દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#TRO
#cookpad_guj
#cookpadindia
દૂધ પૌવા એ પૌવા ની ખીર થી પણ ઓળખાય છે. દૂધ પૌવા બે રીતે બનાવી શકાય છે. દૂધ ઉકાળી ને અને ઠંડા દૂધ માં . દૂધ પૌવા નું ધાર્મિક મહત્વ પણ છે. શરદ પૂર્ણિમા અથવા કોજાગરી પૂર્ણિમા, જે નવરાત્રી પછી આવે છે. કહેવાય છે કે આ પૂનમ ની રાત ના ચંદ્રમા ની ચાંદની માં એક ખાસ શક્તિ હોય છે. દૂધ પૌવા ને બનાવી ને અગાસી માં રખાય છે અને 2-4 કલાક ચંદ્રમા ની ચાંદની તેની પર પડે પછી ઉપયોગ માં લેવાય છે. આયુર્વેદ ની દ્રષ્ટિએ આવા દુધ પૌવા ખાવા થી "પિત્ત/એસિડિટી" નું શમન થાય છે. ચોમાસા પછી શરીર માં પિત્ત નો વધારો થયો હોય છે જે આ દૂધ પૌવા થી દુર થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 1લીટર ફૂલ ક્રીમ દૂધ
  2. 1/2 કપપૌવા
  3. 1/4 કપઅથવા સ્વાદ અનુસાર ખાંડ/ સાકર
  4. 2ચમચા બદામ ની કતરણ
  5. 2ચમચા પિસ્તા ની કતરણ
  6. 1 ચમચીઇલાયચી પાઉડર
  7. 1 ચમચીકેસર (દૂધ માં પલાળેલું)

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    દૂધ ને જાડા તળિયા વાળા વાસણ માં ઉમેરી, મધ્યમ આંચ પર ઉકળવા મુકો. પૌવા ને ધોઈ ને સૂકવવા રાખો.

  2. 2

    દૂધ 5-7 મિનિટ ઉકળે પછી ખાંડ ઉમેરી વધુ પાંચ મિનિટ ઉકાળો.

  3. 3

    હવે પૌવા ઉમેરો અને સરખી રીતે ભેળવી લો.

  4. 4

    સાથે સાથે બદામ, પિસ્તા અને કેસર પણ ઉમેરી લો. પાંચ મિનિટ વધુ ઉકાળો.

  5. 5

    હવે દૂધ પણ ઘટ્ટ થાય જશે અને પૌવા પણ ચડી ગયા હશે. ઇલાયચી પાઉડર ઉમેરો અને આંચ બંધ કરો. ઠંડુ થયાં પછી ફ્રીઝ માં ઠંડુ કરવા મુકો.

  6. 6

    અનુકૂળ હોય તો ચાંદની ના કિરણો પડે એ રીતે રાખો અને ઠંડા દૂધ પૌવા નો આનંદ લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes