કેસર દૂધપાક (Kesar Doodhpaak Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
કેસર દૂધપાક (Kesar Doodhpaak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં દૂધ ઉકળવા મૂકો. પછી તેમાં બે ઉભરા આવે એટલે કેસર અને પલાળેલા ચોખા નાખી ઉકળવા દો. ચોખા ચઢી જાય પછી તેમાં ખાંડ અને ઇલાયચીનો ભૂકો નાંખી બરાબર મિક્સ કરી હલાવો. પાંચ મિનિટ ઉકળવા દો.
- 2
દૂધપાક બરાબર ઉકરી ગયો છે. પછી ગેસ બંધ કરી તેને નીચે ઉતારી લો.રેડી છે કેસર દૂધપાક. તેને સર્વિંગ બાઉલમાં લઈ બદામ પિસ્તાની કતરણ અને ચારોળી મૂકી સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
દૂધપાક(dudhpak recipe in Gujarati)
આજે ગણેશચતુર્થી અને અમારે જનોઈ પન બદલે એ નિમિત્તે મે આજે બનાવયોછે .#ગણપતિ#પોસ્ટ૧ Manisha Hathi -
-
કેસર દૂધપાક (kesar Doodhpak Recipe In Gujarati)
#દૂધપાક#ટ્રેન્ડિંગવાનગી#ટ્રેન્ડિંગ#ટ્રેડિંગ#trending#સાઈડ ભાદરવા મહિના ના શ્રાદ્ધ ના દિવસો ચાલી રહ્યા છે। ગુજરાત માં ખાસ કરી ને આ મહિના માં પૂર્વજોને અર્પણ કરવા માટે દૂધપાક બનાવવા માં આવે છે। એટલા માટે આ સમયે દૂધપાક ની રેસીપી સૌથી ટ્રેડિંગ હોય છે। મારા મમ્મી ના હાથ નો દૂધપાક મને ખૂબ જ ભાવે છે। હું એમની પાસે થી જ આ રેસીપી શીખી છું.દૂધપાક એ ગુજરાતી અને પારસી વાનગીઓની વિશેષતા છે, જેમાં દૂધ, ચોખા અને ખાંડનો સમાવેશ થાય છે. તેમાં સામાન્ય રીતે ઇલાયચી, જાયફળ અથવા કેસર જેવા મસાલા અને વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટ અને બદામ, પિસ્તા, કાજુ અથવા ચારોલી (જેને ચિરોનજી પણ કહેવામાં આવે છે) જેવા સ્વાદ હોય છે.ભારતમાં, ખાસ કરી ને ગુજરાત માં આ પરંપરાગત ક્રીમી મીઠાઈ સામાન્ય રીતે ખાસ પ્રસંગો અને તહેવારો માટે તૈયાર કરવામાં આવે છે, અને તે ગરમ પૂરી અથવા પકોડા સાથે માણી શકાય છે.આરોગ્ય હેતુ પણ દૂધપાક ગુણકારી છે. ભાદરવા મહિના માં દિવસ ગરમ અને રાત ઠંડી હોવાથી શરદી ખાંસી ની શક્યતા વધુ હોય છે જેમાં ગરમ દૂધ અને ચોખા નું એટલે કે દૂધપાક નું સેવન કફનાશક બને છે. Vaibhavi Boghawala -
ડ્રાયફુટ દૂધપાક (Dryfruit Doodhpak Recipe In Gujarati)
#mrશ્રાદ્ધ પક્ષમાં દૂધપાક ખાવા થી હેલ ખૂબ જ સારી રહે છે અને પિતૃઓ માટે આપણે શ્રાધ નાખવામાં દૂધ અને ચોખાનો ઉપયોગ કરીએ છીએ એટલે બધાના ઘરે દૂધપાક બને છે Kalpana Mavani -
દૂધપાક (Dudhpak Recipe in gujarati)
#mrPost1દૂધપાક એક ગુજરાતની ટ્રેડિશનલ મીઠાઈ છે. દૂધપાક અને ખીર બને દૂધ અને ચોખા માંથી બનાવવામાં આવે છે. દૂધપાક માં ચોખા ઓછા એડ કરવામાં આવે છે અને દૂધ ને વધારે બાળવામાં આવે છે. જેથી તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. દૂધપાક માં સુકામેવા અને ઈલાયચી ઉમેરવામાં આવે છે પરંતુ ચારોળીના લીધે દૂધપાક નો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે. દૂધપાક વાર તહેવારે અને પૂજામાં બનાવવામાં આવતી મિઠાઈ છે. Parul Patel -
કેસર પેડા નો પ્રસાદ (Kesar Penda Prasad Recipe In Gujarati)
#DIWALI2021#mr#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
રજવાડી કેસર ખીર (Rajwadi Kesar Kheer Recipe In Gujarati)
રજવાડી કેસર દૂધપાક - ખીર#શ્રાધ્ધ_સ્પેશિયલ_દૂધપાક_ખીર#SSR #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujrati #Cooksnapchallangeમારા વ્હાલા ઠાકોરજી ને પણ અતિ પ્રિય છે.શ્રાધ્ધ ના મહિનામાં પિતૃઓનાં તર્પણ અને શાંતિ માટે, તેમને યાદ કરી ને , તેમની પુણ્યતિથિ પ્રમાણે ભૂદેવ ને જમાડવાની ભારતીય હિન્દુ ધર્મ ની શાસ્ત્રીય પ્રણાલિકા છે. તેમાં ખાસ દૂધ અને ચોખા માંથી બનતો દૂધપાક - ખીર બનાવી ને ખવડાવાય છે. દૂધપાક ને પૂરી નું બ્રહ્મભોજન માં આગવું સ્થાન છે. Manisha Sampat -
કેસર દૂધપાક (Kesar Doodhpaak Recipe In Gujarati)
#PRPost9આજે મહાવીર જન્મવાંચન ના દિવસે આપ સૌનું મોઢું મીઠું કરાવા આ કેસર દૂધપાક ની રેસિપી શેર કરું છુ. Jigisha Modi -
દૂધપાક (Dudhpak Recipe In Gujarati)
દૂધપાક -પુરી નું જમણ સૌથી શાહી અથવા રજવાડી જમણ કહેવાય છે. તહેવાર હોય કે પ્રસંગ હોય. દૂધપાક વાનગીઓનો રાજા કહી શકાય. દૂધપાક આપણે રૂટિનમાં તો બનાવતા જ હોઈએ છીએ પણ સ્પેશ્યલ શ્રાધ્ધમાં તો ઘરે-ઘરે બનતો હોય છે. ભાદરવો મહિનો એટલે વર્ષાઋતુનો અંત અને શરદઋતુના પ્રારંભનો સમય. અહીં દિવસે ખૂબ ગરમી લાગે અને રાત્રે ઠંડક થઈ જાય. એથી, માંદગી આવવાની શક્યતા વધી જાય. શરદી-કફ અને તાવની ફરિયાદ અનુભવાય. આવા સંજોગોમાં આયુર્વેદ મુજબ ગરમ દૂધ અને ચોખાનું મિશ્રણ કફ નાશક સાબિત થતું હોઈ, ભાદરવાના આ ૧૬ દિવસ કે જ્યાં વાતાવરણના તાપમાનમાં વિષમતાને લીધે ઉત્પન્ન થતા રોગોના શમનમાં દૂધપાક મદદરૂપ સાબિત થાય છે.#mr#doodhpak#દૂધપાક#traditionalrecipe#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
-
કેસર ડ્રાયફ્રુટ નો દૂધપાક (Kesar Dryfruit Doodhpaak Recipe In Gujarati)
#mrમિલ્ક રેસિપી ચે લેન્જ Bina Talati -
દૂધપાક (Dudhpak recipe in gujarati)
દૂધપાક બનાવવા ના બે કારણ પહેલું ગઈકાલ થી શ્રાદ્ધ ચાલુ થઈ ગયા માટે દરેક ના ઘરે દૂધપાક બનાવવામાં આવે છે. બીજું કારણ ભાદરવા મહિનો અને ચોમાસામાં ના દિવસો આ સમયે જે તાવ આવે તેને પિત્ત નો તાવ કહેવાય છે. પિત્ત ને શમાવવા માટે દૂધ અને ખાંડ ખાવાથી પિત્ત શમી જાય છે. Jignasha Upadhyay -
-
દૂધપાક(dudhpaak recipe in gujarati)
કાઠીયાવાડ ની ટ્રેડીશનલ વાનગી છે. અત્યારે ભાદરવા મહિના મા શ્રાદ મા ઘરે ઘરે બને છે. Ilaba Parmar -
-
કેસર દૂધપાક (Kesar Dudh Paak Recipe in Gujarati)
#ટ્રેડિંગ#week1#કેસર_દૂધ_પાક ( Kesar Dudh Paak Recipe in Gujarati ) દૂધ પાક ગુજરાતી ટ્રેડિસનલ ડેઝર્ટ છે. આ એક પ્રવાહી મિષ્ટાન છે જે ગુજરાત માં ઘણું પ્રસિદ્ધ છે. આ વાનગી બનાવવામાં ઘણી સરળ છે.દૂધ પાક માં મુખ્યત્વે દૂધ ચોખા ખાંડ કેસર એન્ડ સૂકા મેવા જેવી સામગ્રી હોય છે. આ ઉપરાંત આમાં ચારોળી એન્ડ ઈલાયચી પાઉડર પણ ઉમેરવા માં આવે છે. આ કેસર દૂધ પાક ખાવા ની અસલી મજા પૂરી સાથે આવે છે. મહેમાન આવે ત્યારે મોટાભાગ ના લોકો ના ઘરે સ્વીટ માં કોઈ ડીશ બનતી હોય છે તો તે છે દૂધ પાક. Daxa Parmar -
મગની દાળનો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#CB6#COOKPADGUJRATI#COOKPADINDIA Jayshree G Doshi -
દૂધપાક (Dhud paak recipe in gujarati)
આજથી શ્રાદ્ધ ચાલુ થયા અને શ્રાદ્ધ માં હર હંમેશ બનતી વાનગી એટલે દૂધપાક Meera Pandya -
-
દૂધપાક (Doodh Pak Recipe In Gujarati)
પિતૃપક્ષમાં દરેકના ઘરે દૂધપાક થતો જ હોય છે. આપણા ત્યાં પિતૃપક્ષમાં દૂધપાક ખાવાથી આપણી પ્રકૃતિને નડતો નથી. દૂધ અને ખાંડ એ આ દિવસોમાં પિત્ત થવા દેતું નથી. Priyanka Chirayu Oza -
-
કેસર પેંડા(Kesar Peda Recipe In Gujarati)
#RJS#ATW2#TheChefStoryરાજકોટના પેંડા વિશ્વભરમાં પ્રખ્યાત છે દેશ-વિદેશના લોકો અહીંથી ખરીદીને જાય છે તેમજ દેશ વિદેશમાં આ પેંડા મોકલવામાં પણ આવે છે Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15477851
ટિપ્પણીઓ (3)