સુગર ફ્રી દૂધ પૌવા (Sugar Free Dudh Poha Recipe In Gujarati)

asharamparia
asharamparia @Asharamparia

ફ્રેન્ડ્સ, આજે હું ડાયાબિટીસ નાં પેશન્ટ માટે, હેલ્થ કોન્શિયસ લોકો માટે, ડાયેટ માટે પણ ઉપયોગી થાય તેવા ખાંડ ફ્રી દૂધ પૌવા ની રેસીપી શેર કરી રહી છું.

સુગર ફ્રી દૂધ પૌવા (Sugar Free Dudh Poha Recipe In Gujarati)

ફ્રેન્ડ્સ, આજે હું ડાયાબિટીસ નાં પેશન્ટ માટે, હેલ્થ કોન્શિયસ લોકો માટે, ડાયેટ માટે પણ ઉપયોગી થાય તેવા ખાંડ ફ્રી દૂધ પૌવા ની રેસીપી શેર કરી રહી છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10થી 15 મિનિટ
  1. ૫૦૦ મીલી દૂઘ (રેગ્યુલર)
  2. ૧/૨ કપસાદા પૌવા
  3. ૭-૮ ખજુર
  4. ૧/૨ કપનવશેકું ગરમ દૂઘ
  5. ૩ ચમચીછીણેલો ગોળ
  6. જરુર મુજબ ઝીણાં સમારેલાં કાજુ,બદામ, પિસ્તા
  7. ૨ ચમચીકીસમીસ
  8. ૧/૨ ચમચીઇલાયચી પાઉડર (ઓપ્શનલ)
  9. ગાર્નીશિંગ માટે કાજુ બદામ પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

10થી 15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કલાક પહેલા જ નવશેકા ગરમ દૂઘ માં ખજૂર ના ઠળિયા કાઢી ઘોઈ ને પલાળી રાખો. ત્યારબાદ પૌવા ને ચાળી ૨ થી ૩ વખત વોશ કરી સાઈડ માં મુકી દો.

  2. 2

    એક પેનમાં દૂઘ ગરમ કરવા મૂકો. દૂઘ માં એક ઉભરો આવે પછી તેમાં પલાળેલા પૌવા ઉમેરો. ૨ થી ૩ મિનિટ માં જ પૌવા સરસ ચઢી જશે.

  3. 3

    ત્યારબાદ તેમાં પલાળેલી ખજુર, ગોળ ઉમેરી સતત હલાવતા રહો. દૂઘ થોડું ઘટ્ટ થાય એટલે તેમાં સમારેલા કાજુ, બદામ, પીસ્તા અને કીસમીસ, ઇલાયચી પાઉડર ઉમેરો. ૧ મિનિટ કુક કરી ગેસ બંધ કરી ઠંડુ પડવા દો.

  4. 4

    ફ્રીઝ માં મુકી ને ઠંડું કરો અથવા નોર્મલ ઠંડું હોય ત્યારે સર્વિગ બાઉલ માં કાઢી ઉપર થી કાજુ બદામ પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

Similar Recipes