વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)

Diksha Mankad
Diksha Mankad @Dm200917
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 1 કપચણા નો લોટ
  2. 1 મોટી ચમચીપાપડીયો ખારો
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1/4 કપ અધકચરા પીસેલા મરી
  5. 1 કપતેલ
  6. તળવા માટે તેલ
  7. હિંગ અને સંચળ નું મિશ્રણ ઉપર છાંટવા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટ માં પાપડીયો ખારો અને મીઠું નાખી કોરે કોરો મિક્સ કરી લો.

  2. 2

    ત્યાર બાદ તેમાં મીઠું, અધકચરા પીસેલા મરી નાખી ને મિક્સ કરો

  3. 3

    ત્યારબાદ તેમાં તેલ નાખી અને મસળી ને લોટ બાંધો...લોટ જરા બહુ ટાઈટ ના હોવો જોઈએ થોડો ઢીલો રાખવો અને બાંધી ને તેલ થી મસળી લો અને થોડીવાર ઢાંકી ને રાખી દો

  4. 4

    હવે મોટા વાસણ માં તળવા માટે તેલ ગરમ મુકો. એક લાકડા ના પાટલા પર લોટ નો લોયો લઇ હથેળી ની.મદદ થી વણેલા ગાંઠિયા પાડો.

  5. 5

    ગરમ તેલ માં તળી અને ઉપર સંચળ હિંગ નો.મસાલો છાંટી લો

  6. 6

    પપૈયા,ગાજર ના સંભારા,તળેલા લીલા મરચા સાથે પીરસો.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Diksha Mankad
Diksha Mankad @Dm200917
પર

Similar Recipes