અપ્પમ (Appam Recipe In Gujarati)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#ST


સાઉથની ઈડલી,ઢોસા,મેંદુવડા,ઉપમા,
અપ્પમ,સાંભાર,રસમ,પોન્ગલ (રાઈસ),સેવૈયા(પાયાસમ)વગેરે.રેશીપી આપણે ગુજરાતીઓ રોજબરોજના રૂટીન મેનુમાં બનાવીએ છીએ કારણ એ એટલી ચટાકેદાર હોય કે ચટાકેદાર વાનગીઓના શોખીન ગુજરાતીઓને ખૂબ જ પ્રિય બની ગઈ છે.જેમાંથી હું હાલ અપ્પમની રેશીપી રજુ કરૂ છું.જે બાળકો માટે ખાસ ઘી બેસ્ટ રેશીપી છે.

અપ્પમ (Appam Recipe In Gujarati)

#ST


સાઉથની ઈડલી,ઢોસા,મેંદુવડા,ઉપમા,
અપ્પમ,સાંભાર,રસમ,પોન્ગલ (રાઈસ),સેવૈયા(પાયાસમ)વગેરે.રેશીપી આપણે ગુજરાતીઓ રોજબરોજના રૂટીન મેનુમાં બનાવીએ છીએ કારણ એ એટલી ચટાકેદાર હોય કે ચટાકેદાર વાનગીઓના શોખીન ગુજરાતીઓને ખૂબ જ પ્રિય બની ગઈ છે.જેમાંથી હું હાલ અપ્પમની રેશીપી રજુ કરૂ છું.જે બાળકો માટે ખાસ ઘી બેસ્ટ રેશીપી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામપલાળીને ફણગાવેલા મગ-મઠ
  2. વઘાર માટે
  3. 1 ચમચો તેલ
  4. 1/4 ચમચી હિંગ
  5. 1/4 ચમચીલાલ મરચું
  6. 1/4 ચમચીજીરૂ
  7. 3 નંગલીલાં મરચાં સમારેલા
  8. અપ્પમ માટે:-
  9. 1 વાટકીચોખાનો લોટ2 ચમચી અડદની દાળ
  10. 2 ચમચીઅડદની દાળ
  11. 1/4 વાટકીદહીં
  12. 1/4 ચમચીહિંગ
  13. 1/4 ચમચીખાંડ
  14. 1/4 ચમચીખાવાનો સોડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સ્પ્રાઉટ કરેલાં મગ-મઠને મીઠું નાખી કૂકરમાં એક વ્હીસલથી કૂક કરી લો.વઘારીયામાં તેલ મૂકી ગરમ થાય પછી જીરૂ ઉમેરો. પછી લીલાં મરચાં ઉમેરી હિંગ તથા લાલ મરચું ઉમેરી તરત જ સ્પ્રાઉટમાં ઉમેરી મિક્ષ કરી લો.ફક્ત બોઈલ કરેલા પણ લઈ શકાય.

  2. 2

    હવે એક બાઉલમાં ચોખાનો લોટ લઈ તેમાં અડદની દાળ, હિંગ,મીઠું,ખાંડ અને સોડા ઉમેરી મિક્ષ કરો.1કલાક ઢાકી રહેવા દો.પછી દહીં ઉમેરી ક્લોક વાઈસ ખૂબ જ ફીણો.જેથી ખીરું હળવું બની જાય. જરૂર પડે થોડી છાશ અથવા હુંફાળુ પાણી ઉમેરી શકાય.ત્યાં સુધી અપ્પમની લોઢી તેલથી ગ્રીસ કરી ગેસ પર ધીમી આંચે ગરમ થવા મૂકો.

  3. 3

    લોઢી ગરમ થઈ જાય એટલે તેમાં એક ચમચી બનાવેલું ખીરૂ દરેક ખાનામાં પાથરો.પછી તેના પર 0l l ચમચી સ્પ્રાઉટ ઉમેરો.અને ઢાંકણ ઢાંકી ચડવા દો.

  4. 4

    2-3 મિનીટમાં એક બાજુગોલ્ડન કલરની થઈ જશે.તેને પલ્ટાવી દો.અને ફરીવાર ઢાંકી દો.બીજી બાજુ 1 મિનીટમાં થઈ જશે.ચેક કરી લેવું સ્પ્રાઉટ સોફ્ટ થઈ ગયા હશે.એ રીતે બધા જ અપ્પમ તૈયાર કરી લો.

  5. 5

    તૈયાર કરેલ અપ્પમ સર્વિંગ પ્લેટમાં લઈ ચટણી (ગ્રીન,ટોપરાની,આંબલીની ચટણી કોઈપણ),સાંભાર,સોસ,દહીં કે ચા-કોફી સાથે સર્વ કરો.બાળકોના ટીફીન બોકસ માટે ખૂબ જ હેલ્ધી અને ચટપટી ઘી બેસ્ટ રેશીપી કહી શકાય.દરેક ચટણીની રેશીપી મારી પ્રોફાઈલમાં આપેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

Similar Recipes