દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)

#TRO
#ChooseToCook
#cookpadgujrati
શરદ પૂર્ણિમા ના પર્વ પર દૂધ પૌવા દરેક ના ઘરે બનતા જ હોય છે મારા બાળકો ને તો દૂધ પૌવા ખૂબ જ પસંદ છે અને આ કસાટા પૌવા શરદ પૂર્ણિમા પર જ મળતા હોય છે
કસાટા પૌવા કલર વાળા હોય છે અને તે એક જાત નું પ્રીમિક્સ જ છે તેમાં બસ દૂધ ગરમ કરી ઉમેરો એટલે બની જાય છે તેમાં તમે વધારે ગળ્યું ખાવાનું પસંદ કરતા હોય તો ખાંડ ઉમેરી શકો છો મારા ઘરે તો દૂધ પૌવા બધા ને ખૂબ જ પસંદ છે
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#TRO
#ChooseToCook
#cookpadgujrati
શરદ પૂર્ણિમા ના પર્વ પર દૂધ પૌવા દરેક ના ઘરે બનતા જ હોય છે મારા બાળકો ને તો દૂધ પૌવા ખૂબ જ પસંદ છે અને આ કસાટા પૌવા શરદ પૂર્ણિમા પર જ મળતા હોય છે
કસાટા પૌવા કલર વાળા હોય છે અને તે એક જાત નું પ્રીમિક્સ જ છે તેમાં બસ દૂધ ગરમ કરી ઉમેરો એટલે બની જાય છે તેમાં તમે વધારે ગળ્યું ખાવાનું પસંદ કરતા હોય તો ખાંડ ઉમેરી શકો છો મારા ઘરે તો દૂધ પૌવા બધા ને ખૂબ જ પસંદ છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં દૂધ ગરમ કરવા મૂકવું અને દૂધ ગરમ થાય એટલે ધીમા તાપે મલાઈ મિક્સ કરતા જઇ થોડી વાર માટે ઉકાળવું જરૂર મુજબ ખાંડ ઉમેરી મિક્સ કરી લો
- 2
હવે દૂધ ને થોડી વાર ઠંડુ થવા દો પછી તેમાં કાજુ બદામ પિસ્તા ચારોળી બધું ઉમેરી દો અને પછી તેમાં પૌવા ઉમેરી મિક્સ કરી લો
- 3
પૌવા પલળી જાય એટલે તેને થોડીવાર માટે ફ્રીઝ માં ઠંડા થવા દો અને પછી તેને બાઉલ માં કાઢી ઠંડા ઠંડા પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#TRO#cookpad_guj#cookpadindiaદૂધ પૌવા એ પૌવા ની ખીર થી પણ ઓળખાય છે. દૂધ પૌવા બે રીતે બનાવી શકાય છે. દૂધ ઉકાળી ને અને ઠંડા દૂધ માં . દૂધ પૌવા નું ધાર્મિક મહત્વ પણ છે. શરદ પૂર્ણિમા અથવા કોજાગરી પૂર્ણિમા, જે નવરાત્રી પછી આવે છે. કહેવાય છે કે આ પૂનમ ની રાત ના ચંદ્રમા ની ચાંદની માં એક ખાસ શક્તિ હોય છે. દૂધ પૌવા ને બનાવી ને અગાસી માં રખાય છે અને 2-4 કલાક ચંદ્રમા ની ચાંદની તેની પર પડે પછી ઉપયોગ માં લેવાય છે. આયુર્વેદ ની દ્રષ્ટિએ આવા દુધ પૌવા ખાવા થી "પિત્ત/એસિડિટી" નું શમન થાય છે. ચોમાસા પછી શરીર માં પિત્ત નો વધારો થયો હોય છે જે આ દૂધ પૌવા થી દુર થાય છે. Deepa Rupani -
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#TRO તે મહારાષ્ટ્ર અને ગુજરાત માં કોજાગીરી પૂર્ણિમા અથવા શરદ પૂર્ણિમા માટે બનાવવા માં આવે છે.આ દૂધ પૌવા ને ધાબા પર રાખ્યાં પછી ખાવાં થી એસીડીટી દૂર થઈ જાય છે.આસો મહીને ડબ્બલ સિઝન હોય છે.પિત પ્રકોપ ને શાંત પાડે છે.તેથી પૂનમ નાં દિવસે ખાવા નો રિવાજ છે. પૌઆ ફિકા ન લાગે તેનાં માટે અને તૂટી ન જાય તેનાં માટે અલગ પ્રકાર થી બનાવ્યાં છે.જેમાં ખડી સાકર નો ઉપયોગ કર્યો છે.જેથી હેલ્ધી બને છે. Bina Mithani -
કસાટા પૌવા
#ઇબુક#Day12આજે શરદ પૂર્ણિમા છે તૌ મે બનાવ્યા છે ફેલવર ફુલ કસાટા દૂધ પૌવા😋 Daksha Bandhan Makwana -
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#TRO શરદ પૂનમ ની રઢિયાળી રાત્રે રાસ ગરબા ચંદ્ર ની સાક્ષી એ બહેનો રમતી હોય છે. ચાંદા મામા ને દૂધ પૌવા ધરાવી ને રાસ ગરબા રમ્યા પછી બધા ને પ્રસાદ આપતી હોય છે, આજે મેં દૂધ પૌવા નો પ્રસાદ લીધો. ખૂબ જ યમ્મી હતો. 😋 Bhavnaben Adhiya -
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
ટ્રેડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોબર#TRO : દૂધ પૌવાશરદ પૂનમ ના દિવસે દૂધ પૌવા નુ મહત્વ હોય છે. પૂનમ ની ચાંદની મા અગાશી મા રાખી ઠંડા કરી ને ખાવામા આવે છે . Sonal Modha -
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#TROદુધ પૌવા એક ટ્રેડિંગ પણ ટ્રેડીશનલ વાનગી છે જે આપણા દાદી-નાની ના સમય થી બનતી આવી છે. હવે તો ભારત ભરમાં ખાસ કરી ને ગુજરાત માં દૂધ પૌવા ના ઘણા બધા રસિયા છે . શરદ પૂર્ણિમા ની રાત્રિએ અગાશી ઉપર બધા ભેગા થાય છે અને રાસ-ગરબા ની રમઝટ બોલાવે અને દૂધ પૌવા ની લિઝ્ઝત માણે.શરદ પૂર્ણિમા ને રાસ પૂર્ણિમા પણ કહેવા માં આવે છે.આ તહેવાર ભગવાન શ્રી કૃષ્ણ ને ડેડીકેટ કરવામાં આવ્યો છે.શરદ પૂનમની રાતે જ્યારે ચન્દ્રમાં એની પુર્ણ કલા એ ખીલ્યો હોય અને ગુલાબી ઠન્ડી હોય ત્યારે અગાશી માં દૂધ પૌવા ની વાટકી ચંદ્ર માં ને ધરાવા માં આવે છે અને કહેવા માં આવે છે કે ચન્દ્રમાં ની શીતળતા થી અને એના કિરણો થી ઍ દૂધ પૌવા બહુજ ઠંડા અને મીઠા લાગે છે.અમારા ઘર માં વર્ષો થી અઠવાડિયા પહેલા થી દૂધ પૌવા દરરોજ બનાવાય છે અને દરરોજ રાત્રે, શરદ પૂનમ સુધી અમે એને રેલીશ કરીઍ છે. Bina Samir Telivala -
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#ChoosetoCook#TROદૂધપૌવા શરદ પૂનમમાં બનાવવામાં આવે છે. આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ સારા છે અને પૌષ્ટિક પણ હોય છે Devyani Baxi -
ચોકલેટ દૂધ પૌવા (Chocolate Doodh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCook આજે મે છોકરાઓ ને ભાવતા ચોકલેટ દૂધ પૌવા બનાવિયા છે ખૂબ જ ટેસ્ટી બને છે અને મારા તથા મારા ઘર ના બધા ના ફેવરીટ છે અને ફટાફટ બની પણ જાય છે hetal shah -
દૂધ પૌવા (Doodh poha recipe in Gujarati)
#GA4#Week8#Milkશરદપૂનમના દિવસે દૂધ પૌવા બનાવવામાં આવે છે. Harsha Israni -
દૂધ પૌવા (Dudh Pauva Recipe In Gujarati)
#શરદપૂનમ#cookoadindia#cookpadguharatiશરદ પૂનમ માં દૂધ પૌવા બનાવી ચંદ્ર ના પ્રકાશ માં રાખીને પછી દુધપૌવા ખાવાનો રિવાજ છે.જે આરોગ્ય ની દ્રષ્ટિ એ ખુબ લાભકારક છે. सोनल जयेश सुथार -
ડ્રાયફ્રુટ કેસર દૂધ પૌઆ (Dryfruit Kesar Doodh Pauva Recipe In Gujarati)
#શરદ પૂર્ણિમા#ડ્રાય ફ્રુટ કેસર દૂધ પૌઆઅમારે દર શરદ પૂર્ણિમા પર્વ દરમિયાન દૂધ પૌઆ બનાવી ને ચદ્ર માની શીતળ છાંય માં મૂકી ને ૧૨ વાગે ત્યા ટેરેસ પર જમીએ છીએ તો આંજે મેં બનાવ્યા છે તો શેર કરું છું અમરા ધરે બહુ સરસ થાય છે ને એમાં આમરા ગુણાતીતં નંદ સ્વામી નો જન્મ દિવસ છે એટલે બનાવવા j hoy ને બધાં ને પ્રસાદી મોકલતા હોય તો શેર કરું છું Pina Mandaliya -
દૂધ પૌઆ (Doodh Poha Recipe In Gujarati)
શરદ પૂર્ણિમા ને દિવસે દૂધ પૌંઆ બનાવી ને ચાંદની ના પ્રકાશ માં ઠંડા કરી ને ખાવા થી શરીર માં કોઈ રોગ નથી થતા. Hiral -
સ્ટ્રોબેરી દૂધ પૌવા (Strawberry Doodh Pauva Recipe In Gujarati)
દૂધ પૌવા strawberry મીનાક્ષી માન્ડલીયા -
ફ્રુટી દૂધ પૌવા (Frooti Doodh Poha Recipe In Gujarati)
શરદ પૂર્ણિમા દિવસે દૂધ પૌવા ખાવા નું વિશેષ મહત્વ છે....આજે મે Sangita jatin Jain એ બનાવેલ ફૂટી દૂધ પૌવા રેસીપી ફોલો કરી દૂધ પૌંઆ બનાવ્યા ખૂબ મસ્ત બનાયા Hetal Chirag Buch -
કેસર દુઘ પૌવા (Kesar Doodh Poha Recipe In Gujarati)
#TRO શરદ પૂનમના દિવસે આપણે અહીંયા દૂધ પૌવા નું ખૂબ જ મહત્વ છે આ દૂધપૌવા આપણે આખી રાત અગાસી પર રાખી અને ચંદ્ર ના કિરણો એમાં પડે અને પછી તે પીવાથી આપણા શરીર માટે ખૂબ જ ઠંડક આપે છે Bhavisha Manvar -
દૂધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCookઆજે શરદ પૂનમ છે એટલે દૂધ પૌઆ બનાવવા must.બનાવીને રાત્રે શીતળ પૂનમ ની ચાંદની માં થોડી વાર રાખી મુકવા જેથી ચંદ્ર નો પ્રકાશ પડે,..પછી ભગવાન ને ધરાવવાના હોય..એનાથી શરીરમાં રહેલી ગરમી અને પિત્ત નો નાશ થાય.મમ્મી ના ઘરે તો પાડોશી સાથે ભેગા મળી બનાવીએ અને રાત્રે બધા અગાશીમાં બેસી દૂધપૌંઆ,બટાકા વડા ની મોજ માણતા .એવા એ દિવસો ને યાદ કરી ને મમ્મી સ્ટાઇલ દૂધ પૌઆ બનાવ્યા છે અને ૧૦૦% મસ્ત જ બન્યા હશે . Sangita Vyas -
કસાટા દૂધ પૌવા (Cassata Doodh Poha Recipe In Gujarati
#શરદપૂનમશરદ પૂનમ ની ચાંદની માં મુકેલા ઠંડા ઠંડા દૂધ પૌવા આયુર્વેદિક રીતે પણ ખુબ લાભ દાયક છે.. કફ નિવારક છે અને શરીર ને ઠંડક પ્રદાન કરેલ છે.. Daxita Shah -
દૂધ પૌવા શરદ પૂનમ સ્પેશિયલ (Doodh Pauva Sharad Poonam Special Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#TROઆ એક ટ્રેડિશનલ વાનગી છે શરદપૂનમની રાત્રે દૂધ પૌવા બનાવીને ચાંદનીના કિરણો પડે તે રીતે દૂધ પૌવા રાખવા Amita Soni -
શરદ પૂનમ સ્પેશ્યલ દૂધ પૌવા (Sharad Purnima Special Doodh Poha Recipe In Gujarati)
દૂધ પૌવા (શરદપૂનમ સ્પેશ્યલ) Jyotsana Prajapati -
-
દૂધ પાક (Doodh Paak Recipe In Gujarati)
શ્રાધનાં દિવસો શરદ ૠતુ એટલે ભાદરવા માસમાં આવે. આ સમયે ખૂબ તડકા પડતા હોવાથી પિત્ત પ્રકોપ (એસિડિટી) વધી જતી હોય છે. દૂધ કે દૂધની વાનગીમાં ખાસ કરીને ખીર કે દૂધ પાક બનાવવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી ગણાય છે. Dr. Pushpa Dixit -
સુગર ફ્રી દૂધ પૌવા (Sugar Free Dudh Poha Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ, આજે હું ડાયાબિટીસ નાં પેશન્ટ માટે, હેલ્થ કોન્શિયસ લોકો માટે, ડાયેટ માટે પણ ઉપયોગી થાય તેવા ખાંડ ફ્રી દૂધ પૌવા ની રેસીપી શેર કરી રહી છું. asharamparia -
-
મિન્ટ દૂધ પૌવા (Mint Dudh Paua Recipe In Gujarati)
#GA4#Week9#milkહમણા જ સરદ પુનમ ગઈ છે અને આપડે ગુજરાતી ઓ દૂધ પૌવા અચુક બનાવી ઍ. તો હવઍ તમે પણ મારી જેમ ફુદિના વડા દૂધ પૌવા બાનાઓ. Hetal amit Sheth -
દૂધ પૌઆ
શરદપૂનમને દિવસે દૂધ પૌવા નો પ્રોગ્રામ દરેક ઘરે હોય છે અને આ દિવસે ચાંદની માં મુકેલા દૂધ પૌવા આરોગ્યની દ્રષ્ટિએ ઉત્તમ છે. Rajni Sanghavi -
પાપડ પૌવા(papad pauva recipe in Gujarati)
#goldenapron3#week23#papad#માઇઇબુકપૌવા અને પાપડ નું કોમ્બિનેશન બહુજ રેર હોય છે.અને એમાં પણ નાયલોન પૌવા ના ચેવડા સાથે પાપડ એ તો આપડા ગુજરાતી ઓની ખૂબજ ટેસ્ટી શોધ છે. Vishwa Shah -
-
રોઝ કસાટા દૂધ પૌવા (Rose Kasata Dudh Paua Recipe In Gujarati)
#Mycookpadrecipe 22 શરદ પૂનમ એ દૂધ પૌવા ખાવાનું ખાસ મહત્વ હોય છે. હિન્દુ ધર્મમાં શરદ પૂનમ નું વિશેષ મહત્વ છે. માનવામાં આવે છે કે શરદ પૂનમ ને દિવસે ચંદ્ર સોળે કળા એ ખીલેલો હોય છે અને એના કિરણો માંથી જે રોશની આવે છે એ આરોગ્ય દૃષ્ટિ એ ફાયદાકરક હોય છે. કહેવાય છે એ દિવસે એમાં થી અમૃત વહે છે. આ દિવસે ઇન્દ્ર દેવ અને માતા લક્ષ્મી ની પૂજા નું મહત્વ હોય છે. ચંદ્ર નો પ્રભાવ એ દિવસે ઉત્તમ હોય છે એટલે એ રાત્રી એ ચંદ્ર ના પ્રકાશ મા રાખેલી દૂધ પૌવા ની પ્રસાદી લઈ આખું વર્ષ નિરોગી રહેવાની પ્રાર્થના કરવામાં આવે છે. ચંદ્ર શીતળતા નું પ્રતિક છે એટલે શ્વેત વસ્ત્ર, દૂધ, પૌવા, ખાંડ આ દરેક નું એટલે જ મહત્વ છે. Hemaxi Buch -
More Recipes
ટિપ્પણીઓ (9)