કાળી અડદ ની દાળ (Black Urad Dal Recipe In Gujarati)

Ishwari Mankad @cook_27233233
કાળી અડદ ની દાળ (Black Urad Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ને ધોઈ ને કુકર 7/8 સીટી થવાદો પછી કૂકર ઠારે એટલે એક તપેલી મા કાળી અડદ દાળ નાખી ને ઉકાળો પછી તેમા હીંગ હળદર મીંઠુ સ્વાદ અનુસાર નાખી ને હલાવો
- 2
એક રસ થાય એટલે તેમા છાશ ની આટી તૈયાર કરો (ખાટી છાશ મા ચણા નો લોટ નાખી ને બ્લેડર ફેરવો) પછી અડદ ની દાળ મા નાખો પાછુ પાણી નાખી થોડુ ઉકાળો લીલુ મરચુ પણ નાખો
- 3
હવે વધારિયા મા લો પછી રાઈ જીરુ નાખી મરચા ની ભૂકી તડકો આપો પછી હલાવો (લસણ ખાતા હો તો નાખી શકાય) કોથમીર નાખો અને ગરમ ગરમ દાળ પીવો.
Similar Recipes
-
-
કાળી અડદ ની દાળ (Black Urad Dal Recipe In Gujarati)
#દાળ રેસીપી#લંચ,ડીનર રેસીપી# અડદ ની દાળ ( અડદ ફાડા)મા ખુબ સારા પ્રમાણ મા ફાઈબર ,પ્રોટીન હોય છે. સિમ્પલ અને બનાવા મા ઈજી છે. રેગુલર ડાયેટ મા તુવેર ની દાળ આપળે ખાતા હોય છે અડદ ની દાળ બનાવીયે તો થોડુ ચેન્જ લાગે.સાથે સ્વાદિષ્ટ અને પોષ્ટિક પણ છે. Saroj Shah -
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#DR બધાં નેજ ભાવતું અડદ ની દાળ ને રોટલા એમાં પણ લસણ ની ચટણી હોય બીજુ શું જોઈએ HEMA OZA -
અડદની કાળી દાળ (Urad Black Dal Recipe In Gujarati)
અડદની કાળી દાળ પ્રોટીન થી ભરપૂર છે અને શિયાળામાં શક્તિવર્ધક ખોરાક તરીકે ખાઇ શકાય. નાગર લોકો માટે વધેલી દાળ સાંજે છાશ-ચણાના લોટ થઈ ઉકાળી આગળ પડતી હિંગ સાથે ખવાય છે તો પંજાબી લોકો પણ ખૂબ પસંદ કરે છે. Krishna Mankad -
-
અડદ ની કઢી (Urad Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#week2#cookpadgujarati#cookpad આખા અડદ ની કઢી કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રમાં વધુ જોવા મળે છે. ત્યાં આખા અડદ ની કઢી ને ખાટા અડદ તરીકે પણ ઓળખવામાં આવે છે. આખા અડદ અને ખાટી છાશનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ કઢી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. શિયાળાની સિઝનમાં આ કઢી ખાવાની વધુ મજા આવે છે. બાજરાના રોટલા, લસણની ચટણી અને છાશની સાથે આ કઢી ખુબ ટેસ્ટી લાગે છે. Asmita Rupani -
આખા અડદ ની કઢી (Whole Urad Kadhi Recipe In Gujarati)
#AM1 આખા અડદ ની કઢી કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રમાં વધુ જોવા મળે છે. ત્યાં આખા અડદ ની કઢી ને ખાટા અડદ તરીકે પણ ઓળખવામાં આવે છે. આખા અડદ અને ખાટી છાશનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ કઢી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. શિયાળાની સિઝનમાં આ કઢી ખાવાની વધુ મજા આવે છે. બાજરાના રોટલા, લસણની ચટણી અને છાશની સાથે આ કઢી ખુબ ટેસ્ટી લાગે છે. Asmita Rupani -
અડદ દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10અડદ ની દાળ મા પ્રોટીન સૌથી વધારે હોઈ છે. એટલે શાકાહારી લોકો એ પ્રોટીન માટે આ દાળ વીક મા 1વાર તો ખાવી જ જોઈ એ. ગુજરાતી લોકો વધારે છીલકા વગર ની સફેદ અડદ દાળ બનાવે છે. પરંતુ કાળી છીલકા વાડી અડદ દાળ બનાવો તો પ્રોટીન સાથે ફાઇબર પાણ મળી રહે છે. Hetal amit Sheth -
-
-
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
શિયાળા માં ગરમ ગરમ અને લસણ વાડી અડદ ની દાળ અને રોટલા ખાવા ની ખૂબ મજા આવે છે. Niyati Mehta -
અડદ ચણા ની દાળ (Urad Chana Dal Recipe In Gujarati)
લગ્ન સ્ટાઇલ રેસીપી#LSR : અડદ ચણાની દાળપહેલાના જમાનામાં લગ્ન પ્રસંગમા અડદ ચણાની દાળ સાથે ગોળના લાડુ પીરસવામાં આવતા . તો આજે મેં અડદ ચણાની દાળ બનાવી છે જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે . અને બહુ જ ઓછા મસાલામાં બની જતી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે. Sonal Modha -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10 કાઠીયાવાડ નાં દેશી ખાણા માં અડદ ની દાળ મુખ્ય છે. તે શકિત થી ભરપૂર છે.ખાસ કરી ને બાજરી નાં રોટલા સાથે પીરસવા માં આવે છે. Varsha Dave -
સ્પાઈસી ખાટા કાળા આખા અડદ
#વીકમીલ ૧#માઈઈબુક#પોસ્ટ ૧૦શનીવારે ધણા રસોઈ મા અડદ ની દાળ કરે છે તો આ આખા લસણીયા અડદ તમે જરૂર ટ્રાય કરજો.ખુબ જ ટેસ્ટી લાગે છે... Dhara Soni -
કાળી અડદ અને ચણા ની દાળ
#દાળકઢીહેલ્લો.. ફ્રેંડસ.આજે શનિવાર હોવાથી મેં અડદની દાળ અને ચણા ની બે મિક્સ દાળ બનાવી છે.આ દાળ બધા જ બનાવતા હોઈ છે.દાળ સાથે રોટલો, રોટલી કે ભાત સાથે સર્વ કરી શકાય છે.અડદ ની દાળ માં ખૂબ જ ગુણકારી પ્રોટીન મળે છે . અને ઘી જેટલી જ શક્તિ આ દાળ માં હોઈ છે. શરીર માટે ખૂબ જ પોષણ યુકત છે અડદ ની દાળ. તો ચાલો જોઈ એ રેસીપી.. Krishna Kholiya -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB પો્ટીન પેક્ડ અડદ ની દાળ માથી બનતી દેશી વાનગી.શકિ્તવધઁક,જુવાર/બાજરી ના રોટલા સાથે ખાવાની મજા પડી જાય.... Rinku Patel -
-
અડદ ની કઢી (Adad Kadhi Recipe in Gujarati)
#AM1 કાઠિયાવાડ માં શનિવારે ખાટા અડદ ,અડદ દાળ કે કાળી દાળ કંઈ પણ અડદ માંથી બનાવાય છે. તો મેં પણ આજે ખાટા અડદ ની કઢી બનાવેલ છે જે બાજરી ના રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bansi Kotecha -
અડદ દાળ (Urad Dal Recipe In Gujarati)
#AM1Week 1 અડદ ની દાળ અને રોટલો એ ઘણા ખરા ગુજરાતી ના ઘર માં અલગ અલગ રીતે બનતી હશે. પણ મારા ઘરે તો બને જ છે એની સાથે દરેક મહેસાણા વાળા ના ઘરે તો બનતી જ હશે. એની સાથે અડદ ની દાળ માં ઘી અને બાજરી નો રોટલો ભાંગીને ખાવા ની તો મજા જ કંઇક અલગ હોય છે. Varsha Patel -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#AM1#Mycookpadrecipe53અડદ ની છડી દાળ આ વાનગી ની પ્રેરણા પરંપરાગત રીતે ઘર માં જે રીતે બનતી આવી છે એમ ઘર ના વડીલ વર્ગ એટલે દાદી, મમ્મી પાસે થી શીખેલી. અમારે ત્યાં રસોઈ ના અમુક રિવાજો એવા છે કે એ આવડે તો છોકરી કુશળ એમ કહેવાય. ખાસ લગ્ન વખતે છોકરા છોકરી ની વ્યક્તિગત મુલાકાત માં છોકરા નો ખાસ આ એક સવાલ હોય હોય ને હોય જ. એનું કારણ કે જ્ઞાતિ માં થોડા ઘણા ફેરફાર ઘેર ઘેર હોય પરંતુ વસ્તુ બનતી પહેલે થી જોઈ હોય એટલે કોઈ પણ છોકરા ના મન માં એની મમ્મી જેમ બનાવે એમ કોઈ છોકરી ને રસોઈ આવડે છે કે નહિ એ જાણવા નો હેતુ હોય. અડદ ની દાળ માટે કહેવાય કે ખાટી હોવી જોઈએ, દાળ આખી રહેવી જોઈએ, શેકેલું જીરું અને લીલા મરચાનો વઘાર જોરદાર હોવો જોઈએ. તો ચાલો માણીએ અડદ ની છડી દાળ. Hemaxi Buch -
-
બ્લેક આખા અડદની દાળ (Black Akha Urad Dal Recipe In Gujarati)
#Dinner recipe અમારે ત્યા શનિવાર ના કોઈ પણ અડદ ની આઈટમ બને. Harsha Gohil -
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#Week10આયુર્વેદના દ્રવ્યગુણ વિષયમાં અડદની જીવનીય ગ્રૂપમાં ગણતરી કરવામાં આવી છે.જીવનીય એટલે જીવનને ટકાવનાર. મર્હિષ ચરકે જીવનીય ગણમાં જે દસ દ્રવ્યો ગણાવ્યાં છે, તેમાં અડદનો પણ સમાવેશ કરેલો છે. આ ઉપરથી પણ તેનું મહત્ત્વ આંકી શકાય...અડદને સંસ્કૃતમાં ‘માષ’ કહેવામાં આવે છે. અડદને આયુર્વેદમાં માંસવર્ધક કહ્યા છે. શરીર દૂબળું-પાતળું રહેતું હોય તેમણે અડદનો ઉપયોગ કરવો જોઈએ..અડદ દાળ ત્રણ પ્રકારની હોય છે.સાબુત અડદ...ધુલી અડદ... અડદ છીલકા..સાબુત અડદ ને આપણે આખા અડદ તરીકે ઓળખીએ છીએ,જે કલર માં બ્લેક હોય છે.. હવે આ આખા અડદ ને સ્પ્લિટ કરી ને અડદ છીલકા અને તેના ઉપર ના છીલકા દૂર કરવા થી ધુલી અડદ બને છે... દક્ષિણ ભારતમાં બનતા નાસ્તા જેવા કે ઇડલી, ઢોસા અને વડા, અડદની દાળમાંથી બને છે...તે સિવાય અડદ ના પાપડ, ઉપમા,,અળદીયા પાક વગેરેતમામ કઠોળમાં અડદ જ એક એવા છે કે જેમાં સૌથી વધારે પ્રોટીન છે. બીજા નંબરે મગ આવે છે. અડદની દાળ પચવામાં થોડી ભારે પડે છે. એટલે તેમાં લસણ, હિંગ, આદું જેવાં પાચકદ્રવ્યો નાખવામાં આવે છે. આમ છતાં ઘણાને માફક આવતા નથી. વ્યક્તિઓએ પોતાની પાચનશક્તિનો વિચાર કરીને ઉપયોગ કરવો જોઈએ. અડદ પરમ પૌષ્ટિક કઠોળ છે. અનેક ઉત્તમ ગુણકર્મોથી સભર એવા અડદને આપણે આગવું સ્થાન આપવું જરૂરી છે..મેં અહીં પારંપરિક ગામઠી અડદ ની દાળ બનાવી છે...તો ચાલો રીત જોઇશું.🤗 Nirali Prajapati -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#Week10અડદ દાળ પ્રોટીનનો સૌથી ધનિક સ્ત્રોત છે અને તેમાં ચરબી અને કાર્બોહાઈડ્રેટ પણ છે. વિટામિન બીથી ભરેલું, તે મહિલાઓના સ્વાસ્થ્ય માટે પણ સારું છે ,કારણ કે તેમાં ફોલિક એસિડ, આયર્ન અને કેલ્શિયમ છે. મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા ટ્રેસ તત્વોની હાજરી અંગના કાર્યો માટે સારી બનાવે છે. 70 અને ડાયેટરી ફાઇબરથી વધુની સાથે, તે પાચનમાં પણ મદદ કરે છે. Ashlesha Vora -
-
-
અડદ દાળ(adad dal recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ -૨૯ફ્રેન્ડસ, આજે શનિવાર હોવાથી અમારા ઘરમાં અડદ ની દાળ અને બાજરાના રોટલા બનાવ્યા છે....ને સાથે ચટણી,અથાણાં,પાપડ,છાશ ને સલાડ તો હોય જ...👍 Bhakti Adhiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15925542
ટિપ્પણીઓ