દાળ મુરાદાબાદી (Dal Muradabadi Recipe In Gujarati)

દાળ મુરાદાબાદી (Dal Muradabadi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મોગરદાળને એક કલાક માટે પલાળીને રાખો પલાળેલી દાળ ની અંદર આદુ, હળદર,ઘી અને જરૂર મુજબ મીઠું અને બે કપ પાણી નાખી કુકરમાં2 થી 3 સીટી કરી બાફી લો. દાળ એકદમ પાણી જેવી નથી રાખવાની લચકા પડતી દાળ તૈયાર કરવાની છે.
- 2
હવે એક હાંડીમાં ઘીમૂકો તેમાં ઘી ગરમ થાય એટલે ચપટી હિંગ નાખી લાલ મરચું નાખી ગેસ બંધ કરી દો. હવે આપણે તૈયાર કરેલી દાળ માંથી ત્રણ અલગ અલગ ડિશ માં દાળ કાઢો દરે કની ઉપર તૈયાર કરેલો ઘીનો વઘાર એક ચમચી પાથરો પછી તેની ઉપર ડુંગળી, ટામેટા,મરચાં,આદું કોથમીર બધું જ ભભરાવો. પછી તેની ઉપર લીંબુનો રસ, ચાટ મસાલો, સંચળ,ફરસાણ શેકેલા જીરાનો પાઉડર ભભરાવો તૈયાર છે દાળ મુરાદાબાદી.
- 3
આપણે આમાં ચાટ મસાલો, સંચળ, જીરાનો પાઉડર આપણી પસંદ મુજબ વધુ કે ઓછા પ્રમાણમાં નાખી શકીએ. મેં અહીં ડુંગળી,ટામેટાં કાકડી ઉપયોગ કર્યો છે એની સાથે મૂળા ગાજર, વગેરે નો પણ ઉપયોગ કરી શકાય.
Keywords
Similar Recipes
More Recipes








ટિપ્પણીઓ