી સર્વ કરવી. તો તૈયાર છે આપણી ચટપટી દાળ ઢોકળી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dimple prajapati
Dimple prajapati @Dimple_Dishes
પર
Vadodara, Gujarat
Cooking is my hobby❣️
વધુ વાંચો

Similar Recipes