મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29

અત્યારે શિયાળા દરમિયાન જ્યારે ખૂબ સરસ શાક આવતા હોય ત્યારે રોજ જુદી જુદી સબજી બનાવીને ખાવાની ખૂબ મજા આવે છે. આવી જ 1 સબજી એટલે મટર પનીર. મેં બનાવ્યું છે તમે પણ ચોક્કસ બનાવજો.
#WK2

મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)

અત્યારે શિયાળા દરમિયાન જ્યારે ખૂબ સરસ શાક આવતા હોય ત્યારે રોજ જુદી જુદી સબજી બનાવીને ખાવાની ખૂબ મજા આવે છે. આવી જ 1 સબજી એટલે મટર પનીર. મેં બનાવ્યું છે તમે પણ ચોક્કસ બનાવજો.
#WK2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 થી 45 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 3ડુંગળી
  2. 3ટોમેટો
  3. 2 ટીસ્પૂનઆદું લસણ ની પેસ્ટ
  4. 1લીલું મરચું
  5. 2 ટેબલસ્પૂનઘી
  6. 12-15 નંગકાજુ
  7. 2 ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  8. 2 ચમચીદહીં
  9. 1/2 ટી સ્પૂનજીરું
  10. 1તમાલપત્ર
  11. ચપટીહળદર
  12. 1/2ટીસ્પૂન લાલ મરચું પાઉડર
  13. 1 ટી સ્પૂનકિચન કિંગ મસાલો
  14. 1 ટી સ્પૂનધાણા જીરું પાઉડર
  15. 1/4 ટી સ્પૂનગરમ મસાલો
  16. 2 ચમચીક્રીમ
  17. 1/2 થી 1 કપ ગરમ પાણી
  18. 1 કપવટાણા કુક કરેલા
  19. 250 ગ્રામફ્રેશ પનીર
  20. 3 ટેબલ સ્પૂનકોથમીર
  21. ચપટીકસૂરી મેથી
  22. 1/2 ચમચી ખાંડ (ઓપ્શનલ)
  23. ગાર્નિશીંગ માટે
  24. ડુંગળી
  25. કોથમીર

રાંધવાની સૂચનાઓ

40 થી 45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ડુંગળી ને ઝીણી સમારી લો. 1 પેન માં 1 ટેબલ સ્પૂન ઘી ગરમ મૂકો. તેમાં ડુંગળી, આદુ અને લસણ ની પેસ્ટ અને લીલા મરચાં ઉમેરો. ડુંગળી બ્રાઉન રંગ ની થાય ત્યાં સુધી કૂક કરો.

  2. 2

    મિશ્રણ ઠંડુ પડે એટલે 1 મિક્સર જાર માં લઈને તેમાં કાજુ, 2 ટી સ્પૂન લાલ મરચું પાઉડર અને દહીં ઉમેરી પેસ્ટ બનાવી લો. હવે એ જ પેન માં ફરી 1 ટેબલ સ્પૂન ઘી ગરમ કરો. તેમાં જીરું અને તમાલપત્ર ઉમેરો. સુગંધ આવે એટલે ડુંગળી ની પેસ્ટ ઉમેરો.

  3. 3

    ટામેટા ને મિક્સરમાં ક્રશ કરી લો. ડુંગળી ની પેસ્ટ સાઇડ છોડવા લાગે એટલે ટામેટા ની પ્યોરી ઉમેરો. 5 થી 10 મિનિટ અથવા ગ્રેવી પેન છોડવા લાગે ત્યાં સુધી કૂક કરો. ત્યાર બાદ તેમાં બધા મસાલા ઉમેરો અને સરખું મિક્સ કરી લો. ગ્રેવી ની કન્સીસ્ટન્સી અડ્જસ્ટ કરવા જરૂર મુજબ ગરમ પાણી ઉમેરો.

  4. 4

    બધું સરખું કૂક થઈ જાય એટલે ક્રીમ, કોથમીર અને કસૂરી મેથી ઉમેરો. (જો ખાંડ ઉમેરવી હોય તો આ તબક્કે ઉમેરી દેવી) છેલ્લે પનીર અને વટાણા ઉમેરો અને સરખું મિક્સ કરીને ગેસ બંધ કરી દો.

  5. 5

    ડુંગળી અને કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.

  6. 6
  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29
પર

Similar Recipes