કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)

Vibha Mahendra Champaneri
Vibha Mahendra Champaneri @cook_25058245
Ahmedabad

સામાન્ય રીતે દક્ષિણ ભારતમાં ચોખાનો વપરાશ વધુ છે. તેઓ ચોખાને અલગ- અલગ રીતે રાંધીને ખાતા હોય છે.જેમાં એક રાઈસનું નામ કર્ડ રાઈસ છે.આમ જોવા જઈએ તો ગુજરાતી પરંપરાગત જૂની વિસરાઈ જતી વાનગી -ઘેંશ- જેવી જ આ વાનગી લાગે.આમાં થોડો વઘારનો ફરક છે. આ કર્ડ રાઈસ દક્ષિણ ભારતની ફેમસ વાનગી છે.
#SR

કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)

5 કમેન્ટ્સ કરેલ છે

સામાન્ય રીતે દક્ષિણ ભારતમાં ચોખાનો વપરાશ વધુ છે. તેઓ ચોખાને અલગ- અલગ રીતે રાંધીને ખાતા હોય છે.જેમાં એક રાઈસનું નામ કર્ડ રાઈસ છે.આમ જોવા જઈએ તો ગુજરાતી પરંપરાગત જૂની વિસરાઈ જતી વાનગી -ઘેંશ- જેવી જ આ વાનગી લાગે.આમાં થોડો વઘારનો ફરક છે. આ કર્ડ રાઈસ દક્ષિણ ભારતની ફેમસ વાનગી છે.
#SR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20-25 મિનિટ
2-3 વ્યક્તિ
  1. દોઢ વાટકી ચોખા
  2. 2થી અઢી કપ જેટલું પાણી
  3. સ્વાદમુજબ મીઠું
  4. 1/2 વાટકી ખાટું દહીં
  5. 1 નંગનાનો ઝીણો સમારેલો કાંદો
  6. 2 ચમચીચણાની દાળ
  7. 2 ચમચીઅડદની દાળ
  8. વઘાર માટે લાલ આખું મરચું
  9. 8-10મીઠા લીમડાના પાન
  10. 1 ચમચીલીલાં વાટેલાં મરચાં
  11. 1 ચમચીમરી પાઉડર
  12. 2 ચમચીતેલ (વઘાર માટે)
  13. 1/4 ચમચી રાઈ

રાંધવાની સૂચનાઓ

20-25 મિનિટ
  1. 1

    ચોખાને 2-3 પાણીએ ધોઈ જરૂર મુજબનું પાણી લઈ એમાં સ્વાદમુજબ મીઠું ઉમેરી એને કૂકરમાં 2-3 સીટી મારી રાંધી લો.પછી એને સ્મેશરની મદદથી બરાબર મિક્સ કરી ઢીલા કરી લો.હવે એમાં દહીં ઉમેરો.

  2. 2

    હવે એના ઉપર મરી પાઉડર તથા વાટેલાં મરચાં ઉમેરો.હવે એક કઢાઈમાં વઘાર માટે તેલ કરો પછી એમાં ચણાની તથા અડદની દાળ નાંખી ગુલાબી રંગની શેકાવા દો.પછી એમાં રાઈ ઉમેરો એ તતડે એટલે લીમડાના પાન તથા લાલ આખું મરચું નાંખી એમાં ઝીણા સમારેલા કાંદા નાંખી એને પણ ગુલાબી રંગના થાય ત્યાં સુધી સાંતળો.

  3. 3

    હવે આ વઘારને તૈયાર કરેલા ભાત ઉપર રેડી પછી એને બરાબર હલાવી લો.પછી એને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vibha Mahendra Champaneri
પર
Ahmedabad

Similar Recipes