દાલ પકવાન

Ruchi Anjaria
Ruchi Anjaria @Ruchi_19

દાલ પકવાન

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
ચાર વ્યક્તિ
  1. 2 કપમેંદા નો લોટ
  2. 2 કપઘઉંનો લોટ
  3. 2 ચમચીસોજી
  4. 3 ચમચીમીઠું
  5. 1 કપચણાની દાળ
  6. 1/2 કપ મગની છડિયા દાળ
  7. 1 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1 ચમચીહળદર
  9. 2 ચપટીહિંગ
  10. 1 ચમચીજીરૂ
  11. 2 નંગઝીણી સમારેલી ડુંગળી
  12. 1 વાટકીલસણની ચટણી
  13. 1 વાટકીફુદીનાના પાન અને લીલા મરચા ની ચટણી
  14. 2 ચમચીઘી
  15. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ, મેંદા નો લોટ, સોજી, મીઠું અને મોણ નાખી કઠણ લોટ બાંધી લો.

  2. 2

    ત્યારબાદ લોટ ના મીડીયમ સાઈઝના લુવા કરી પૂરીથી થોડી મોટી સાઈઝના પકવાન વણી તેમાં કાપા કરવા જેથી ફૂલે નહીં અને તેલમાં તળી લેવા.

  3. 3

    હવે પ્રેશર કુકરમાં ચણાની દાળ અને મગની પીળી છળિયા દાળને એક ચમચી મીઠું. હિંગ અને હળદર નાખી ત્રણથી ચાર સીટી મારી બાફી લેવી.

  4. 4

    હવે એક પેનમાં તેલ લઈ તેમાં જીરું અને હિંગ નાખી ડુંગળી સાંતળવી. ત્યારબાદ થોડી લસણની પેસ્ટ સાંતળવી. હવે તેમાં બાફેલી દાળ નાખી સ્વાદ મુજબ મીઠું, હળદર અને લાલ મરચું પાઉડર નાખી ઉકાળવી. પાંચથી દસ મિનિટ ઉકાળવી. ઉકળી જાય એટલે તેમાં ઉપર ઘી નાખવું અને કોથમીર છાંટવી.

  5. 5

    હવે પકવાન સાથે બાઉલમાં દાળ સર્વ કરી તેમાં લસણની ચટણી અને ફુદીનાની ચટણી નાખી સર્વ કરો. તો તૈયાર છે દાલ પકવાન. શિયાળાની કડકડતી ઠંડીમાં અને ચોમાસાની ભીની મોસમમાં આ ડિશ ખૂબ જ ટેસ્ટી લાગે છે. સાથે ડુંગળી, તળેલા મરચા અને ગાંઠિયા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ruchi Anjaria
Ruchi Anjaria @Ruchi_19
પર

ટિપ્પણીઓ

Similar Recipes