કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

રાઈસ તો લગભગ દરરોજ બધાના ઘરમાં બનતા જ હોય છે. મને તો દરરોજ રાઈસ કે ખીચડી કાંઈ ને કાંઈ તો જોઈએ જ. તો આજે મેં કર્ડ રાઈસ બનાવ્યા. મને રાઈસ બહું જ ભાવે 😋

કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)

રાઈસ તો લગભગ દરરોજ બધાના ઘરમાં બનતા જ હોય છે. મને તો દરરોજ રાઈસ કે ખીચડી કાંઈ ને કાંઈ તો જોઈએ જ. તો આજે મેં કર્ડ રાઈસ બનાવ્યા. મને રાઈસ બહું જ ભાવે 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫/૭ મીનીટ
૩ વ્યક્તિ
  1. બાઉલ રાંધેલા ભાત
  2. ૧ કપદહીં
  3. ૨ ચમચીઘી
  4. ૧ ટી સ્પૂનરાઈ
  5. ૧/૨ ટી સ્પૂનજીરું
  6. ૧ ચપટીહિંગ
  7. ૧/૨સૂકા લાલ મરચાં
  8. ૫/૬ મીઠા લીમડાના પાન
  9. લીલાં મરચાં ના જીણા ટુકડા
  10. ૮/૧૦ નંગ કાજુ ના ફાડા
  11. ગાર્નિશ કરવા માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

૫/૭ મીનીટ
  1. 1

    સૌપ્રથમ રાઈસ એક બાઉલમાં કાઢી તેમાં દહીં અને થોડું મીઠું નાખીને મિક્સ કરી લો.
    નોંધ: હું ભાત બનાવું ત્યારે જ તેમાં મીઠું અને લીંબુ ના ૨/૩ ટીપા નાખી દઉં.

  2. 2

    વઘારીયા માં ઘી ગરમ કરવા મૂકી તેમાં રાઈ જીરું હિંગ સૂકા લાલ મરચાં મીઠા લીમડાના પાન લીલાં મરચાં ના ટુકડા નાખી ને કાજુ ના ટુકડા પણ નાખી દેવા અને ધીમા તાપે ૨/૩ મીનીટ સુધી સાંતળી લેવા. તૈયાર કરેલા રાઈસ માં વઘાર નાખી દેવો અને મિક્સ કરી લેવું.

  3. 3

    Serving પ્લેટમાં કાઢી ઉપર કોથમીર નાખી ગાર્નિશ કરીને સર્વ કરવા
    તો તૈયાર છે
    કર્ડ રાઈસ
    આ રાઈસ ઠંડા પણ સર્વ કરી શકાય છે એકદમ ટેસ્ટી 😋 લાગે છે.
    હું તો બનાવી ને ફ્રીઝ માં મૂકી દઉં. જમવા ટાઈમે જ બહાર કાઢું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

Similar Recipes