વોલનટ ફીગ ઠંડાઈ (Walnut fig thandai recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#FFC7
#week7
#HR
#cookpadgujarati
#cookpadindia
#cookpad
હોળી એટલે રંગોનો તહેવાર. રંગોના આ તહેવારને ઉજવવા માટે મેં આજે ઠંડાઈ બનાવી છે. હોળી આવે અને ઠંડાઈ ના બને એવું તો ના જ બને. ઠંડાઈ માં આજે મેં થોડું અલગ કરવા walnut અને fig પણ ઉમેર્યા છે. જેથી ઠંડાઈ નો ટેસ્ટ વધુ સરસ આવે છે. સ્વાદની સાથે-સાથે અખરોટ અને અંજીર આપણા શરીરને પણ ઘણા ઉપયોગી છે. માટે મેં આજે હોળીને સેલિબ્રેટ કરવા માટે ઠંડાઈ નું એક આ નવું વર્ઝન બનાવ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
3-4 ગ્લાસ માટે
  1. ઉકાળેલું 500 ml દૂધ
  2. 8-10અખરોટ
  3. 10-12અંજીર
  4. 2 Tspખાંડ
  5. 3 Tspઠંડાઈ મસાલો
  6. આઈસ ક્યુબ

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    અખરોટ અને અંજીરને અડધાથી એક કલાક માટે પાણીમાં પલાળી રાખવાના છે.

  2. 2

    પલાળેલા અખરોટને મિક્સર ની જારમાં લઈ ક્રશ કરી લેવાના છે. ત્યારબાદ તેમાં પલાળેલા અંજીર અને થોડું દૂધ ઉમેરી ફરી ક્રશ કરવાનું છે.

  3. 3

    પેસ્ટ બરાબર તૈયાર થઇ જાય એટલે તેમાં ઠંડાઈ મસાલો, ખાંડ અને બીજું અડધો કપ દૂધ ઉમેરી ફરીથી ક્રશ કરી લેવાનું છે.

  4. 4

    ઠંડાઈ ને સર્વ કરતી વખતે બાકીનું બધું દૂધ ઉમેરી બરાબર રીતે મિક્સ કરી સર્વ કરી શકાય.

  5. 5

    સર્વ કરતી વખતે ગ્લાસમાં આઈસ ક્યૂબ ઉમેરી, તૈયાર કરેલી ઠંડાઈ ઉમેરી, ચિલ્ડ ઠંડાઈ સર્વ કરવાથી તેનો સ્વાદ વધુ સરસ આવે છે.

  6. 6
  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes