ખાટા વડા (khata Vada Recipe In Gujarati)

#SFR
રાંધણ છઠના દિવસે અલગ અલગ જાતના વડા બનાવવામાં આવે છે અને અમારા ઘરમાં આ ખાટા વડા બધાના ફેવરિટ છે અને ઠંડા તો ખૂબ જ સરસ લાગે છે
ખાટા વડા (khata Vada Recipe In Gujarati)
#SFR
રાંધણ છઠના દિવસે અલગ અલગ જાતના વડા બનાવવામાં આવે છે અને અમારા ઘરમાં આ ખાટા વડા બધાના ફેવરિટ છે અને ઠંડા તો ખૂબ જ સરસ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક કિલો ચોખા 250 ગ્રામ ચણાની દાળ 250 g અડદની દાળ મિક્સ કરીને ઢોકળા જેવો લોટ તૈયાર કરવો
- 2
હવે લોટને ચાળીને તેમાં ખાટું દહીં અને ગરમ પાણી નાખીને એકદમ કઠણ લોટ મિક્સ કરવો. હવે તેને સાતથી આઠ કલાક માટે આથો આપવા માટે ગરમ જગ્યા પર ઢાંકીને મૂકી રાખો
- 3
આથો આવી જાય એટલે તેમાં મીઠું આદુ-મરચાની પેસ્ટ હળદર હિંગ મિક્સ કરવા હવે તેમાં ખાવાનો સોડા ઉપર મૂકવો તેના પર ત્રણથી ચાર ચમચી ગરમ તેલ નાખવું એટલે સોડા એક્ટિવેટ થશે હવે તેને બરાબર હલાવીને મિક્સ કરવું હવે ગરમ તેલમાં વડા હાથેથી પાડીને તળી લેવા
- 4
તળવા માટે તેલ એકદમ ધીમું રાખવું અને અંદર સુધી બરાબર તળાય તેનો ખાસ ખ્યાલ રાખો. આ વડા ગરમાગરમ અને ઠંડા ખુબ જ સરસ લાગે છે અને સાતમ માટે આ ટેસ્ટી વાનગી છે
Similar Recipes
-
ખાટા વડા (Khata Vada Recipe In Gujarati)
#SFR#SJR#cookpadgujarati#cookpadindia#cookpad જન્માષ્ટમીનો તહેવાર ઉજવવા માટે અમારા ઘરમાં દર વર્ષે વિવિધ જાતના ફરસાણ અને મીઠાઈઓ બને. તેમાં પણ સાતમના દિવસે ટાઢું ખાવા માટે રાંધણ છઠના દિવસે ઘણી બધી વાનગીઓ બને. તેમાં પણ ખાટા વડા અમારા ઘરમાં બધાની ફેવરિટ વાનગી છે. આ વડા બનાવવા ખુબ સરળ છે અને ઓછા સમયમાં બની જાય છે. આ ઉપરાંત આ વડાને આગલે દિવસે બનાવી બીજા દિવસે સારી રીતે ખાઈ શકાય છે. ઘણી વખત પ્રવાસમાં જતી વખતે પણ આ વડા બનાવીને સાથે લઈ જઈ શકાય છે. તો ચાલો જોઈએ રાંધણ છઠના દિવસે બનાવવામાં આવતી આ સ્પેશિયલ વાનગી કઈ રીતે બને છે. Asmita Rupani -
સુરતી ખાટા વડા (Surti khata vada recipe in Gujarati)
સુરતી ખાટા વડા એ રાંધણ છઠ પર બનાવાતી દક્ષિણ ગુજરાતની એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે. ઘઉં અને જુવાર ના લોટ માંથી બનાવવામાં આવતી આ વાનગીમાં દહીં નાખીને આથો લાવવામાં આવે છે જેથી એને ખાટો સ્વાદ મળે છે. તેથી એનું નામ ખાટા વડા પડ્યું છે. આ ખાટા વડા દેસાઈ વડા તરીકે પણ પ્રખ્યાત છે.#સાતમ#post2 spicequeen -
ખાટા વડા
#ઇબુક#Day17તમે પણ બનાવો ખાટા વડા કે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે Mita Mer -
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#WD#cookpadindia#cookpadgujrati આજે મેં ખાટા ઢોકળા બનાવ્યા છે, શીતલબેન ચોવટીયા ની રેસીપી જોઈને ખૂબ જ સરસ બન્યા છે.😋 તમે પણ જરૂર ટ્રાય કરજો. થેન્ક યુ શીતલબેન રેસિપી શેર કરવા બદલ હેપ્પી વુમન્સ ડે 👩🍳 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
#EB #Week12 #Desai_Vada #દેસાઈવડા#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#Cookpad #Cookpadgujarati#Cookpadindia #Cooksnapઆ દેસાઈ વડા, ખાટાં વડા , જુવાર- ઘઉં નાં વડા, નાં નામે પણ ઓળખાય છે.. અનાવિલ બ્રાહ્મણ નાં લોકપ્રિય વડા છે .. આ ખાટાં વડા ગરમાગરમ અને ઠંડા પણ, ખાવાની મજા આવે છે.. Manisha Sampat -
દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
#supersદક્ષિણ ગુજરાતના દેસાઈ લોકો આ વડા બનાવે છે. આ વડા તે લોકોની ટ્રેડિશનલ વાનગી છે. અનાવિલ બ્રાહ્મણ લોકો શુભ અશુભ બંને પ્રસંગે આ બનાવે છે. રાંધણ છઠના દિવસે પણ બનાવાય છે. આ વડા પૂરીને દૂધપાક સાથે બનાવાય છે. વરસાદની મોસમમાં આ વડા ચા સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Hemaxi Patel -
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
મારા ઘરમાં બધાના ખૂબ જ ફેવરિટ છે. ઢોકળા ચટણી સાથે અને તેલ સાથે ખુબ જ સરસ લાગે છે. Hetal Rathod -
મકાઈના વડા (Makai Vada Recipe In Gujarati)
#EB#week9#RC1#CookpadIndia#COOKPADGUJRATI#MCR ગુજરાતી ઘરોમાં સામાન્ય રીતે નાસ્તા માટે વડા બનતા જ હોય છે. વડા જુદા જુદા લોટના અને જીદ્દી જીદ્દી ફ્લેવર વાળા પણ બનતા હોય છે. જેમકે મકાઈના વડા, બાજરીના વડા મેથી ના વડા, કોથમીર ના વડા વગેરે. અમારા ઘરમાં પણ આ બધા વડા વારાફરતી બનતા હોય છે અને બધાને વડા પસંદ છે. અહીં મેં મકાઈના વડા કસૂરી મેથી સાથે તૈયાર કરેલ છે. આ કોમ્બિનેશન પણ ખુબ સરસ લાગે છે. Shweta Shah -
બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#ff3શીતળા સાતમે બાજરીના વડા , ઠંડા ખાઈએ તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#week16#ff3અમે આ રેસિપી રાંધણ છઠ્ઠના દિવસે બનાવીએ છીએ અને શીતળા સાતમ ને દિવસે ઠંડી એકટાણાં ખાઈએ છીએ.શીતળા સાતમને દિવસે ઠંડુ ખાવાનું હોય છે. Kashmira Parekh -
વાટી દાળના ખાટા ઢોકળા (Vati Dal Khata Dhokla Recipe In Gujarati)
ઢોકળા રેસીપી ચેલેન્જ#DRC : વાટી દાળના ખાટા ઢોકળાઢોકળા એ ગુજરાતીઓની મનપસંદ અને અતિ પ્રિય ટ્રેડિશનલ ડીશ છે જેને આપણે અલગ અલગ રીતે બનાવી શકીએ છીએ જેમ કે વાટી દાળના ઢોકળા, ઇન્સ્ટન્ટ ખમણ, ફરાળી ઢોકળા , નાયલોન ખમણ એમાંના એક આજે મે વાટી દાળના ખાટા ઢોકળા બનાવ્યા . જે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. મિક્સ લોટ ના ખાટા ઢોકળા મારા સાસુ બહુ જ સરસ બનાવે . મે એમની સ્ટાઈલ થી બનાવ્યા છે . Sonal Modha -
ખાટા વડા (Khatta Vada Recipe In Gujarati)
#DTR ઘારવડા જે ગરમાગરમ અથવા બીજાં દિવસે ઠંડા પણ એટલાં જ સરસ લાગે છે.કાળી ચૌદસ માટે અને નિવેદ માં પણ બનાવાય છે.પાણી નાં ઉપયોગ કર્યા વગર બનાવ્યાં છે. Bina Mithani -
દેસાઈ વડા (Desai vada recipe in Gujarati)
#EB#week12#cookpadindiaઆ દેસાઈ વડા ને ખાટા વડા , જુવાર - ધઉં ના વડા ના નામે પણ ઓળખાય છે. મારા ફેવરીટ વડા છે. મારા પિયર ની ડીશ છે. મેં લગ્ન પછી પહેલીવાર બનાવીયા મોકો જ નહીં મળતો હતો બનાવવાનો આજ સુધી. આ અનાવીલ બ્રાહમણ ની ટ્રેડિશનલ લોકપ્રિય ડીશ છે. આ વડા ઠંડા અને ગરમ ગરમ પણ મજા માણી શકો છો. Khushboo Vora -
બાજરીનાં વડા (Bajri Vada Recipe In Gujarati)
#GA4#Week24#Post1#Bajriગુજરાતીઓના ઘરમાં બાજરીના વડા ના બને એવું બને જ નહીં,, આ વડા ઠંડા ચા સાથે અને ગરમ દહીં સાથે કેચપ સાથે બહુ ફાઇન લાગે છે Payal Desai -
મકાઈ ના વડા(makai na vada recipe in gujarati)
#સાતમ#વેસ્ટશીતળા સાતમ એટલે કે ટાઢી શેરી. આ દિવસે માત્ર ઠંડુ જ ખાવાનો રિવાજ હોય છે. જેથી તેનો આગલો દિવસ એટલે કે રાંધણ છઠ ના દિવસે બીજા દિવસ માટે નું જમવાનું બનાવીને રાખવાનું હોય છે. આ દિવસે એવું જમવાનું બનાવવામાં આવે છે જે બીજા દિવસે પણ બગડે નહિ. જેથી આ દિવસે ઘણા લોકોના ઘરમાં બાજરી, મકાઈ તથા જુવાર વગેરે નાં વડા બનતા હોય છે મારા ઘરમાં તો મકાઈના વડા જ બનતા હોય છે જે મારા ઘરમાં બધાના ફેવરિટ છે હું તેની રેસિપી શેર કરી રહી છું તમે પણ બનાવો બહુ જ સરસ બને છે. Vishwa Shah -
ગુજરાતી ખાટા ઢોકળા (Gujarati Khata Dhokla Recipe In Gujarati)
#GA4#Week4ગુજરાતી ઓના ફેવરિટ ખાટા ઢોકળા ની રેસિપિ લાવી છું જે ખૂબ યમમી બને છે અને ઠંડા ગરમ બન્ને રીતે સર્વ કરી શકો. Tejal Vijay Thakkar -
મકાઈના લોટના વડા (Makai Flour Vada Recipe in Gujarati)
#EB#Week9#CookpadGujarati મકાઈ ના વડા ગુજરાતીઓનો પ્રિય નાસ્તો છે. મકાઈના વડા બનાવવા માટે મકાઈનો લોટ એકલો અથવા તો એની સાથે બીજા લોટ ભેગા કરી ને એમાં બધા મસાલા ઉમેરીને લોટ બાંધી ને એમાંથી વડા બનાવીને તળી લેવામાં આવે છે. મસાલા સાથે દહીં અને ગોળ ઉમેરવાથી વડા ને ખૂબ જ સરસ સ્વાદ મળે છે. આ વડા બનાવીને બે ત્રણ દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય છે. ઠંડા વડા પણ ચા કે કોફી સાથે ખુબ જ સરસ લાગે છે. મકાઈ ના વડા ને લીલી ચટણી, સોસ અથવા દહીં સાથે પીરસી શકાય. આ વડા વઘાર પડતા રાંથણ છઠ ના દિવસે વધારે બનાવવામા આવે છે. Daxa Parmar -
મેથી બાજરીના વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#GA4#Week19# મેથીઅહીંયા મેં મેથી બાજરી ના વડા બનાવ્યા છે કે જેમાં ભરપૂર પ્રમાણમાં મેથીનો ઉપયોગ થાય છે અને બાજરી પણ શિયાળામાં ખાવા માટે ખૂબ જ હેલ્ધી હોય છે અને અમારા ઘરમાં આ બધાને ખૂબ જ ભાવે છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રન્ચી પણ લાગે છે Ankita Solanki -
બાજરી વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#Week16#શ્રાવણબાજરી ના વડા ૨ થી ૩ દીવસ માટે સારા રહે છે અને ઠંડા વડા ચા સાથે કે દહીં સાથે ખુબ જ સરકાર લાગે છે, મારા મમ્મી સાતમ આઠમ પર આ વડા ચોક્કસ બનાવે જ Bhavna Odedra -
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
મકાઈ ના લોટ ના રોટલા તો મીઠા લાગે જ છે. પણ તેના વડા પણ ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. અને સાથે દહીં અને લસણ ની ચટણી હોય તો મજા આવી જાય છે. અને ઠંડા વડા તો બહુજ સરસ લાગે છે. Reshma Tailor -
પાલક બાજરી વડા(palak bajri vada recipe in Gujarati)
#વિકમીલ૩ #ફ્રાઇડઆ વડા શિયાળામાં તેમજ ચોમાસામાં ચા સાથે ખાવામાં ખુબ જ સરસ લાગે છે. આ વડા ને તમે નાસ્તામાં ગમે ત્યારે લઈ શકો છો. Kala Ramoliya -
મીક્સ લોટ ના વડા (Mix Flour Vada Recipe In Gujarati)
#SFR#SJR#શ્રાવણ#શીતળા સાતમ#cookpadgujarati#cookpadindiaશીતળા સાતમ ના દિવસે બધા ના ઘરે બાજરી કે મકાઈ ના વડા બનતાબજ હોય છે.મેં બાજરી,મકાઈ અને ઘઉં નો લોટ લઈ ને વડા બનાવ્યા.ટેસ્ટ તો સરસ જ લાગે છે.ગરમ અને ઠંડા સરસ લાગે છે. Alpa Pandya -
દેસાઈ વડા (Desai vada recipe in Gujarati)
#EBWEEK12દક્ષિણ ગુજરાતમાં દેસાઈ લોકોની પારંપરિક અને સ્વાદિષ્ટ વાનગી છે.તેથી આ વડા દેસાઈ વડાના નામથી ઓળખાય છે. શુભ-અશુભ પ્રસંગે, શ્રાવણી સાતમ-આઠમ પર આ વડા બનાવવામાં આવે છે. આ વડા ચાર પાંચ દિવસ સુધી સારા રહે છે. Ankita Tank Parmar -
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
મકાઈ ના વડા ગુજરાતીઓનો પ્રિય નાસ્તો છે. મકાઈના વડા બનાવવા માટે મકાઈનો લોટ એકલો અથવા તો એની સાથે બીજા લોટ ભેગા કરી ને એમાં બધા મસાલા ઉમેરીને લોટ બાંધી ને એમાંથી વડા બનાવીને તળી લેવામાં આવે છે. મસાલા સાથે દહીં અને ગોળ ઉમેરવાથી વડા ને ખૂબ જ સરસ સ્વાદ મળે છે. આ વડા બનાવીને બે ત્રણ દિવસ સુધી પણ રાખી શકાય છે. ઠંડા વડા પણ ચા કે કોફી સાથે ખુબ જ સરસ લાગે છે. મકાઈ ના વડા ને લીલી ચટણી, સોસ અથવા દહીં સાથે પીરસી શકાય.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
આ વાનગી દક્ષિણ ગુજરાતમાં ખૂબ પ્રખ્યાત છે. દક્ષિણ ગુજરાતના દેસાઈ લોકોના ઘરમાં કોઈપણ શુભ પ્રસંગે આ વડા બને છે. તેથી એ "દેસાઈ વડા"ના નામે પ્રખ્યાત થઈ ગયા છે. આ વડાને "ખાટા વડા"પણ કહે છે.આ વડા 3-4 દિવસ સુધી સારા રહે છે.#EB Vibha Mahendra Champaneri -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ગુજરાતીઓના ફેમસ ફરસાણમાં નું એક એટલે બટાકા વડા દરેકના ઘરમાં અવારનવાર બનતા હોય છે પણ ઘર પ્રમાણે રીત થોડી અલગ હોય છે તો અહીં ને બટાકા વડા બનાવ્યા છે Nidhi Jay Vinda -
ખાટા મગ (Khata Moong Recipe In Gujarati)
મગ તો બધાના ઘરમાં બનતા જ હોય છે. તો આજે મેં છાશ નાખી ને ખાટા મગ બનાવ્યા. Sonal Modha -
મકાઈ ના વડા (makai Na Vada recipe in Gujarati)
#સાતમ#વેસ્ટમારે ત્યાં સાતમ નાં દીવસે ખાવા માટે આ વડા તૈયાર કર્યા છે... બહુ જ ટેસ્ટી લાગે છે.. મકાઈ, ઘઉં કે બાજરી ના લોટ માં થી બનતા હોવાથી આ વડા પૌષ્ટિક ખોરાક પણ છે... વળી આથો આવવા દહીં ને બનાવ્યા છે.. એટલે વિટામિન બી 12 પણ મળે છે...આ વડા દસ થી બાર દિવસ સુધી ખાવાનાં ઉપયોગ માં આવે છે... Sunita Vaghela -
મકાઈના વડા(makai na vada recipe in gujarati)
#સાતમ રેસીપીમકાઈના વડા ગુજરાતમાં બહુ ચલણ છે અને ગુજરાતમાં મકાઈની અવનવી વેરાયટી બનતી હોય છે વડા નો ટેસ્ટ ખાટો મીઠો હોય છે અને ચા સાથે ખુબ સરસ લાગે છે ઘણા લોકો દહીંની ચટણી સાથે પણ ખાતા હોય છે Kalyani Komal -
મગ મેથી વડા (Mag Methi Vada Recipe In Gujarati)
#GA4#Week8#dipઆ વડા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તેમજ હેલ્ધી પણ છે Kala Ramoliya
More Recipes
ટિપ્પણીઓ