મેથી નાં ગોટા (Methi Gota Recipe In Gujarati)

Nita Dave
Nita Dave @cook_31450824

કાઠિયાવાડ માં ભજીયા બધા નાં ફેવરિટ હોય છે ખાસ કરી ને વરસાદ ની ઋતુ માં ભજીયા બધા નાં ધર માં બનતા જ હોય છે.એમાંય મેથી નાં ગોટા ની વાત જ જુદી છે.મેથી ના ગોટા ચીવટ થી બનાવવા માં આવે તો ખુબ જ સ્વાદિષ્ટ અને પોચા રૂ જેવા બને છે.મે અહીંયા નાની નાની ટિપ્સ આપી ને,થોડી અલગ રીત થી મેથી નાં ગોટા ની રેસીપી શેયર કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 3 વાટકા ચણા નો લોટ
  2. 1ઝૂડી મેથી ની ભાજી
  3. 50 ગ્રામકોથમીર
  4. 2 નંગમરચાં
  5. 1કટકો આદુ
  6. 8,10લસણ ની કળી
  7. 1 ટી સ્પૂનઆખા મરી
  8. 1 ટી સ્પૂનઆખા ધાણા
  9. 1 ટી સ્પૂનહળદર
  10. 1ટી હિંગ
  11. મીઠું સ્વાદ મુજબ
  12. 1 નંગલીંબુ
  13. 1/2ખાવાનો સોડા
  14. તેલ તળવા માટે
  15. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    મેથી ની ભાજી,કોથમીર વીણી, ધોઈ અને સમારી લો.આદુ મરચા લસણ જીણા સમારી લો.એક વાસણ માં બેસન લઈ તેમાં આ બધી વસ્તુ ઉમેરી દો. અને બધા સૂકા મસાલા એડ કરી દો.

  2. 2

    હવે થોડું થોડું પાણી ઉમેરો અને ખીરું તૈયાર કરો પાણી એકસાથે ના નાખતા થોડું થોડું ઉમેરવું જેથી ખીરુ પાતળું ન થાય ખીરાને થોડું જાડુ રાખો.

  3. 3

    તૈયાર થયેલા ખીરામાં ખાવાનો સોડા નાખી તેની ઉપર લીંબુનો રસ એડ કરવો જેથી કરીને સોડા એક્ટિવેટ થશે ત્યારબાદ મિશ્રણને બરાબર મિક્સ કરી લેવું.

  4. 4

    હવે ગેસ પર એક તવા માં તેલ મૂકીને ગરમ થાય એટલે તેમાં મેથીના ગોટા મુકવા ગેસ મીડિયમ રાખવો જેથી ગોટા અંદરથી કાચા ના રહે.ગોટા ફૂલી ને ઉપર આવે એટલે તેલ માંથી કાઢી લો આવી રીતે બધા જ મેથીના ગોટા બનાવી લો.

  5. 5

    હવે આ મેથી નાં ગરમાગરમ ગોટા સર્વ કરવા માટે તૈયાર છે. તેને આમલીની ચટણી,ટામેટાં સોસ,લીલા મરચા,કાંદા સાથે સર્વ કરી શકાય છે.

  6. 6

    આ મેથી નાં ગોટા વરસાદ તેમજ શિયાળા ની ઋતુ માં ખાવા ની બહુ મજા આવે છે.તેમાં મરી, લસણ, હિંગ જેવી પાચક વસ્તુ વાપરી હોવાથી સુપાચ્ય છે અને સ્વાદ માં તો લાજવાબ બને છે.તમે પણ જરૂર થી ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nita Dave
Nita Dave @cook_31450824
પર

Similar Recipes