ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#cookpadindia
#cookpadguj
#cookpad
શિયાળામાં સરસ મજાના ગાજર મળે છે ત્યારે ગાજરનું અથાણું, સલાડ, પરોઠા , હલવો વગેરે બનાવીએ છીએ. ગાજર એ ખૂબ પૌષ્ટિક છે અને તેનું સેવન કરવું જોઈએ.

ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

#cookpadindia
#cookpadguj
#cookpad
શિયાળામાં સરસ મજાના ગાજર મળે છે ત્યારે ગાજરનું અથાણું, સલાડ, પરોઠા , હલવો વગેરે બનાવીએ છીએ. ગાજર એ ખૂબ પૌષ્ટિક છે અને તેનું સેવન કરવું જોઈએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ ગાજર
  2. ૧૫૦ ગ્રામ ખાંડ
  3. ૬૦૦ ગ્રામ દૂધ
  4. ૧ ટેબલ સ્પૂનઘી
  5. ટુકડા૪-૫ કાજુના
  6. ૧/૨ ટીસ્પૂનઈલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૫૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગાજર ને ધોઈ અને છીણી લેવા. એક પેનમાં ઘી ગરમ કરી અને તેમાં દૂધ એડ કરો. દૂધ ઉકળવા લાગે એટલે તેમાં ગાજરનું છીણ નાખો. ગેસ ની ફ્રેમ મીડીયમ રાખો અને સતત હલાવતા રહો જેથી તળિયે બળી ન જાય.

  2. 2

    જ્યારે બધું જ દૂધ બળી જાય અને લચકાદાર ગાજરનું છીણ તૈયાર થાય એટલે તેમાં ખાંડ ઉમેરો.હવે ખાંડનું પાણી છૂટશે તે બળી જાય ત્યાં સુધી ધીમા તાપે હલાવ્યા કરવું. હવે હલવામાંથી ઘી છૂટુ પડવા લાગશે. આ સ્ટેજ ઉપર તેમાં ઈલાયચી પાઉડર અને કાજુના ટુકડા નાખી મિક્સ કરો ગેસ ઓફ કરી દો. બાઉલમાં હલવો કાઢી લો.તૈયાર છે delicious ગાજરનો હલવો !!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes