મકાઈના લોટના વડા (Makai Flour Vada Recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#EB
#Week9
#CookpadGujarati

મકાઈ ના વડા ગુજરાતીઓનો પ્રિય નાસ્તો છે. મકાઈના વડા બનાવવા માટે મકાઈનો લોટ એકલો અથવા તો એની સાથે બીજા લોટ ભેગા કરી ને એમાં બધા મસાલા ઉમેરીને લોટ બાંધી ને એમાંથી વડા બનાવીને તળી લેવામાં આવે છે. મસાલા સાથે દહીં અને ગોળ ઉમેરવાથી વડા ને ખૂબ જ સરસ સ્વાદ મળે છે. આ વડા બનાવીને બે ત્રણ દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય છે. ઠંડા વડા પણ ચા કે કોફી સાથે ખુબ જ સરસ લાગે છે. મકાઈ ના વડા ને લીલી ચટણી, સોસ અથવા દહીં સાથે પીરસી શકાય. આ વડા વઘાર પડતા રાંથણ છઠ ના દિવસે વધારે બનાવવામા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક+30 મિનિટ
5 વ્યક્તિ
  1. 2 કપમકાઈ નો લોટ
  2. 1/2 કપઘઉંનો કરકરો લોટ
  3. 1 tspઅજમો
  4. નમક સ્વાદ અનુસાર
  5. 2 tbspસફેદ તલ
  6. 1/2 tspહળદર પાવડર
  7. 1/4 tspહિંગ
  8. 1 tbspધાણા જીરું પાઉડર
  9. 1.5 tbspલાલ મરચું પાવડર
  10. 1 tspગરમ મસાલો
  11. 1 ઇંચઆદુ નો ટૂકડો ની પેસ્ટ
  12. 10-12 નંગલસણ ની પેસ્ટ
  13. 2-3લીલાં મરચાં ની પેસ્ટ
  14. 2 tbspતેલ મોણ માટે
  15. 1/2 કપઝીણી સમારેલી મેથી ની ભાજી
  16. 1/2 કપઝીણી સમારેલી લીલી કોથમીર
  17. 1/2 કપછીણેલો ગોળ
  18. 1 કપખાટું દહીં
  19. 👉 અન્ય સામગ્રી :--
  20. સફેદ તલ
  21. તેલ તળવા માટે જરૂરી મુજબ

રાંધવાની સૂચનાઓ

1 કલાક+30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મોટા વાસણ માં મકાઈ નો લોટ અને ઘઉંનો કરકરો લોટ ચાળીને ઉમેરો. હવે આમાં અજમો, નમક, સફેદ તલ, હળદર પાવડર, હિંગ, ધાણા જીરું પાઉડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો ઉમેરો.

  2. 2

    હવે આમાં આદુ - લસણ - લીલા મરચાં ની પેસ્ટ ઉમેરી તેમાં તેલ નું મોણ, સમારેલી મેથી ની ભાજી, સમારેલી લીલી કોથમીર, છીણેલો ગોળ અને ખાટું દહીં ઉમેરી બરાબર મિકસ કરી લો. હવે જરૂર મુજબ પાણી ઉમેરતા જઈ મીડીયમ સોફ્ટ લોટ બાંધી લો.

  3. 3

    હવે આ લોટ ને ભીના કપડાથી ઢાંકી ને ઉપર વાસણ નું ઢાંકણ ઢાંકી ને 4 થી 5 કલાક ટેસ્ટ આપો... હવે 5 કલાક પછી વડા ના લોટ ને તેલ વાળો હાથ કરી કણક ને મસળી લો.. કણક ને 3 થી 4 મિનિટ માટે કુણવાનો છે..જેથી જો ગોળ ની કણી હોય તો મિક્સ થઈ જાય.

  4. 4

    હવે આ લોટ નાં કણક ના નાના નાના લુવા કરી હાથથી થાબી નાના અને સહેજ જાડા વડા બનાવી લો. હવે આ વડા પર થોડા થોડા તલ ભભરાવી હાથ થી તલ ને પ્રેસ કરી વડા પર ચોંટાડી દો.

  5. 5

    હવે એક પેન મા તેલ ગરમ કરો..હવે આ ગરમ તેલ મા વડા ગેસ ની તેજ આંચ પર ઉમેરી થોડી વાર ફ્રાય થવા દઈ પછી ધીમી આંચ પર વડા બંને બાજુ ગોલ્ડન તળી લો.

  6. 6

    હવે આપણા સ્વાદિસ્ટ એવા મકાઈ નાં લોટ ના વડા તૈયાર છે સર્વ કરવા માટે. આ વડા ને ચા - કોફી કે ચટણી, સોસ અથવા મસાલા દહીં સાથે સર્વ કરી શકાય છે. આ વડાને 3 થી 5 દિવસ સુધી બહાર જ સ્ટોર કરી સકાય છે.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Top Search in

Similar Recipes