ચોખાના લોટનું ખીચું

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
Bombay.

#RB12
#Week 12
#ખીચું
ગુજરાતી લોકોની સ્પેશીયલ આઈટમ
ખીચું છે ઠંડી અને વરસાદની સિઝનમાં ગરમ ગરમ ખાવાની બહુ જ મજા આવે છે બાજરી ના લોટ નુ ખીચુ જુવાર ના લોટ નુ ખીચુ. મગ ના લોટનુંખીચું. ઘઉંના લોટનું ખીચું.
પણ સૌથી ટેસ્ટી ચોખા ના લોટ નુ ખીચુ બને છે મે આજે તે બનાવ્યું છે.

ચોખાના લોટનું ખીચું

#RB12
#Week 12
#ખીચું
ગુજરાતી લોકોની સ્પેશીયલ આઈટમ
ખીચું છે ઠંડી અને વરસાદની સિઝનમાં ગરમ ગરમ ખાવાની બહુ જ મજા આવે છે બાજરી ના લોટ નુ ખીચુ જુવાર ના લોટ નુ ખીચુ. મગ ના લોટનુંખીચું. ઘઉંના લોટનું ખીચું.
પણ સૌથી ટેસ્ટી ચોખા ના લોટ નુ ખીચુ બને છે મે આજે તે બનાવ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે લોકો માટે
  1. 1 વાડકીચોખાનો લોટ
  2. 1/2 ચમચી પાપડખારો
  3. 1/2 ચમચી મીઠું
  4. 2+1/2 વાટકી પાણી
  5. 2 નંગમરચા બારી કટ કરીને
  6. 1/4 ચમચી જીરૂં
  7. 1/4 ચમચી તલ
  8. 4 ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પહેલા ચોખા ના લોટ ની ચાલી વાટકો ભરી લેવો.
    તે જ વાટકા નું માપ લઈને અઢી વાડકા જેટલું પાણીએક તપેલીમાં લઈ, અને ગેસ ઉપર ઉકાડવા માટે મૂકવું. અને તેમાં પાપડ ખારો,મીઠું, જીરું, તલ, બારીક સમારેલા મરચાં, તથા 2 ચમચા તેલ એડ કરીને, ૫ થી ૭ મિનિટ ઊકળવા દેવું.

  2. 2

    પાણી ઉકલી જાય, પછી તપેલી નીચે ઉતારીને, એમાં ધીરે ધીરે ચોખાનો લોટ એડ કરતાં જવો,અને વેલણથી બરાબર હલાવતા જવું. લોટમાં lums ન પડે તેનું ધ્યાન રાખવું.

  3. 3

    પછી ગેસ ઉપર સ્ટીમર મૂકીને, અંદર પાણી એડ કરવું. અને કાંઠો મૂકવો. અને પછી આ હલાવેલું ચોખાનોલોટ થાળીમાં ઢોકળાની જેમ સેટ કરી. સ્ટીમરમાં મૂકી દેવો. 15 મિનિટ ચડવા દેવું.

  4. 4

    ખીચું ચડી જાય. પછી ચેક કરી લેવું. અને પછી ગેસ બંધ કરી દેવો તેના ઉપર બરાબર તેલ લગાવી દેવું.

  5. 5

    તેના પસંદગી પ્રમાણે ના પીસ કરી લેવા. અને પછી સર્વિંગ પ્લેટમાં કાઢીને, મેથીના સંભાર સાથે, લાલ મરચા સાથે, અને તેલ સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Shah
Jyoti Shah @cook_24416955
પર
Bombay.

Similar Recipes