દાલ પકવાન -(Dal pakwan recipe in Gujarati)

Nisha
Nisha @nisha_sangani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પકવાન બનાવવા માટે-
  2. 300 ગ્રામમેંદા નો લોટ
  3. 100 ગ્રામઘઉંનો લોટ
  4. 2 ચમચીમીઠું
  5. 3પાવરા તેલનું મોણ
  6. પાણી જરૂર મુજબ
  7. તળવા માટે તેલ
  8. દાળ બનાવવા માટે-
  9. 200 ગ્રામચણાની દાળ
  10. દાળ બાફવા માટે પાણી જરૂર મુજબ
  11. 1 ચમચીમીઠું
  12. 1/2ચમચી હળદર
  13. ૧ ચમચીલાલ મરચું
  14. વઘાર માટે-
  15. 1 ચમચીજીરૂ
  16. 3સૂકા મરચાં
  17. દસ-બાર લીમડાના પાન
  18. ૩ ચમચીતેલ
  19. કોથમરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પકવાન બનાવવા માટે કથરોટમાં મેંદાનો લોટ અને ઘઉંનો લોટ ચાળી લેવો તેમાં મીઠું તેલનું મોણ અને જરૂર મુજબ પાણી નાખી તેનો લોટ બાંધવો તેને 1/2કલાક માટે ઢાંકીને રાખી દેવો

  2. 2

    1/2કલાક પછી લોટને કૂણવી લેવો તેમાંથી લૂઓ લઇને મોટી પૂરી વણવી તેમાં ચપ્પુથી કાપા પાડવા જેથી પૂરી તળાતા ફૂલે નહીં

  3. 3

    હવે કડાઈમાં તેલ મૂકી બધા પકવાન તળી લેવા

  4. 4

    દાળ બનાવવા માટે ચણાની દાળને ત્રણથી ચાર કલાક માટે પલાળી રાખવી ત્યાર પછી તેને કૂકરમાં પાણી નાખી બાફી લેવી

  5. 5

    એક પેનમાં તેલ મૂકી તેમાં જીરું લીમડો સૂકા મરચાં અને હીંગનો વઘાર કરવો

  6. 6

    વઘાર થઈ જાય પછીબાફેલીદાળ તેમાં નાખવી તેમાં મીઠું હળદર અને લાલ મરચું નાખવાં ઉપરથી કોથમીર નાખવી

  7. 7

    તૈયાર છે દાળ પકવાન લસણની ચટણી આમલીની ચટણી ગાજર નો સંભારો અને મરચા સાથે દાળ પકવાન નો spicy ટેસ્ટ મેળવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha
Nisha @nisha_sangani
પર

Similar Recipes