આખા અડદ (Akha Urad Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

શનિવાર એટલે અડદ નો દિવસ.
સાથે રોટલા કે ભાત.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ કપઆખા અડદ
  2. ૧/૮ કપ રાજમાં
  3. ૧ નંગડુંગળી
  4. ૧ નંગટામેટું
  5. ૪ નંગમરચા
  6. કળી લસણ
  7. ૧" આદુ
  8. કળી લસણ ની કતરણ
  9. ચમચા ધાણા
  10. ચમચો ટોમેટો પ્યુરી
  11. મસાલા માં
  12. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  13. ૧/૨ ચમચીહળદર
  14. ચમચો ધાણાજીરૂ
  15. ચમચો કિચન કિંગ
  16. ૧ ચમચીગોળ
  17. ચમચો લીંબુ નો રસ
  18. મીઠું સ્વાદ અનુસાર
  19. પાણી જરુર મુજબ
  20. વઘાર માટે
  21. ૧ ચમચીબટર
  22. ૧ ચમચીતેલ
  23. ચમચો રઈ,જીરું,અજમો મિક્સ
  24. ૧/૨ ચમચીહળદર,હિંગ
  25. ૧ નંગઆખું લાલ મરચું
  26. ૧ નંગતેજ પત્તા
  27. ૩ નંગલવિંગ
  28. ૧ ટુકડોતજ
  29. ૮-૧૦ નંગ લીમડા ના પાન

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    અડદ અને રાજમાં ને ૩-૪ વાર ચોખ્ખા પાણી થી ધોઈ બીજું ગરમ પાણી ઉમેરી ૨૦ મિનિટ માટે પલાળી રાખો.

  2. 2

    ત્યારબાદ પલાડેલું પાણી કાઢી નાખી ફ્રેશ પાણી લઈ પ્રેશર કુકરમાં ૩-૪ સિટી વગાડી લો.

  3. 3

    હવે, ડૂંગળી ટામેટા,આદુ,મરચા,લસણ ના ટુકડા કરી ચોપર માં બધું ક્રશ કરી લો

  4. 4

    કુકર ઠંડુ થાય એ દરમિયાન એક પેન માં બટર અને તેલ લઈ વઘારની બધી સામગ્રી ઉમેરી તતડાવી લો.ત્યારબાદ તેમાં ચોપ કરેલા ટામેટા ડૂંગળી ના મિક્સર ને વઘારી લો.

  5. 5

    સાથે ટોમેટો પ્યુરી અને લસણ ની કતરણ એડ કરી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળી લો.
    હવે બફાયેલા અડદ અને રાજમાં માં આ સાંતડેલું મિક્ષચર એડ કરી જોઈતું પાણી ઉમેરી ઉકળવા મુકો.

  6. 6
  7. 7
  8. 8

    અડદ ઉકળવા શરૂ થાય એટલે તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું ધાણા અને ગોળ નાખી હલાવી લો

  9. 9

    જોઈતી liquid consistency રાખી ગેસ બંધ કરી લો અને છેલ્લે કિચન કિંગ મસાલો અને લીંબુ નો રસ નાખી થોડી વાર ઢાંકી રાખો.

  10. 10
  11. 11

    હવે અડદ તૈયાર છે,
    અડદ ને સારી રીતે મિક્સ કરી બાઉલ માં કાઢી ધાણા સ્પ્રિંકલ કરી સર્વ કરો..

  12. 12
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes