ત્રેવટી દાળ તડકા (Trevti Dal Tadaka Recipe In Gujarati)

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal

#WK5
#week5
ત્રેવટી દાળ એક એવી સ્વાદિષ્ટ ગુજરાતી વાનગી છે જે રોટલી, ચપાટી, નાન, પરોઠા, પુલાવ કે ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તે મગની દાળ, તુવર દાળ અને ચણાદાળના મિશ્રણથી બને છે. તે હેલ્ધી તો છે જ પણ સાથે સાથે ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે.

ત્રેવટી દાળ તડકા (Trevti Dal Tadaka Recipe In Gujarati)

#WK5
#week5
ત્રેવટી દાળ એક એવી સ્વાદિષ્ટ ગુજરાતી વાનગી છે જે રોટલી, ચપાટી, નાન, પરોઠા, પુલાવ કે ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તે મગની દાળ, તુવર દાળ અને ચણાદાળના મિશ્રણથી બને છે. તે હેલ્ધી તો છે જ પણ સાથે સાથે ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 લોકો
  1. 1/2 કપલીલી મગ ની દાળ
  2. 1/4 કપતુવેરની દાળ
  3. 1/4 કપચણાની દાળ
  4. 1ટામેટું
  5. 2લીલાં મરચાં
  6. 1 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  7. 1 ટી સ્પૂનધાણજીરુ
  8. 1/2 ટી સ્પૂનહળદર પાઉડર
  9. મીઠું સ્વાદાનુસાર
  10. લીલાં ધાણા
  11. 1 ટેબલ સ્પૂનસમારેલી લસણ
  12. 1 ટી સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સોથી પહેલા લીલી મગ ની દાળ, તુવેરની દાળ અને ચણાની દાળ લઈ તેને બરાબર ધોઈ નાખો 10 મિનિટ પલાળી રાખો. એકવાર દાળ પલળે એટલે તેને કૂકરમાં બાફવા મૂકો. બાફતા પહેલા તેમાં મીઠું, સમારેલું ટામેટું, સમારેલું લીલું મરચું અને જરૂર મુજબ પાણી ઉમેરો. કૂકરમાં 5થી 7 સીટી વાગે ત્યાં સુધી દાળ બાફો.

  2. 2

    ત્યાર પછી દાળને છૂંદી નાંખો. દાળને મિડિયમ ફ્લેમ પર ગરમ કરવા મૂકો. દાળ ઉકળે પછી તેમાં લસણ નો વઘાર કરો. અને લીલાં ધાણા નાખી સર્વ કરવું.

  3. 3

    ત્રેવટી દાળ તૈયાર છે. ગરમા ગરમ નાન, પરાઠા, રોટી સાથે સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Sachanandani (payal's kitchen)
પર

Similar Recipes