ગુંદર પાક (gundar Pak recipe in gujarati)

Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
Vadodara

#GA4
#Week9
#Mithai
દિવાળી માં કાજુ કતરી, મોહનથાળ, ચોકલેટ, પેંડા, ઘુઘરા, વગેરે મીઠાઈ દરેક ઘરમાં બને જ પણ આ વખતે જરા કોરોના નો આતંક છે..તો મીઠાઈ ખાતા ડર લાગે છે.. એક છીંક આવે તો પણ બધા શંકા થી જુવે.. જુઓ હમણાં વાતાવરણમાં માં થોડી ઠંડી આવી છે..તો મારા ઘરે આવનાર મહેમાન માટે મેં બનાવ્યો ગુંદર પાક . હેલ્થ માટે બેસ્ટ..અને કમરના દુખાવામાં રાહત મળે..જે લગભગ આપણને દરેક લેડીઝ ને.જરૂર છે..તો મારી આ હેલ્થી ડીશ.. ગુંદર પાક..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામગુંદર
  2. 400 ગ્રામઘી
  3. 500 ગ્રામગોળ સમારેલો
  4. 2 ચમચીસુંઠ પાઉડર
  5. 2 ચમચીગંઠોડા પાઉડર
  6. 200 ગ્રામકોપરાનું ખમણ
  7. 1 કપકાજુ અને બદામ નો ભુક્કો
  8. 2 ચમચીખસખસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગુંદર ને મિક્સર માં ક્રશ કરી લો અને એમાં ઘી નાખીને બરાબર મિક્ષ કરી બાર કલાક માટે ઢાંકીને મૂકી રાખો.. જેથી ગુંદર દાંત માં ચોંટે નહીં.. બાકી ની બધી સામગ્રી તૈયાર કરી લો..

  2. 2

    હવે ગોળ સમારી લો..અને એક જાડી કડાઈમાં ઘી ગરમ મૂકી તેમાં ગોળ ઉમેરી લો..ગોળ ઓગળે એટલે તેમાં ઘી માં પલાળેલો ગુંદર ઉમેરો અને તેને બરાબર મિક્સ કરો.. ગેસ ની આંચ ધીમી રાખવી.. કોપરા નું છીણ શેકી લો..

  3. 3

    હવે તેમાં કોપરાનું ખમણ, સુંઠ, ગંઠોડા, અને અધકચરા કાજુ,બદામ નાખી નેં ખસખસ નાખી નેં બરાબર મિક્સ કરો અને એક થાળીમાં ઘી લગાવીને પાથરી દો અને ઠંડું થવા દો..

  4. 4

    ઠરે એટલે કાપા પાડી લો અને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ગુંદર પાક.. પોતે ખાવ અને મહેમાન નેં પીરસો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
પર
Vadodara

Similar Recipes