દૂધ પૌઆ

Rajni Sanghavi @cook_15778589
શરદપૂનમને દિવસે દૂધ પૌવા નો પ્રોગ્રામ દરેક ઘરે હોય છે અને આ દિવસે ચાંદની માં મુકેલા દૂધ પૌવા આરોગ્યની દ્રષ્ટિએ ઉત્તમ છે.
દૂધ પૌઆ
શરદપૂનમને દિવસે દૂધ પૌવા નો પ્રોગ્રામ દરેક ઘરે હોય છે અને આ દિવસે ચાંદની માં મુકેલા દૂધ પૌવા આરોગ્યની દ્રષ્ટિએ ઉત્તમ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને ઉકળવા મુકો.ઉકળી જાય પછી તેમાં ખાંડ ઉમેરી ઉકળવા દો.પૌઆ ને પલાળી રાખો.દૂધમા ખાંડ નાખી ઉકાળી લો.
- 2
ઉકાળી લીધેલા દૂધમાં કેસર વાળું દૂધ અને ઈલાયચી પાવડર નાખી હલાવી લો.પછી પૌઆ નાખી હલાવી ઉકળવા દો.
- 3
દસમિનિટ ઉકળે એટલે તેમાં પિસ્તા કતરન અને બદામની કતરણ નાખી હલાવી લો.ઠંડાથવા મૂકો.અગાશીમા ઠંડા થાય પછી સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેસરી દૂધ પૌઆ
#ઇબુક#Day13દૂઘ પૌંઆ એક પરંપરાગત ગુજરાતી મિષ્ટાન્ન ની વાનગી જે ખાસ કરીને શરદ પૂનમની શુભ પ્રસંગે બનાવવા આવે છે અને એનું સ્વાદ લેવા એ અનેરો આનંદ હોય છે...તે પણ ટેરેસ પર, ચાંદની રાત માં... Jasmin Motta _ #BeingMotta -
દૂધ પૌંઆ (Dudh Paua recipe in Gujarati)
શરદ પૂનમ નાં દિવસે લગભગ બધા નાં ઘરે દૂધ પૌંઆ બને...સાયન્સ ની દ્રષ્ટીએ દૂધ પૌંઆ નું સેવન આ ઋતુ માં ખુબ જ ફાયદાકારક હોય છે.Sonal Gaurav Suthar
-
દૂધ પૌઆ
શરદ પૂનમે બધા ને દૂધ પૌઆ બનતા જ હોય છે અને તેને અગાસી માં ખાસ મુકવામાં આવે છે કારણ તેમાં ચન્દ્ર ના કિરણો પડે અને તે આપણા આરોગ્ય ની દ્રષ્ટિ એ ખૂબ જ સારું છે.તેની સાથે ભજીયા અથવા બતાકાવડા બનતા હોય છે. Alpa Pandya -
કસાટા દૂધ પૌઆ
#શરદ પૂર્ણિમા ના દિવસે અગાસી માં ધરાવી ને દૂધ પૌઆ ખાવા નો ખુબ જ મહિમા છે કેમ કે એ દિવસે ચાંદો સોળ કળા એ ખીલ્યો હોય છે એટલે શરીર માટે ગુણકારી છે અને કફ નિવારક છે. Arpita Shah -
દૂધ પૌઆ (Dudh Poha Recipe In Gujarati)
#Linimaલીનીમાં બેન ની રેસિપી જોઈને મેં પણ દૂધ પૌઆ બનાવવાનો ટ્રાય કર્યો છે. Richa Shahpatel -
દૂધ પૌંઆ (Dudh Poha Recipe In Gujarati)
શરદપૂનમની દિવસે દૂધ પૌવા બનાવવાનો પરંપરાગત રિવાજ છે. અને એમાં પણ ચાંદની રોશનીમાં મુકેલા દૂધ પૌઆ આરોગ્યની દૃષ્ટિએ ખૂબ જ લાભદાયક છે. Hemaxi Patel -
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#TRO#cookpad_guj#cookpadindiaદૂધ પૌવા એ પૌવા ની ખીર થી પણ ઓળખાય છે. દૂધ પૌવા બે રીતે બનાવી શકાય છે. દૂધ ઉકાળી ને અને ઠંડા દૂધ માં . દૂધ પૌવા નું ધાર્મિક મહત્વ પણ છે. શરદ પૂર્ણિમા અથવા કોજાગરી પૂર્ણિમા, જે નવરાત્રી પછી આવે છે. કહેવાય છે કે આ પૂનમ ની રાત ના ચંદ્રમા ની ચાંદની માં એક ખાસ શક્તિ હોય છે. દૂધ પૌવા ને બનાવી ને અગાસી માં રખાય છે અને 2-4 કલાક ચંદ્રમા ની ચાંદની તેની પર પડે પછી ઉપયોગ માં લેવાય છે. આયુર્વેદ ની દ્રષ્ટિએ આવા દુધ પૌવા ખાવા થી "પિત્ત/એસિડિટી" નું શમન થાય છે. ચોમાસા પછી શરીર માં પિત્ત નો વધારો થયો હોય છે જે આ દૂધ પૌવા થી દુર થાય છે. Deepa Rupani -
દૂધ પૌઆ (Doodh Poha Recipe In Gujarati)
શરદ પૂર્ણિમા ને દિવસે દૂધ પૌંઆ બનાવી ને ચાંદની ના પ્રકાશ માં ઠંડા કરી ને ખાવા થી શરીર માં કોઈ રોગ નથી થતા. Hiral -
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
ટ્રેડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોબર#TRO : દૂધ પૌવાશરદ પૂનમ ના દિવસે દૂધ પૌવા નુ મહત્વ હોય છે. પૂનમ ની ચાંદની મા અગાશી મા રાખી ઠંડા કરી ને ખાવામા આવે છે . Sonal Modha -
પૌઆ ની ખીર (poha kheer recipe in Gujarati)
#goldanapron3 week17 #સમર, પૌઆ ની ખીર ફટાફટ બની જાય છે,અને ગરમી માં ઠંડક આપે છે ,અને પચવામાં પણ હલકી છે. Dharmista Anand -
પીળી સાકરના દૂધ પૌઆ (Yellow Sakar Doodh Poha Recipe In Gujarati)
#TRO#cooksnap#sharadpurnima#શરદપૂનમ#cookpad#cookpadindia#cookpadgujaratiપીળી સાકર એ અનપ્રોસેસ્ડ હોય છે. તે ખૂબ શીતળ હોય છે. આ શેરડીમાંથી બનતો કુદરતી રીતે મીઠો પદાર્થ છે. જેની પ્રોસેસિંગમાં કેમિકલ્સ નો ઉપયોગ થતો નથી. આ સાકરના ઉપયોગથી હિમોગ્લોબિન નું લેવલ વધે છે તેમ જ ઉર્જામાં વધારો થાય છે. Neeru Thakkar -
દૂધ પૌવા (Doodh poha recipe in Gujarati)
#GA4#Week8#Milkશરદપૂનમના દિવસે દૂધ પૌવા બનાવવામાં આવે છે. Harsha Israni -
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#ChoosetoCook#TROદૂધપૌવા શરદ પૂનમમાં બનાવવામાં આવે છે. આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ સારા છે અને પૌષ્ટિક પણ હોય છે Devyani Baxi -
મસાલા દૂધ (Masala Doodh Recipe In Gujarati)
#RC2#whiteઆ મસાલા દૂધ પુષ્ટિમાર્ગ ની સેવામાં વૈષ્ણવો રોજ ભગવાન કૃષ્ણને ભોગ ધરાવવામાં આવે છે. Amee Shaherawala -
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#TRO#ChooseToCook#cookpadgujratiશરદ પૂર્ણિમા ના પર્વ પર દૂધ પૌવા દરેક ના ઘરે બનતા જ હોય છે મારા બાળકો ને તો દૂધ પૌવા ખૂબ જ પસંદ છે અને આ કસાટા પૌવા શરદ પૂર્ણિમા પર જ મળતા હોય છેકસાટા પૌવા કલર વાળા હોય છે અને તે એક જાત નું પ્રીમિક્સ જ છે તેમાં બસ દૂધ ગરમ કરી ઉમેરો એટલે બની જાય છે તેમાં તમે વધારે ગળ્યું ખાવાનું પસંદ કરતા હોય તો ખાંડ ઉમેરી શકો છો મારા ઘરે તો દૂધ પૌવા બધા ને ખૂબ જ પસંદ છે Harsha Solanki -
દૂધ પૌઆની ખીર (Dudh Pouva Kheer Recipe in Gujarati)
#RC2#વ્હાઈટ_રેસિપીસ#રેઈન્બો_ચેલેન્જ#cookpadGujarati આ એક પરંપરાગત ભારતીય પૌવા ખીર રેસીપી છે અને ખાસ શરદ પૂનમ પર તૈયાર કરવામાં આવે છે. તે રીચ અને હેલ્થી છે છતાં આ એક લાઈટ ફ્લેટન્ડ રાઇસ સ્વીડ પુડિંગ છે. તે પલાળેલા ચપટી પૌવા અને ઉકાળેલા દૂધ વડે બનાવવામાં આવે છે અને તેમાં ડ્રાય ફ્રુટ અને જાયફળ, એલચી અને કેસર જેવા મસાલા હોય છે. તે કોઈપણ સમયે બનાવવા માટે સુપર ઝડપી અને સરળ છે. શરદ પૂનમ પર દૂધ પૌવા ખાવાનું મહત્વ છે, આયુર્વેદ અનુસાર ચોમાસાની ઋતુના અંતે "પિત્ત" અથવા એસિડિટી વધે છે. આ રાત્રે આ દૂધની ખીર ખાવાથી તે પિત્ત ને બેઅસર કરે છે કેમ કે દૂધ ખોરાકને ઠંડક આપે છે. માનવામાં આવે છે કે આ રાત્રે મૂનલાઇટ આશ્ચર્યજનક મેડિકલ અને પૌષ્ટિક ગુણધર્મો ધરાવે છે જે શરીરને કાયાકલ્પ કરે છે. Daxa Parmar -
કેસર દૂધ પૌવા(Kesar Milk Pauva Recipe inGujarati)
#GA4#week8શરદપૂનમના દૂધ પૌવા ખાવા એ આપણી પારંપારિક રીત છે. કારણ કે ચંદ્રની શીતળતા માં તુજ પર રાખવાથી ચંદ્રના કિરણો છે તે તેની અંદર પ્રવેશ કરે છે અને જંગલ માં રહેલા છે ઘણો છે તે આપણને પ્રાપ્ત થાય છે અને આપણું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે Varsha Monani -
દૂધપાક (Dudhpak Recipe in gujarati)
#mrPost1દૂધપાક એક ગુજરાતની ટ્રેડિશનલ મીઠાઈ છે. દૂધપાક અને ખીર બને દૂધ અને ચોખા માંથી બનાવવામાં આવે છે. દૂધપાક માં ચોખા ઓછા એડ કરવામાં આવે છે અને દૂધ ને વધારે બાળવામાં આવે છે. જેથી તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. દૂધપાક માં સુકામેવા અને ઈલાયચી ઉમેરવામાં આવે છે પરંતુ ચારોળીના લીધે દૂધપાક નો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે. દૂધપાક વાર તહેવારે અને પૂજામાં બનાવવામાં આવતી મિઠાઈ છે. Parul Patel -
ડ્રાયફ્રુટ કેસર દૂધ પૌઆ (Dryfruit Kesar Doodh Pauva Recipe In Gujarati)
#શરદ પૂર્ણિમા#ડ્રાય ફ્રુટ કેસર દૂધ પૌઆઅમારે દર શરદ પૂર્ણિમા પર્વ દરમિયાન દૂધ પૌઆ બનાવી ને ચદ્ર માની શીતળ છાંય માં મૂકી ને ૧૨ વાગે ત્યા ટેરેસ પર જમીએ છીએ તો આંજે મેં બનાવ્યા છે તો શેર કરું છું અમરા ધરે બહુ સરસ થાય છે ને એમાં આમરા ગુણાતીતં નંદ સ્વામી નો જન્મ દિવસ છે એટલે બનાવવા j hoy ને બધાં ને પ્રસાદી મોકલતા હોય તો શેર કરું છું Pina Mandaliya -
બરી
ગાય કે ભેંસ ને વાછરડું આવે ત્યારે તેના પહેલા દૂધ ને દોહી અને તેમાંથી બનતી વાનગી તેને બરી કહેવાય છે જે ખૂબ જ જૂની અને પ્રચલિત વાનગી છે.#mr Rajni Sanghavi -
-
દૂધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCookઆજે શરદ પૂનમ છે એટલે દૂધ પૌઆ બનાવવા must.બનાવીને રાત્રે શીતળ પૂનમ ની ચાંદની માં થોડી વાર રાખી મુકવા જેથી ચંદ્ર નો પ્રકાશ પડે,..પછી ભગવાન ને ધરાવવાના હોય..એનાથી શરીરમાં રહેલી ગરમી અને પિત્ત નો નાશ થાય.મમ્મી ના ઘરે તો પાડોશી સાથે ભેગા મળી બનાવીએ અને રાત્રે બધા અગાશીમાં બેસી દૂધપૌંઆ,બટાકા વડા ની મોજ માણતા .એવા એ દિવસો ને યાદ કરી ને મમ્મી સ્ટાઇલ દૂધ પૌઆ બનાવ્યા છે અને ૧૦૦% મસ્ત જ બન્યા હશે . Sangita Vyas -
#દૂધ ..દૂધપૌઆ
દૂધપૌઆ ટેસ્ટી અને ઝડપી બનતી ડિશ છે... નાના મોટા દરેક ની મનપસંદ છે.. આમા ભરપૂર કેલ્શિયમ હોય છે.. Tejal Vijay Thakkar -
દૂધ પૌંઆ (Milk Poha Recipe In Gujarati)
પરંપરાગત રીતે શરદપુનમના દિવસે અમૃતયુક્ત દૂધપૌઆ ખાવાનું મહત્વ હોય છે. જેમાં રૂઢિગત માન્યતા મુજબ દૂધપૌઆ બનાવી તેને ચંદ્રના સીધા પ્રકાશ હેઠળ મૂકવામાં આવે છે આમ કરવાથી ચંદ્રનો સીધો પ્રકાશ દૂધપૌઆમાં અમૃત ઉમેરે છે અને આ દૂધપૌઆ પવિત્ર પ્રસાદી તરીકે ખાવામાં આવે છે.મેં આજે એજ રૂઢિગત દૂધપૌઆની સરળ રેસિપી રજુ કરી છે.#doodhpauva#MilkPoha#Kojagiri#shardpoonam#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
કઢેલ મસાલા દૂધ
#દૂધ#જૂનસ્ટારકઢેલું દૂધ એ આપણા સૌ માટે જાણીતું નામ છે. એમાં પણ મસાલા થઈ ભરપૂર આ દૂધ ને ઠંડા વાતાવરણ માંપીવા ની મજા જ કાઈ ઔર હોઈ છે. Deepa Rupani -
કેસર_ડ્રાયફ્રૂટ દૂધ(Kesar-dryfruit milk recipe in Gujarati)
#MW1#cookpad _mid_ chalengeશિયાળાની સીઝનમાં કેસરનું દૂધ પીવું જોઈએ,કેસર ગુણ માં ગરમ છે અને સરદી થઈ હોય તો ગરમા ગરમ કેસર વાળુ દૂધ પીવાથી રાહત મળે છે,શરીરનો ગરમાવો જળવાઈ રહે છે,તેમાં ડ્રાય ફ્રૂટ નાખવાથી ઇમ્યુનીટી બુસ્ટ થાય છે. Sunita Ved -
દૂધ પૌંઆ (Dudh Poha Recipe In Gujarati)
#RC2Post 2 મુખ્યત્વે શરદપુનમ ના દિવસે દૂધ પૌંઆ ખાવાનું મહત્વ હોય છે.આજે ભગવાન ના પ્રસાદ તરીકે કેસર દૂધ પૌંઆ બનાવ્યા છે. Bhavna Desai -
-
રોઝ કસાટા દૂધ પૌવા (Rose Kasata Dudh Paua Recipe In Gujarati)
#Mycookpadrecipe 22 શરદ પૂનમ એ દૂધ પૌવા ખાવાનું ખાસ મહત્વ હોય છે. હિન્દુ ધર્મમાં શરદ પૂનમ નું વિશેષ મહત્વ છે. માનવામાં આવે છે કે શરદ પૂનમ ને દિવસે ચંદ્ર સોળે કળા એ ખીલેલો હોય છે અને એના કિરણો માંથી જે રોશની આવે છે એ આરોગ્ય દૃષ્ટિ એ ફાયદાકરક હોય છે. કહેવાય છે એ દિવસે એમાં થી અમૃત વહે છે. આ દિવસે ઇન્દ્ર દેવ અને માતા લક્ષ્મી ની પૂજા નું મહત્વ હોય છે. ચંદ્ર નો પ્રભાવ એ દિવસે ઉત્તમ હોય છે એટલે એ રાત્રી એ ચંદ્ર ના પ્રકાશ મા રાખેલી દૂધ પૌવા ની પ્રસાદી લઈ આખું વર્ષ નિરોગી રહેવાની પ્રાર્થના કરવામાં આવે છે. ચંદ્ર શીતળતા નું પ્રતિક છે એટલે શ્વેત વસ્ત્ર, દૂધ, પૌવા, ખાંડ આ દરેક નું એટલે જ મહત્વ છે. Hemaxi Buch -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15630005
ટિપ્પણીઓ (4)