કેપેચિનો કૉફી (Cappuccino Coffee Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#Cookpadgujarati
કેપેચિનો કૉફી

શેર કરો

ઘટકો

  1. ૪૦૦ ગ્રામ દૂધ
  2. ૫ ટી સ્પૂનખાંડ
  3. ૨ ટી સ્પૂનકૉફી
  4. ૨ ટેબલ સ્પૂનમિલ્ક પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ બાજુ દૂધ ગરમ કરવા મૂકો

  2. 2

    બીજી બાજુ ૧ મગ મા ખાંડ, કૉફી અને ૨ ટી સ્પૂન પાણી નાંખી એને હલાવવા નું શરૂ કરો... યાદ રહે કે ફેંટવા માટે ની ચમચી અણીદાર નહીં પણ આગળ થી ગોળ હોવી જોઈએ.... બસ ગોળ ગોળ હલાવતા રહો.... કૉફી ની સોડમ તમને તરબતર કરતી રહેશે... ઘોળ ફ્લફી થવા માંડશે.... જેમ જેમ જરુર પડે ત્યારે પા..... પાઈનેપલ..... ચમચી પાણી નાંખી હલાવતા રહો... કોફી નો ઘોળ ફુલતો જશે.... જ્યાં સુધી દૂધ નો ઉભરો ના આવે ત્યાં સુધી કોફી હલાવતા રહો... લગભગ ૪ થી ૫ મિનિટ

  3. 3

    હવે આ ઘોળ ના ૨ ભાગ કરો... બીજો ભાગ અલગ મગ માં કાઢો... હવે બંને મગમાં દૂધ નો પાઉડર નાંખો.... એમાં જરાક પાણી નાંખી મીક્સ કરો અને હવે ઉકળતું દૂધ બંને મગ મા રેડો.... તૈયાર છે કેપેચિનો કૉફી....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes