જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
Mumbai

#FFC2
ફૂડ ફેસ્ટિવલ
જુવાર નું ખીચું.
ચોખા ના લોટ નું ખીચું વારંવાર બધા બનાવતા જ હોય છે. આજે મેં સ્વાદિષ્ટ અને ચટાકેદાર જુવાર નાં લોટ નું ખીચું દહીં નો ઉપયોગ કરીને બનાવ્યું છે. ઝટપટ બનતો, મોં માં ઓગળી જાય તેવો રૂ જેવો પોચો, પચવામાં હલકો એકદમ પૌષ્ટિક નાસ્તો.

જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)

#FFC2
ફૂડ ફેસ્ટિવલ
જુવાર નું ખીચું.
ચોખા ના લોટ નું ખીચું વારંવાર બધા બનાવતા જ હોય છે. આજે મેં સ્વાદિષ્ટ અને ચટાકેદાર જુવાર નાં લોટ નું ખીચું દહીં નો ઉપયોગ કરીને બનાવ્યું છે. ઝટપટ બનતો, મોં માં ઓગળી જાય તેવો રૂ જેવો પોચો, પચવામાં હલકો એકદમ પૌષ્ટિક નાસ્તો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 કપજુવાર નો લોટ
  2. 1 કપદહીં
  3. 1& ૧/૨ કપ પાણી
  4. ૧-૧ નાની ચમચી આદુ,લીલા મરચા ક્રશ કરીને
  5. ૨ નાની ચમચીઘી
  6. ૧/૪ નાની ચમચીહળદર
  7. ૧ નાની ચમચીમીઠું
  8. ૨ મોટી ચમચીતેલ
  9. ૧ નાની ચમચીજીરૂ
  10. ૧/૪ નાની ચમચીહિંગ
  11. વઘાર માટે****
  12. ૧ મોટી ચમચીતેલ
  13. ૧ નાની ચમચીરાઈ
  14. સુકુ લાલ મરચું
  15. ૧/૪ નાની ચમચીહિંગ
  16. ૧ મોટી ચમચીતલ
  17. સર્વ કરવા માટે****
  18. મેથી નો મસાલો

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક બાઉલ માં જુવાર નો લોટ, ચર્ન કરેલું દહીં, ૧+૧/૨ કપ પાણી, ક્રશ કરેલા આદુ મરચા, ઘી, હળદર અને મીઠું બધું બરાબર મિક્સ કરી લો.

  2. 2

    એક નોન સ્ટીક કડાઈમાં ૨ મોટી ચમચી તેલ ગરમ કરવા મૂકો. એમાં જીરૂ ઉમેરી જીરૂ ફુલે એટલે હિંગ ઉમેરો. તૈયાર કરેલું મિશ્રણ ઉમેરો.

  3. 3

    હવે મધ્યમ તાપે લગાતાર ચલાવતા રહો. કિનારી થી તેલ છૂટું પડે એટલે ગેસ ઉપર થી કડાઈ ઉતારી લો.

  4. 4

    હવે વઘરીયા માં ૧ મોટી ચમચી તેલ ગરમ કરવા મૂકો. રાઈ ઉમેરી, રાઈ તતડે એટલે સુકુ લાલ મરચું અને હિંગ ઉમેરી ગેસ બંધ કરી તલ ઉમેરો. તલ બ્રાઉન થાય એટલે ૨ ચમચી વઘાર રાખી બાકી નો વઘાર કડાઈ માં ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  5. 5

    હવે ગરમ ગરમ ખીચું સર્વ કરો. ઉપર થોડો વઘાર રેડી અને મેથી નો મસાલો ભભરાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
પર
Mumbai

Similar Recipes