ચૌસેલા છત્તીસગઢ ફેમસ (Chausela Chattisgarh Famous Recipe In Gujarati)

Dr. Pushpa Dixit
Dr. Pushpa Dixit @pushpa_9410
ભાવનગર

#CRC
#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ
@Sangit inspired me for this recipe
છત્તીસગઢ માં દરેક તહેવાર માં બનતી પૂરી એટલે ચૌસેલા. આ પૂરીઓ ચોખાનાં લોટ માંથી બનાવાય છે. તેને નાસ્તા માં ચા, ચટણી કે અચાર સાથે સર્વ કરાય છે. જો જમવામાં બનાવાય તો બટાકા-ટામેટાની ગ્રેવી વાળી સબ્જી સાથે સર્વ કરાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો
  1. ૧ વાડકીચોખાનો લોટ
  2. ૧ ચમચીઅજમો
  3. મીઠું સ્વાદાનુસાર
  4. પાણી જરૂર મુજબ
  5. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાણી ઉકળવા મૂકો તેમાં મીઠું, અજમો અને ૧ ચમચી તેલ નાંખી ઉકાળી લો. પછી લોટ નાંખી બરાબર હલાવો. હવે ઢાંકીને ૫ મિનિટ સીજવા દો.

  2. 2

    પછી લોટ થાળીમાં કાઢી જરૂર મુજબ પાણી છાંટી મસળીને બરાબર બાંધી લો.

  3. 3

    હવે લુવા વાળી લો. એક લુવો લઈ કોરા લોટમાં રગદોળી વણી લો. નાની વાટકી કે કટર વડે કટ કરી પૂરીઓ તૈયાર કરો જેથી એકસરખી સાઈઝની બને.

  4. 4

    કડાઈમાં તેલ મૂકી બધા ચૌસેલા તળી લો. હવે ગરમાગરમ ચૌસેલાને ચા, ચટણી કે અચાર સાથે સર્વ કરો.

  5. 5

    જો જમવામાં બનાવાય તો બટાકા-ટામેટાની ગ્રેવી વાળી સબ્જી સાથે સર્વ કરી શકાય છે. મેં પણ બટેટાનાં શાક સાથે સર્વ કર્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dr. Pushpa Dixit
Dr. Pushpa Dixit @pushpa_9410
પર
ભાવનગર
"Real cooking is more about following your heart than following recipes". Cooking is both Science and Art. Always cook with passion, creativity and love".
વધુ વાંચો

Similar Recipes